ચણા – લસણ – આખી મેથી – કેરી નુ અથાણું – જો આ વર્ષે નવીન અથાણું ખાવાનું વિચારો છો તો બનાવો આ નવીન અથાણું…

આજે આપણે બનાવીશું ચણા,લસણ, આખી મેથી અને કેરી નું અથાણું બનાવીશું. જે ખાવા માં ટેસ્ટી લાગે છે. આ અથાણું ઘણું અલગ અલગ રીતે બનતું હોય છે.અને આ ઘર માં બધા ને પસંદ આવશે.તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • ચણા
  • મેથી
  • લસણ
  • કેરી
  • હળદર
  • મીઠું
  • રાય ના કુરિયા
  • મેથી ના કુરિયા
  • કાશ્મીરી લાલ મરચું
  • હીંગ

રીત

1- સૌથી પહેલા આપણે કાબુલીન ચણા એક વાસણમાં પલાળી દઈશું. ચણા ડૂબે તેટલું પાણી નાખીશું.હવે બીજા વાસણ માં એક કપ મેથી લઈ લઈશું. હવે તેમાં પણ પાણી એડ કરીશું. તેને પલાળી લઈશું.

2- આ બધી વસ્તુ ને છ થી સાત કલાક માટે પલાળી ને રાખીશું. હવે છ કલાક થઈ જાય એટલે તેમાંથી બધું પાણી કાઢી લઈશું.હવે તેની પર થોડું ચોખ્ખું પાણી નાખી દઈશું. હવે આ ચણા ને જે કેરી માંથી હળદર અને મીઠા વાળુ પાણી નીકળે તેમાં પલાળવા ના છે.

3- જો તમારી પાસે પેલા નું પાણી હોય તે એડ કરી દેવું. ચણા ડૂબે તેટલું પાણી એડ કરી દેવું.હવે એક પેન લઈશું. તેમાં લસણ ને થોડું રોસ્ટ કરી લઈશું.હવે બે ચમચી તેલ નાખીશું.અને તેને ધીમા ગેસ પર સાતળી લઈશું.હવે તેનો કલર બદલાઈ ગયો છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે તેને ચણા માં મિક્સ કરી લઈશું.

4- હવે તેને પણ ખાટા પાણી માં પલાળી લઈશું.હવે બધું મિક્સ કરી લઈશું.હવે બે કેરી લઈ તેના ટુકડા કરી લીધા છે.હવે તેમાં હળદર નાખીશું. અને ત્રણ થી ચાર કલાક પલાળી ને રાખી દઈશું.તેને વચ્ચે વચ્ચે હલાવી લઈશું. અને સાથે એક કેરી નું છીણ પણ લીધું છે.તેમાં થોડી હળદર નાખીશું. અને થોડું મીઠુ નાખીશું.

5-આ છીણ ને પણ ત્રણ થી ચાર કલાક રહેવા દેવાનું છે.હવે છ થી સાત કલાક થઈ ગયા છે. તો હવે ચણા માંથી પાણી કાઢી લઈશું.હવે કેરી નું પાણી પણ કાઢી લઈશું.હવે એક કોટન નું કપડું લઈ લઈશું.હવે નીચે પેપર મૂકી દઈશું. હવે ચણા,મેથી,લસણ ને સુકવી લઈશું.કેરી ને પણ સાથે સુકવી લઈશું.

6- હવે સાથે કેરી પણ સુકવી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી કેરી અને ચણા બધું સુકાઈ ગયું છે.એક વાત નું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ સૂકવો ત્યારે બવ ફાસ્ટ પંખો ના રાખવો.નઈ તો એકદમ બધું પાણી નીકળી જશે. તેને ધીમે ધીમે સુકાવા દેવાનું છે. હવે આચાર મસાલો તૈયાર કરી લઈશું.

7- હવે એક બાઉલ માં આચાર મસાલો બનાવી લઈશું.હવે બાઉલ માં રાય ના કુરિયા નાખીશું.હવે ૧/૪કપ મેથી માં કુરિયા લેવાના છે.હવે એક ચમચી હીંગ નાખી દઈશું.હવે આચાર માં નાખવાનું મીઠું થોડું ધીમા ગેસ પર શેકી લઈશું. જેથી મીઠા માં રહેલો ભેજ નીકળી જાય.હવે તેમાં બે ચમચી હુંફાળું ગરમ તેલ નાખી દઈશું.

8- હવે પા ચમચી હળદર નાખી ને મિક્સ કરી લઈશું.હવે તેમાં રોસ્ટ કરેલું મીઠું નાખી દઈશું.હવે બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. હવે આ બધી વસ્તુ ને સરસ મિક્સ કરી લો.બસ તૈયાર છે આપણો આચાર મસાલો.આ મસાલો તમે આખું વર્ષ કાચ ની બોટલ માં ભરી ને રાખી શકો છો.અને જ્યારે કોઈ અથાણું બનાવો ત્યારે આ મસાલો યુઝ કરી શકો છો.

9- હવે એક કપ જેટલો અથાણા નો મસાલો લઈશું. તેમાં આપણે આખા મરી એડ કર્યા હતા.હવે જે કેરી નું છીણ હતું તેને નીચોવી ને તેમાં એડ કરીશું.હવે બધું મિક્સ કરી લો. હવે તેના ચણા,મેથી, લસણ એડ કરીશું. તેને પહેલા થોડું ચમચી થી મિક્સ કરી લો.

10- હવે હાથ થી સરસ મિક્સ કરી લઈશું. બધું બરાબર સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ અથાણા ને કાચ ની બોટલ માં ભરતું જવાનું છે.અથાણું તમે જેટલું દબાવી ને ભરસો તેટલું તે તેલ માં ડૂબી ને રહેશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે અથાણું સરસ રીતે ભરી લીધું છે. અને તેલ ઓછું નાખવું પડશે. જેટલો તમારે વધારે ગેપ એટલે કે જગ્યા રાખશો તેટલું તેલ વધારે જશે.

11- હવે આપણું અથાણું બોટલ માં ભરાય ગયું છે.હવે ઉપર થી તેલ ગરમ કરેલું પછી તેને ઠંડુ કરી ને રેડવાનું છે. થોડું થોડું કરી ને તેલ એડ કરીશું. અને બને ત્યાંસુધી સીંગતેલ જ લેવું. અથાણા માં ખુબ જ સરસ ટેસ્ટ આવશે. અથાણું ડૂબે એટલું તેલ રેડી દીધું છે.

12- હવે ચાર પાચ કલાક એવું ને એવું રહેવા દઈશું.તેલ જરૂર લાગે તો થોડું એડ કરી દેવાનું. આ રીતે અથાણું તેલ માં ડૂબે તે રીતે રહેવું જોઈએ.આ અથાણું પાચ દિવસ માં ખાવા માટે તૈયાર થઈ જશે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું અથાણું બની ને તૈયાર થઈ ગયું છે.તો તમે પણ આ રીતે બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *