શાક ને પણ ભુલાવી દે તેવી એકદમ ચટાકેદાર 4 પ્રકાર ની ચટણી

આજે આપણે તને પણ ભુલાવી દે તેવી એકદમ ચટાકેદાર ચાર પ્રકારની ચટણી જોઈશું. આ તમે પૂરી સાથે રોટલી સાથે પણ ખાય શકો છો.તો ચાલો જોઈએ મસ્ત મજાની ચટણી બનાવવાની રીત. 1-ખાટી મીઠી ચટણી મરચાં અને ધાણાનો ઉપયોગ કરીને બનાવીશું. આ ચટણી એર ટાઈટ કન્ટેનરમાં ભરી એક વીક સુધી ખાય શકો છો.


સામગ્રી

  • લીલા ધાણા
  • લાલ મરચાં
  • લીલું લસણ
  • સીંગદાણા
  • લસણની કળી
  • અડધા લીંબુનો રસ
  • મીઠું
  • ગોળ

રીત-

1- હવે આ ચટણીને ખાંડીને બનાવવાના છે. માટે પહેલા ખાયણી દસ્તો લઈશું. તેમાં સૌથી પહેલા ૧/૪ કપ સીંગદાણા લઈશું. બહુ વધારે ક્રશ નથી કરવાના. હવે તેને એક બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ લીલું અને સૂકું લસણ બંને ને ક્રશ કરી લઈશું. આ ચટણી તમે મિક્સરમાં ક્રશ કરીને બનાવી શકો છો.

2- હવે લસણ પણ ક્રશ થઈ ગયું છે.તેને ક્રશ કરેલા સીંગદાણા સાથે લઈ લો. હવે લાલ મરચા ને ક્રશ કરી લઈશું. હવે તેની સાથે જ થોડા ધાણા નાખી શું. તેને પણ ક્રશ કરી લઈશું. હવે તેને પણ સીંગદાણા વાળા બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં બે ચમચી ગોળ નાખી દો.હવે લીંબુ નો રસ નાખીશું.અને સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.

3- લાલ મરચાં અને ધાણાની ખૂબ જ ટેસ્ટી ચટણી તૈયાર થઇ ગઇ છે. તો તમે પણ આ ચટણી ચોક્કસથી ટ્રાય કરજો.

2- આજે આપણે ટેસ્ટી લીલી હળદર અને ધાણા અને લસણ નો ઉપયોગ કરીને ચટણી બનાવવા ની રેસિપી જોઈશું.


સામગ્રી

  • લીલા ધાણા
  • લીલી હળદર
  • લાલ મરચાં
  • લીલા મરચા
  • લસણ
  • ગોળ
  • મીઠું
  • લીંબુ નો રસ

રીત

1- સૌથી પહેલા લીલા ધાણાને કટરમાં ક્રશ કરી લઈશું. ત્યારબાદ લાલ મરચાં અને લીલા મરચા એડ કરીશું. તેને ટુકડા કરીને એડ કરીશું. તેને પણ કટરમાં ક્રશ કરી લો.

2- હવે એક કપ લીલી હળદર નાખી શું. તેને પણ ક્રશ કરી લઈશું. 15 થી 20 કડી લસણ નાખીશું.તેને પણ ક્રશ કરી લઈશું. હવે એક ખાયણી દસ્તો તો લઈ લો.તેમાં જે ક્રશ કરેલું હતું ચટણી નું એડ કરીશું.થોડું થોડું લઈ તેને ખાંડી લઈશું.

3- હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં અડધો લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ એક ચમચી મીઠું નાખીશું. અને બે ચમચી ગોળ નાખી દો. એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું.

4- ઘણા લોકો એમ નેમ હળદર નથી ખાતા હોતા તો તે લોકો ને આ ચટણી ચોક્કસથી ભાવશે. તમે ચોક્કસથી ટ્રાય કરજો.

3- આજે આપણે ઘરમાં જ રહેલી વસ્તુ માંથી ટેસ્ટી ચટણી બનાવિશું. આજે આપણે કોથમીર ના બદલે જે કોથમીર સાફ કરે ત્યારે તેને દાંડી નીકળે તેની બનાવવાના છે. તો ચાલો રેસીપી જોઇ લઈએ.


સામગ્રી

  • લસણ
  • ખાંડ
  • મીઠું
  • લીંબુ
  • લીલા મરચા
  • ગાંઠીયા

રીત

1- આ ચટણી ને આપણે ખાંડીને બનાવવાના છે. તેના માટે ખાયણી દસ્તો લઈશું. તેમાં અડધી વાડકી લસણની કળીઓ નાખીશું. હવે તેને ક્રશ કરી લઈશું. ત્યારબાદ ચાર મરચાં લીલા લઈશું.તેને પણ ક્રશ કરી લઈશું.

2- હવે આપણે કોથમીરની દાંડીઓ નાખીશું. તેને ધોઈ નાના ટુકડા કરી લેવાના. ત્રણેય વસ્તુ સરસ ક્રશ થઈ ગઈ છે. હવે તેમાં અડધી વાડકી ગાંઠિયા નાખીશું.

3- હવે તેમાં અડધી ચમચી મીઠું નાખીશું.હવે ૧/૪ ચમચી ખાંડ એડ કરીશું. અને અડધા લીંબુનો રસ નાખી શું. બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. હવે ચટણી તૈયાર થઈ ગઈ છે.તમે રોટલી, થેપલા, પરાઠા સાથે ખાય શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે ચોક્કસથી બનાવજો.

4- આજે આપણે મહારાષ્ટ્રીયન ચટણી જોઈશું.તેનું નામ છે ઠીજા. મહારાષ્ટ્રમાં અલગ જાતની બનાવવામાં આવે છે.


સામગ્રી

  • તેલ
  • લીલા મરચા
  • સીંગદાણા
  • કોથમીર
  • મીઠું
  • લસણ

રીત

1- સૌથી પહેલાં એક પેનને ગરમ કરી લઈશું.તેમાં એક કપ લીલા મરચા ના ટુકડા કરી ને એડ કરીશું. ત્યારબાદ તેમાં લસણની કળીઓ નાખીશું. બંનેને રોસ્ટ કરી લઈશું.

2- હવે મરચાં અને લસણ શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈશું. હવે એક ખાયની અને દસ્તો લઈશું. તેમાં રોસ્ટ કરેલા મરચાં અને લસણ લઈશું. બંનેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે.

3- હવે પેનમાં 2 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થઇ જાય એટલે લસણ અને મરચાની પેસ્ટ નાંખી શું. અડધા કપ જેટલા વાટેલા સીંગદાણા નાખીશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લો અને ગેસ ધીમો રાખવાનો છે.

4- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી શું. બે ચમચી જેટલી એકદમ બારીક સમારેલી કોથમીર નાખી શું. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લો. હવે આપણી ચટણી ઠીજા તૈયાર થઈ ગઈ છે. આને રોટલી સાથે કે પરાઠા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *