સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ મેંદુવડા અને તેનું ખીરું બનાવવાની એકદમ પરફેક્ટ રીત

આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ મેંદુવડા અને તેનું ખીરું બનાવવાની પરફેક્ટ રેસિપી” જોતા જ મોઢામાં પાણી આવી જશે અને બાળકો તો ખુશી ખુશી ખાઈ લેશે. તો જો તમે હજી પણ મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરો.

સામગ્રી

  • અડદની દાળ
  • ઝીણી સમારેલી ડુંગળી
  • મીઠા લીમડાના પાન
  • લીલા મરચાં
  • આદુનો ટુકડો
  • મરી

રીત-

1- સૌથી પહેલા અડદની દાળને ચારથી પાંચ કલાક પલાળી રાખી શું. આપણે અહીંયા બે વાડકી અડદની દાળ લઈશું. હવે આપણે દાળને ક્રશ કરી લઈશું.હવે બિલકુલ પાણી વગર દાળ લેવાની છે.જો પાણી નો ભાગ હસે તો મેંદુ વડા નું ખીરુ ઢીલું થઇ જશે.

2- જો જરૂર પડે તો બે કે ત્રણ ચમચી પાણી એડ કરી શકો છો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એક કપ નાખી શું.હવે ઝીણા સમારેલા લીલાં મરચાં અડધી વાડકી નાખીશું.હવે લીમડા ના પાન ને પીસ કરી ને એડ કરીશું.હવે આખી કાળી મરી છ થી સાત નાખીશું.

3- હવે તમે આદુ નો ટુકડા કરી ને નાખી શકો છો.જો એ ના ફાવે તો છીણીને નાખી શકો છો.ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. આમા ઈનો કે સોડા કઈ પણ એડ કરવાનું નથી.બસ તેને મિક્સ કરી સરસ હાથ થી મસળી લેવાનું છે.હવે સરસ મિક્સ થઈ ગયું છે.અને હલકું પણ પડી ગયું છે.હવે મેંદુ વડા તળી લઈશું.

4- સૌથી પહેલા આપણે હાથ પર પાણી લગાવી લઈશું. ત્યારબાદ થોડું ખીરું લેવાનું. અને હાથ પર મૂકી આંગળી પાણીવાળી કરીને વચ્ચે હોલ કરવાનો છે.અને બધી બાજુ સરખું જાડુ હોય તે જોઈ લેવાનું.હવે તેને બીજા હાથ માં લઈશું.જો પાણી વારો હાથ હસે તો ચોંટશે નહીં.

5- હવે તેને ધીમે થી મૂકી દઈશું. મુકતી વખતે ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને બે મિનિટ ટચ નથી કરવાનું.ધીમા તાપે કરવાનું છે નહી તો અંદર કાચું રહેશે. હવે તેને પલટાવી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. તો તેને ટિસ્યુ પેપર પર કાઢી લઈશું. હવે તેવી જ રીતે બીજા બધા મેંદુ વડા બનાવી દઈશું.

6- હવે આપણા મેંદુ વડા તૈયાર થઈ ગયા છે. આ હોલ પણ ઈમ્પોર્ટન્ટ છે. જો હોલ નહી હોય તો કાચું રહી જશે. હવે તેને સર્વે કરીશું. તો તમે જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *