કુંભણ ગામના ફેમસ કુંભણીયા ભજીયા બનાવવાની સરળ રીત – Kumbhaniya Bhajiya

આજે આપણે કુંભણ ગામના ફેમસ કુંભણીયા ભજીયા બનાવવા ની સરળ રીત જોઈશું. જેને લીલા ધાણાથી લીલા લસણ થી અને લીલી મેથી થી બનાવીશું. અને એકદમ નાના નાના અને ક્રિસ્પી અને ખાવામાં એકદમ સ્પાઇસી અને ટેસ્ટી બને છે. તેની પરફેક્ટ રીત જોઈશું.

સામગ્રી

  • લીલા ધાણા
  • લીલું લસણ
  • લીલી મેથી
  • આદુ
  • લીલા મરચાની પેસ્ટ
  • હળદર
  • મીઠું
  • બેસન
  • લીંબુનો રસ

રીત-

1- સૌથી પહેલા આપણે ધાણા ને ધોઈ કોરા કરી લેવાના છે. અને તેને એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું. હવે તેનું માપ લઈશું. અડધો કપ લીલા ધાણા આપણે અડધો-અડધો બે કપ લઈશું.એટલે ટોટલ એક કપ ઝીણા સમારેલા ધાણા એક બાઉલમાં લઈ લઈશું.હવે તેને સાઈડ માં મૂકી દઈશું.

2- હવે આપણે લસણ ને પણ ઝીણું ઝીણું સમારી લઈશું.જેટલા ધાણા લીધા છે તેનાથી અડધું આપણે લસણ લઈશું. હવે આપણે તેનું માપ લઈ લઈશું.અડધો કપ આપણે લસણ લઈશું તે પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ ઝીણી સમારેલી મેથી કોરી કરી લીધેલી છે તે અડધો કપ મેથી લઈશું. જેટલું લસણ એટલી જ મેથી લઈશું.

3- હવે તેમાં મસાલા કરી લઈશું. સૌથી પહેલા તેમાં મીઠું નાખીશું. ત્યારબાદ થોડી હળદર નાખી શું. અને તીખાશ માટે મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખીશું. ત્યારબાદ ૧ નાનો ટુકડો આદુ નો નાખીશું. જેને છીણી થી છીણી લઈશું. ત્યારબાદ ખટાશ માટે ૧ લીંબુનો રસ એડ કરીશું.

4- હવે બધું જ હાથથી મિક્સ કરી લઈશું. મીઠાના કારણે તરત જ તેનું પાણી છૂટવા મળશે.હવે એક કપ બેસન એડ કરીશું.હવે તેને હાથ થી મિક્સ કરતા જઈશું. થોડું થોડું બેસન નાખતા જવાનું છે.અને તેને મસળી ને બધું સરસ મિક્સ કરવાનું છે.

5- આ કુંભણીયા ભજીયા બહુ ઝડપથી બની જતા હોય છે. હવે આપણો મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ભજીયા બનાવવાના હોય ત્યારે થોડું મિશ્રણ લઈ લેવાનું. તેમાંથી બે ભાગ કરી લેવાના અને એક ભાગ લઈશું. અને તેમાં એક ચમચી જેટલું પાણી નાખ્યું મિક્સ કરી લઈશું. અમારે ભજીયા મોટા મોટા નથી પાડવાના.

6- હવે ભજીયા ને ફ્રાય કરવા માટે મીડીયમ ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દઈશું. અને તેમાં નાના નાના ભજીયા મૂકી દઈશું. કુંભણીયા ભજીયા આવી રીતે ડબકા મૂકવામાં આવે છે. અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. આપણે કોઈપણ ખારા નો ઉપયોગ કર્યો નથી. એટલે કે એકદમ ક્રિસ્પી બનતા હોય છે. ઉપરથી સરસ ગોલ્ડન કલર આવી જાય અને ભજીયા તમારા ખખડવા લાગે ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું.

7- આ ભજીયાને તમે ગરમાગરમ ખાવો તો લસણનો મેથીનો ટેસ્ટ આવે છે. કારણ કે તેની અંદર લસણ બહુ ઓછું છે.હવે ભજીયા સરસ ફ્રાય થઈ ગયા છે.અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. આ ભજીયાને તમે ગરમાગરમ ચા સાથે, ચટણી સાથે પણ ખાઈ શકો છો.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *