સ્વાસ્થ્ય માટે ગુણકારી અને જીભ માટે સ્વાદિષ્ટ એવું સોયાબીનની વડીનું શાક ચોક્કસ ટ્રાઈ કરો

સોયાબીનની વડીનું ચટાકેદાર શાક

સોયાબીન એ આપણી હેલ્થ માટે ખુબ જ ઉપયોગી કઠોળ છે. દૂધની અવેજમાં તમે સોયાબીનનું દૂધ વાપરી શકો છો તેમજ પનીરની અવેજમા તમે તોફુ પણ વાપરી શકો છો. ઘણી બીમારીઓમાં ડેરી પ્રોડક્ટ લેવાની મનાઈ હોય છે ત્યારે દર્દીને સોયાબીનની બનાવટો આપવામાં આવે છે.

તો આજે ક્રીતીકાબેન તમારા માટે લાવ્યા છે અત્યંત સ્વાદીષ્ટ સોયાબીનની વડીનું શાક.

સોયાબીનની વડીનું શાક બનાવવાની સામગ્રી

1 કપ સોયાબીનની વડી

2 મોટી ડુંગળીની પેસ્ટ

1 નંગ મોટા ટામેટાની પ્યુરી

2 ચમચી આદુલસણ મરચાની પેસ્ટ

જરૂર પ્રમાણે કોથમીર

2 ચમચી લાલ મરચુ પાઉડર

1 ધાણા જીરુ પાઉડર

½ ચમચી હળદર

½ ચમચી જીરુ

½ ચમચી ગરમ મસાલો

2-3 નંગ

2-3 મેરી

એક સુકુ મરચુ

તજ પત્તા

તજના ટુકડા

સોયાબીનની વડીનું શાક બનાવવાની રીત

સૌ પ્રથમ વડીને બાફવા માટે એક તપેલી કે વાસણમાં બે ગ્લાસ પાણી એડ કરી તેને ગેસ પર ઉકળવા મુકી દેવું.

પાણી ઉકલી ગયા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને તેમાં એક કપ સોયાબીનની વડી એડ કરવી. ગેસની ફ્લેમ મીડીમય રાખવી. એક બે ઉભરા આવવા દેવા. ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો.
હવે તેને તેમ જ 5-10 મીનીટ માટે રાખવું.

હવે વડીને પાણીમાંથી કાઢીને એક બોલમાં લઈ લેવી. હવે તેને નીચોવીને તેમાંથી વધારાનું પાણી કાઢી લેવું. અને બધી વડી બીજા બોલમાં લઈ બાજુ પર મુકી દેવી.

હવે વધાર કરવા માટે એક પેન લેવું. તેમાં 2 મોટી ચમચી તેલ એડ કરવું.

તેલ ગરમ થા બાદ તેમાં જીરુ એડ કરવુ.

જીરુ થોડું તતડી જાય એટલે તેમાં બધા ખડા મસાલા એડ કરી લેવા. તેને પણ થોડા તતડાઈ લેવા.

હવે તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરી લેવી. ડુંગળીની પેસ્ટને બરાબર સાંતળવી.

ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં આદુમરચાની પેસ્ટ એડ કરી લેવી. હવે બરાબર હલાવી લેવું.

હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરવી અને તેને બરાબર મીક્સ કરી લેવું.

હવે તેમાં લાલ મરચુ પાઉડર, ધાણા જીરુ, હળદર, ગરમ મસાલો એડ કરવા અને બધું વ્યવસ્થીત હલાવી લેવું.

તેલ છુટ્ટુ ન થાય ત્યાં સુધી તેને બરાબર ચડવા દેવું. તેલ છુટ્ટુ પડવા લાગે એટલે તેમાં થોડું પાણી એડ કરવું. અને ફરી તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી તેને ચડવા દેવું.

થોડીવાર બાદ તમે જોશો કે તેલ છુટ્ટુ પડવા લાગ્યું હશે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠુ એડ કરવું. અને હલાવી લેવું.

હવે તેમાં સોયાબીનની વડી એડ કરી લેવી.

તેને બરાબર મીક્સ કરી લેવી. ગેસની ફ્લેમ મીડીયમ રાખવી.

વડી બરાબર મીક્સ કરી લીધા બાદ તેમાં એક કપ જેટલુ પાણી એડ કરવું.

પાણી તમારે કેટલી પાતળી કે કેટલી જાડી ગ્રેવી જોઈએ છે તે પ્રમાણે એડ કરી શકો છો.

પાણી એડ કર્યા બાદ તેને 5-6 મીનીટ ચડવા દેવું. થોડી વાર બાદ તેલ છુટ્ટુ પડી ગયું હશે. હવે સોયાબીનનું શાક તૈયાર છે.

છેલ્લે તેમાં કોથમીર એડ કરીને મીક્સ કરી લેવું.

તો તૈયાર છે સોયાબીનની વડીનું શાક. આ શાક તમે રોટલી તેમજ ભાત સાથે ખાઈ શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

સોયાબીનની વડીનું શાક બનાવવા માટેની સ્ટેપ બાય સ્ટેપ વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *