બહાર જેવું પનીર લબાબદાર કેવી રીતે બનાવશો?/Panner Lababdar Restaurant Style/Paneer Sabji/

આજે આપણે બહાર જેવું પનીર લબાબદાર કેવી રીતે બને તે જોઈશું. તમારા રેગ્યુલર મસાલા માંથી ટેસ્ટી એવું બની ને રેડી થશે.તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • જીરું
  • ઘી
  • તેલ
  • ઈલાયચી
  • લવિંગ
  • તજ
  • મરી
  • આદુ
  • પનીર
  • લસણ
  • લીલા મરચાં
  • ફ્રેશ ક્રીમ
  • ડુંગળી
  • કાશ્મીરી લાલ મરચું
  • ટામેટા
  • ધાણાજીરું પાવડર
  • કસ્તુરી મેથી
  • મીઠું
  • હળદર
  • મગજતરી ના બી

રીત

1- સૌથી પહેલા ત્રણ ચમચી તેલ અને એક ચમચી ઘી ગરમ કરીશું.તમે બટર પણ લઈ શકો છો.ત્યારબાદ અડધી ચમચી જીરૂ એડ કરીશું ત્યારબાદ એક આદુ નો ટુકડો એડ કરીશું.ત્યારબાદ બે થી ત્રણ લીલા મરચા એડ કરીશું.

2- હવે બે તજ ના ટુકડા એડ કરીશું. ત્યારબાદ બે થી ત્રણ લવિંગ એડ કરીશું.ત્યારબાદ બે ઈલાયચી એડ કરીશું.અને છ થી સાત કાળા મરી એડ કરીશું.ત્યારબાદ બાર લસણ ની કડી એડ કરીશું.

3- હવે એક મિનિટ માટે બધી વસ્તુ ને સાંતળી લેવાની છે.ત્યારબાદ છ થી સાત સ્લાઈસ કરેલી ડુંગળી એડ કરીશું. અને ડુંગળી ને ધીમા ગેસ પર બે કે ત્રણ મિનિટ માટે સાંતળો.ત્યારબાદ છ થી સાત ટામેટા ના ટુકડા એડ કરીશું.

4- હવે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર નાખી ને મિક્સ કરી લઈશું. હવે ઢાંકી ને છ થી સાત મિનિટ માટે કુક કરી લઈશું.હવે છ મિનિટ થઈ ગઈ છે હવે તેમાં પલાળેલા મગજ તરી ના બી નાખીશું.

5-હવે ગેસ બંધ કરી આ બધું વસ્તુ ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવી લેવાની છે હવે બે ચમચી ઘી અને બે ચમચી તેલ ગરમ કરવા મૂકો હવે ગરમ થાય એટલે જે પેસ્ટ રેડી કરી છે તે એડ કરી લઈશું.તેમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું.અને એક ચમચી કસ્તુરી મેથી હાથ થી ક્રશ કરી ને નાખીશું.

6- હવે તેમાં તમારા સ્વાદ મુજબ મીઠું નાખીશું ત્યારબાદ એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું. હવે બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઢાંકી ને પાચ મિનિટ માટે કુક કરી લઈશું.વચ્ચે એકવાર હલાવી લઈશું, હવે છ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે વિડિયો માં જોઈ શકો છો કે ગ્રેવી માંથી તેલ છૂટું પડવા લાગ્યું છે.

7- હવે તેમાં બે ચમચી ફ્રેશ ક્રીમ એડ કરીશું.હવે અડધો કપ જેટલું પનીર ને ખમણી લેવાનું છે બન્ને વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું.હવે તેમાં એક કપ પાણી એડ કરીશું.હવે હલાવી લઈશું હવે પનીર ના ક્યૂબ નાખીશું,તેને મિક્સ કરી લઈશું.હવે ફરી ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ ધીમા ગેસ પર રહેવા દઈશું.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું પનીર લબાબદાર બનીને તૈયાર થઈ ગયું છે.હવે તેને સર્વિંગ બાઉલ માં કાઢી લઈશું.આ સબ્જી ને પરાઠા,પુલાવ સાથે ખાઈ શકો છો.હવે તેને ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરી લઈશું.

9- તો તમે જોયું એકદમ સરળ રીતે રેગ્લુર ઘર ના જ મસાલા માંથી ટેસ્ટી એવું પનીર લબાબદાર.તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *