ચટપટી ચાઈનીઝ ભેળ બનાવો અને ખવડાવો ઘરના સૌને !!

ભેળપુરી અને ચાટ તો દરેક ને પસંદ હશે જ. જો કાઈક નવું ખાવાનું મન થાય તો ચટપટી ચાયનીઝ ભેળ.

આજે અમે તમને કેવી રીતે બનાવવાની એની સંપૂર્ણ રેસિપી જણાવીશું.

તળેલા  નૂડલ્સના  ઉપયોગથી બનાવવામાં આવતી આ સ્વાદિષ્ટ ચાઇનીઝ ભેળ ની રેસીપી નોંધી લેવાનું ભૂલતા નહી.

સામગ્રી

4 કપ તળેલા નૂડલ્સ,

૧ ચમચી તેલ,

2 ચમચી સમારેલું લસણ,

¼ કપ ઝીણી સમારેલી ડુંગળી,

½  કપ સમારેલા શિમલા મરચાં,

½  કપ લાંબા કાપેલ ગાજર,

½  કપ લાંબી સમારેલ કોબીજ,

¼ કપ સેજવાન સોસ,

¼  કપ ટોમેટો કેચપ,

મીંઠુ સ્વાદ અનુસાર

રીત

સૌ પ્રથમ એક મોટું નોન સ્ટિક પેન લો અને તેમાં તેલ નાખો. તેલ જેવુ ગરમ થાય કે તરત જ લસણ નાખી ને સાંતળો.

પછી એમાં ડુંગળી મરચાં, કોબીઝ, ગાજર, નાખી 1 મિનિટ માટે સાંતળો.

હવે એમાં કેચપ, સેઝવાન સોસ, નમક નાખો અને સારી રીતે હલાવી મિક્સ કરો.

પછી એક  વાસણમાં કાઢી લો.હવે એમાં તળેલા નૂડલ્સ એડ કરો ને હલાવો. પછી એમાં લીલી ને સફેદ ડુંગળીથી ડેકોરેટ કરી સર્વ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *