ચીકુ આઇસક્રીમ – બાળકો આઈસ્ક્રીમ ખાવાની જીદ્દ કરતા હશે તો તેમને ઘરે જ બનાવી આપો આ આઈસ્ક્રીમ..

સ્વાસ્થ્યવધૅક ચીકુ આઈસ્ક્રીમ –

 ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો અને ગુણકારી મિનરલ્સ જેવા કે આયનૅ, વિટામિન એ,સી અને બી-કોમ્પલેક્સ થી ભરપૂર એવો ચીકુ નો આઈસ્ક્રીમ જો ઘરે બેઠા જ મળી જાય તો કોને ન ગમે? અને એમાંય બાળકોને તો ખૂબ જ મજા પડી જાય. તેમાંય આજકાલના બાળકો જ નહીં પરંતુ મોટા વડિલો પણ આઈસ્ક્રીમ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો ચાલો વાંચક મિત્રો, આજે હું લઈને આવી છું સરળતાથી બની જાય એવી યૂનિક ચીકુ આઈસ્ક્રીમની રેસિપી.એ પહેલા વાત કરીએ ચીકુની આઈસ્ક્રીમથી થતા સ્વાસ્થ્ય ને ફાયદા. અને એમાંય ઘરની જ ચીજવસ્તુઓ અને તાજા ચીકુ માંથી જો સરળતાથી આઈસ્ક્રીમ મળી જતો હોય તો આવો ફાયદો ના છોડાય.

 ચીકુ

o – પોટેશિયમ,વિટામિન એ, સી, અને બી-કોમ્પલેક્સ. – જે ખૂબ જ એન્ટિઓક્સિડન્ટ પ્રકૃતિ ધરાવે છે. – ગભૅવતી મહિલા ઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

o દૂધ –

– વિટામીન બી-12, કેલ્સિયમ અને હાડકાં ને મજબૂત કરતું વિટામીન ડી.

 ગરમીમાં સ્ટોરમાં ખરીદેલી વસ્તુઓ ને બદલે બાળકો અને સ્વજનોને ઘરેલું બનાવેલી આઈસ્ક્રીમ સવૅ કરીએ તો આ એક સરસ વિચાર છે. આઈહોપ આપસૌને મારી આ હેલ્ધી રેસિપી ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ ચીકુ આઈસ્ક્રીમ.

સામગ્રી -:

500 મિલી. ફૂલ ફેટ દૂધ

1 ચમચી કોનૅફ્લોર

3 ચમચી ખાંડ

3 નંગ ચીકુ ખાંડ આપણા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકાય. તૈયારી :- ચીકુ ને ચોખ્ખા પાણી માં ધોઈને છાલ ઉતારી અને ઠળિયો કાઢી નાખવાનો છે અને એના કટકા કરીને મિક્સરમાં કે બ્લેન્ડરમાં ક્રશ કરી દેવાના છે.

રીત :-

સ્ટેપ 1 : એક નોનસ્ટિક કડાઈમાં 500 મિલિ દૂધ નાખીશું અને ગેસ ની ધીમી આંચ પર ઉકળવા મુકીશું.

સ્ટેપ 2 : તેમાં 1 ચમચી કોનૅફ્લોર ઉમેરીશું અને દૂધમાં કોનૅફ્લોર સરસ રીતે મિક્સ થઈ જાય અને દૂધ અડધું થઈ જાય તેમજ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે.

સ્ટેપ 3 : જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ નોનસ્ટિક પેન ની સાઈડ ની બાજુ પર દૂધની મલાઈ ચોંટશે એ આપણે દૂધમાં જ મિક્સ કરતાં જવાનું છે.

સ્ટેપ 4 : દૂધ ધટ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા જવાનું છે.

સ્ટેપ 5 : ગેસ બંધ કરીને દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા દઈશું.

સ્ટેપ 6 : દૂધ ઠંડું થઈ જાય ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ચીકુ ને દૂધમાં સારી રીતે મિક્સ કરી દઈશું.

સ્ટેપ 7 : હવે આ મિશ્રણને એરટાઈટ કંન્ટેઈનર માં 10 થી 12 કલાક જમાવવા માટે ફ્રીઝર માં મૂકીદો.

સ્ટેપ 8 : હવે આપણો ચીકુ આઈસ્ક્રીમ થઈ ગયો છે. આઈસ્ક્રીમને સવિઁગ બાઉલમાં કાઢીશું અને ઉપર ચીકુના નાના નાના પીસ કરીને આઈસ્ક્રીમ પર ગાનિઁશ કરીને સવૅ કરીશું. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ચીકુ નો આઈસ્ક્રીમ .

તમે આ આઈસ્ક્રીમ ને બપોરે ખાઈ શકો છો અથવા તો રાતના ભોજન પછી ડેઝર્ટ માં પણ સવૅ કરી શકો છો. તો આ આઈસ્ક્રીમ જરૂર થી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને બધી જ સામગ્રી ઘરમાંથી જ મળી જશે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો કસ્ટડૅ પાવડર વગરનો આ હેલ્ધી ચીકુ આઈસ્ક્રીમ.

 નોંધ :-

– આ આઈસ્ક્રીમ માં કોઈ પણ આટિઁફિશિયલ ફ્લેવર નો ઉપયોગ કરયો નથી. – તમે બધા જ દૂધમાં કોનૅફ્લોર ઉમેરો અથવા એક બાઉલમાં થોડું દૂધ લઈને એમાં એક ચમચી કોનૅફ્લોર ઉમેરી મિક્સ કરીને તેના મિશ્રણ ને દૂધમાં ઉમેરવું. – ચીકુ માં પહેલેથીજ સ્વીટનેસ હોય છે માટે આ આઈસ્ક્રીમ માં ખાંડ વધારે ઉમેરવાની નથી. – ઉકળેલા દૂધ ને ઠંડું કરવા ફ્રિજમાં મુકવાનું નથી. – આ આઈસ્ક્રીમ 5 થી 6 દિવસ સુધી બગડતો નથી.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *