નાના બાળકોની મનપસંદ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ બનાવવાની પરફેક્ટ રીત…

બાળકોને સ્કૂલો શરુ થઇ ગઈ છે પણ ઘણા બાળકોની સ્કૂલ નથી શરુ થઇ ત્યારે ઘરે જ રહીને બાળકો ભણી રહ્યા છે. તેમને આખો દિવસ કાંઈક ને કાંઈક ખાવા માટે જોઈએ જ એમાં પણ એકનાએક નાસ્તાથી તેઓ કંટાળી જતા હોય છે. તેમની અનેક ફરમાઈશ પણ આવતી હોય છે. તો આજે આપણે નાના બાળકોની મનપસંદ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવવાની પરફેક્ટ રીત જોઈશું.

સામગ્રી

  • બટર
  • મેંદો
  • ડુંગળી
  • લીલા મરચા
  • ચીઝ
  • કેપ્સિકમ
  • કોબીજ
  • મરી પાવડર
  • મીઠું

રીત-

1- સૌથી પહેલા એક પેન માં બટર લઈશું. આ એકદમ ચીઝી સેન્ડવીચ બનશે.અને આમાં તમે વ્હાઈટ સોસ ઉપયોગ કરીશું.જે ખાવાની ખૂબ મજા આવશે.હવે એક ચમચી મેંદો નાખીશું.હવે તેને બરાબર શેકી લઈશું.

2- આપણે મેંદો એકદમ સરસ શેકાવા દેવાનો છે.તે બળી ના જાય પણ સરસ શેકાય જાય.એક સુગંધ આવશે અને બ્રાઉન થશે.ત્યાં સુધી તેને શેકી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે કલર બદલાય ગયો છે. આ સ્ટેજ પર દૂધ નાખવાનું છે.

3- હવે તેમાં ધીરે ધીરે એડ કરતા જઈશું.આના થી તે ક્રીમી બનશે.તેને સતત હલાવતા જવાનું છે.તેમાં ગાઠીયા ના પડે તેનું ધ્યાન રાખવાનું છે.હવે તેને થોડું ઘટ્ટ થવા દઈશું. હવે તેમાં અડધી ચમચી મરી પાવડર એડ કરીશું.અને મીઠું સ્વાદ મુજબ એડ કરીશું.

4- હવે આપણે એક ચીઝ ક્યૂબ છે તેને તોડી ને એડ કરીશું.તે ઓગળે નહી ત્યાં સુધી તેને ફેરવતા જવાનું છે.હવે આ હતું આપણું સેન્ડવીચ નું બેઝ. હવે આપણે તેમાં એડ કરવા ના છે.બધા વેજીટેબલ.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચીઝી સોસ તૈયાર થઈ ગયો છે.હવે તેમાં બધા વેજીટેબલ એડ કરીશું.

5- હવે તેમાં મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું.હવે તેમાં કેપ્સિકમ એડ કરીશું.હવે તેમાં લીલા મરચાં ઝીણાં સમારી ને એડ કરીશું.હવે એક કપ કોબીજ નાખીશું.હવે તેને મિક્સ કરી લઈશું. આમાં તમે ચાહો તો ગાજર પણ નાખી શકો છો.તે પણ સારું લાગે. હવે ગેસ બંધ કરી દઈશું.

6- હવે સેન્ડવીચ બનાવીશું. સૌથી પહેલા આપણે બટર લગાવીશું.તેના પર ચીઝી મિક્સર તૈયાર કર્યું હતું.તે લગાવી લઈશું.હવે તેના પર સ્પ્રેડ કરીશું.હવે બીજી સ્લાઈસ પર બટર લગાવી લઈશું.હવે તેને બંધ કરી દઈશું.હવે તેને તમે ગ્રીલ કરી શકો છો.અથવા તમે તેને શેકી લો.

7- હવે આપણે તેને શેકી લઈશું.થોડું બટર લગાવી ને શેકી લઈશું.હવે ક્રિસ્પી લેયર થઈ ગયું છે.હવે આ તૈયાર થઈ ગઈ છે.હવે તેને સર્વે કરીશું.તો તમે જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *