છાસનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો – શીખો એકદમ સરળ રીતે સુરભી વસા પાસેથી…

આજે આપણે છાસ નો મસાલો ઘરે કેવી રીતે બનાવવો તે જોઈશું. હમેશા આપણે છાસ નો મસાલો બહાર થી જ લાવતા હોઈએ છીએ.અને એવું થાય કે બહાર થી મસાલો લાવીએ તેમાં ઘણી વખત લીંબુ ના ફૂલ આવતા હોય છે.એટલે બહાર થી નઈ પણ ઘરે જ છાસ નો મસાલો બનાવો જોઈએ.અને આ છાસ નો મસાલો ઘરે એટલો ઇઝીલિ બને છે ને એક વખત જોશો ને તો આ બધી વસ્તુ મારા ઘર માં હાજર જ છે અને હું ફટાફટ બનાવી લવ.તો ચાલો શરૂ કરીશું.

સામગ્રી

  • જીરું
  • દહીં
  • સંચળ પાવડર
  • હિંગ
  • સૂંઠ પાવડર
  • ડ્રાય ફુદીના પાવડર
  • ફુદીનો
  • કાકડી
  • આમચૂર પાવડર
  • આખા ધાણા
  • મરી
  • મીઠું

રીત

1- સૌથી પહેલા મેન સામગ્રી જીરું છે.તો અડધો કપ જીરું લઈશું.અને તેની સામે ૧/૪કપ આખા ધાણા લઈશું.આ બન્ને ને શેકી લેવાના છે.જો તમારી પાસે જીરું પાવડર હોય તો તે પણ યુઝ કરી શકો છો.

2- હવે તેની સાથે એક ચમચી મરી પણ ઉમેરી શું.જેથી તે પણ શેકાય જાય.હવે એક પ્લેટ માં લઈ લઈશું.જેથી ઠંડુ થઈ જાય.હવે ઠંડુ થઈ ગયું છે.

3- હવે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે બાકી ના મસાલા ઉમેરી શું.તેમાં ૧/૪ ચમચી હીંગ ઉમેરી શું.ત્યારબાદ ૧/૪કપ આમચૂર પાઉડર નાખીશું.

4- હવે તેમાં ૧/૪કપ સંચળ પાવડર નાખીશું.ત્યારબાદ ૧/૪કપ મીઠું નાખીશું.ત્યારબાદ એક ટેબલ સ્પૂન ડ્રાય ફુદીના પાવડર નાખીશું.હવે તેની સાથે બે ટેબલ સ્પૂન સૂંઠ પાવડર નાખીશું.

5- હવે આ મિશ્રણને ક્રશ કરી લઈશું.હવે છાસ મસાલો તૈયાર છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે.બહાર મળે તેવો જ કલર આવ્યો છે.હવે આ છાસ મસાલો તમે ઘરે ચોક્ક્સ થી બનાવજો.

6- હવે આપણે છાસ બનાવી લઈશું.હવે એક ટેબલ સ્પૂન ફુદીનો લઈશું.તેની સાથે એક કાકડી લઈશું.ત્યારબાદ એક કપ દહીં લઈશું.હવે એક ચમચી છાસ મસાલો નાખીશું.હવે તેને ક્રશ કરી લઈશું.

7- હવે છાસ તૈયાર થઈ ગઈ છે.એકદમ સરસ છાસ નો મસાલો તૈયાર થઈ ગયો.અને તેમાં થી મસાલા છાસ પણ તૈયાર થઈ ગઈ.આ મસાલો જ્યારે તમને પેટ માં દુઃખ તું હોય એટલે કે ગેસ કે કબજિયાત કે અપચો જો આ તકલીફ થતી હોય ત્યારે પણ આ મસાલો છાસ માં ઉમેરી ને પીસો ને તો આ તકલીફ દૂર થઈ જશે.તો ચોક્કસ થી આ છાસ નો મસાલો ઘરે જ બનાવજો.આ જ રીતે બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *