ઢાબા સ્ટાઇલ પાલક પનીર સબ્જી બનાવવાની સરળ રીત – Dhaba Style Palak Paneer Sabji Made By Surbhi Vasa

આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઈલ પાલક સબ્જી બનાવવાની સરળ રીત જોઈશું.જ્યારે આપણે પાલક પનીર સબ્જી આપણે ઘરે બનાવતા હોય ત્યારે શું પ્રોબ્લેમ થાય કે એકદમ ગ્રીન થઈ જાય.તેનો કલર ઢાબા જેવો નથી આવતો હોતો.


સામગ્રી

  • ટામેટા
  • કિચનકિગ મસાલો
  • મીઠું
  • મલાઈ
  • પનીર
  • તેલ
  • ઘી
  • પાલક
  • જીરું
  • તમાલપત્ર
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું
  • દહી

રીત

1- સૌથી પહેલાં પાલક ની પ્યુરી બનાવી લઈશું.તો પાલક ને પેહલા બાફી લેવાની.ત્યારબાદ પાલક ને ભ્લેન્ડર થી ક્રશ કરી લઈશું.અને તેમાં મીઠું અને ખાંડ ઉમેરી દઈશું. જેથી તેની કલર સરસ આવે.હવે વઘાર કરી લઈશું.હવે આપણે એક ચમચી તેલ લઈશું.અને એક ચમચી ઘી લઈશું.

2- હવે તેમાં અડધી ચમચી જીરુ નાખીશું.ત્યારબાદ બે તમાલપત્ર અને થોડું આદુ ને છીણી લઈશું.હવે તેમાં બે ટામેટાં ને છીણી લીધા છે.તે એડ કરીશું.ટામેટા ની કચાસ દૂર થાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું.

3- હવે તેમાં થોડું મીઠું નાખીશું.હવે તેલ છુટુ પડી ગયું છે.ત્યારબાદ બે ચમચી કીચનકિંગ મસાલો નાખીશું.ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ પા ચમચી હળદર નાખીશું.


4- હવે તેમાં બે ચમચી ધાણજીરૂ નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું.હવે આપણે જે પાલક ની પ્યુરી બનાવી હતી તે એડ કરીશું.હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.હવે આ મિશ્રણને ને ચાર મિનિટ માટે ઢાકી ને કુક કરી લઈશું.આને ધીમા તાપે થવા દઈશું.

5- હવે આપણે પનીર ઉપર પણ એક પ્રોસેસ કરી લઈશું.હવે એક અડધી ચમચી કિચનકીંગ મસાલો લઈશું.ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ અડધી ચમચી ધાણજીરૂ લઈશું.હવે તેમાં થોડું પાણી ઉમેરી લઈશું.

6- હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે વઘાર કરીશું.એક ચમચી તેલ લઈશું.ત્યારબાદ પા ચમચી જીરૂ લઈશું.ત્યારબાદ એક ચમચી મલાઈ ઉમેરી શું.હવે તેની સાથે બનાવેલી પેસ્ટ ઉમેરી દઈશું.હવે તેમાં પનીર ના ટુકડા નાખીશું.હવે પનીર નો કલર સરસ આવી ગયો છે.હવે તેને સાઈડ માં મૂકી દઈશું.હવે શાક માંથી તેલ અને ઘી છૂટું પડી ગયું છે.

7- હવે તમાલપત્ર ને બહાર કાઢી લઈશું.હવે તેમાં બે ચમચી મોડુ દહી ઉમેરી શું.અને એક ચમચી મલાઈ ઉમેરી શું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં પનીર ઉમેરી લઈશું.ત્યારબાદ ચપટી ખાંડ ઉમેરી શું.હવે તેમાં થોડું પનીર છીણી લઈશું.હવે હલાવી લઈશું.

8- હવે આપણે સર્વે કરીશું.ગરમા ગરમ પનીર ઢાબા સ્ટાઇલ તૈયાર થઈ ગયું છે.તો તમે પણ ચોક્ક્સ થી બનાવજો અને ખાજો.તેને કુલચા સાથે પણ ખાઈ શકો છો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *