લોટ બાંધ્યા વગર રોટલી ને વણ્યા વગર ચિલ્લી ગાર્લિક પરાઠા…

આજે આપણે જોઇશું લોટ બાંધ્યા વગર રોટલી ને વણ્યા વગર ચિલ્લી ગાર્લિક પરાઠા બનાવવાની રીત જોઈશું. આ પરાઠા બન્યા પછી એકદમ સોફ્ટ લાગે છે. અને એકદમ ટેસ્ટી લાગે છે.તમને એમ થશે કે લોટ ને બાંધ્યા વગર અને પરોઠાને વણ્યા વગર આટલા સરસ પરોઠા કઈ રીતે બની શકે.તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. એકદમ ઝડપ થી બની જતા ચિલ્લી ગાર્લિક પરાઠા.લોટ ને બાંધ્યા વગર, મસળ્યા વગર ખીરું બનાવી ને આજે આપણે ચીલ્લી ગાર્લિક પરાઠા બનાવીશું.ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે.

સામગ્રી

  • ઘઉંનો ઝીણો લોટ
  • મેંદો
  • મીઠું
  • ચીલી ફ્લેક્સ
  • લસણ ની પેસ્ટ
  • કોથમીર
  • ઘી

રીત

1- હવે આપણે ખીરું બનાવી લઈશું. હવે ખીરું બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું. હવે અડધો કપ ઘઉંનો લોટ લઈશું. ખાલી ઘઉંના લોટના પણ બનાવી શકો છો.હવે અડધો કપ મેંદો લઈશું. મેંદો નાખવાથી તેનો કલર સારો આવે છે.

2- હવે એક મોટી ચમચી કચરેલું લસણ લઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કિપ કરી શકો છો. હવે તેમાં એક ચમચી કોથમીર નાખીશું. હવે અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.

3- હવે બધી જ સામગ્રી ને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે હુંફાળું પાણી લઈશું. પાણી આપણે એકદમ વધારે નથી નાખી દેવાનું. થોડું થોડું પાણી નાખતા જઈશું. અને મિક્સ કરતા જઈશું. એકદમ ગાઠા વગર નું આપણે ખીરું તૈયાર કરીશું.

4- જો તમે વધારે પાણી નાખી દેશો તો ગાઠા પડી જશે. અને મિક્સ કરવામાં ખૂબ જ સમય લાગે છે. તો હમેશા ધ્યાન રાખવાનું કે પાણી ને આપણે થોડું થોડું નાખવાનું.હવે આપણે વિશ્કર થી મિક્સ કરી લઈશું. વચ્ચે જરૂર પડશે તો પાણી નાખતા જઈશું. હવે આપણું ખીરું સરસ થઈ ગયું છે. હવે તેને એક મિનિટ માટે ફેટી લઈશું. હવે આપણે એક મોટી ચમચી ઘી નાખીશું.

5- તમે ઘી ની જગ્યાએ બટર પણ લઈ શકો છો. હવે તેને એક મિનિટ માટે સરસ ફેટી લઈશું. જેથી આપણા પરાઠા એકદમ સોફ્ટ અને એકદમ પોચા બને.હવે આપણું ખીરું એકદમ બની ને તૈયાર થઈ ગયું છે. ખીરું એકદમ ઘટ્ટ બનવું જોઈએ જે તમે વીડિયોમાં જોઈ શકો છો.આટલા ખીરા માં લગભગ પોણા બે કપ જેટલું પાણી ગયું છે.

6- હવે આપણે પરોઠા બનાવવાની શરૂઆત કરી લઈશું. હવે પરોઠા બનાવવા માટે નોનસ્ટિક ની પેન ગરમ કરવા મૂકી દીધી છે.હવે તેમાં થોડું ઘી નાખીશું. અને થોડું પાણી થી સ્પ્રિગલ કરી લઈશું.હવે ટિસ્યુ પેપર થી સાફ કરી લઈશું. જેથી પરાઠા એકદમ ઈઝીલી ઉખડી જાય. આ પરોઠા તમે નોનસ્ટિક માં બનાવશો તો સારા થશે. હવે તેમાં બે ચમચી જેટલું ખીરું નાખીશું.

7- હવે આને તમારે એકદમ હલકા હાથે ફેરવવાનું છે.અને થોડું જાડું રાખવાનું છે. અને ધીમા ગેસ પર બધું જ કુક કરી લેવાનું છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો પરોઠો બધી બાજુ થી કુક થવા લાગ્યો છે. અને બધું લીક્વીડ સુકાવા લાગ્યું છે. હવે તેને પલટાવી લઈશું. હવે તેને થોડું થોડું પ્રેસ કરી ને કુક કરી લઈશું.

8- હવે તેના પર થોડું ઘી અથવા તેલ લગાવી લઈશું.હવે તેને પ્રેસ કરતા જવાનું અને કુક કરી લઈશું. હવે તેને પલટાવી લઈશું. અને બીજી સાઈડ પર પણ ઘી લગાવી લઈશું. હવે તેને ધીરે ધીરે પ્રેસ કરતા જઈશું.જેમ જેમ તમે પ્રેસ કરતા જશો. તેમ તેમ તમારો પરોઠો ફુલ તો જશે.

9- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ ને બાંધ્યા વગર જ પરોઠો એકદમ સરસ બની ગયો છે. હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું. એકદમ સરસ અને એકદમ સોફ્ટ પરોઠો બન્યો છે. હવે બીજો પણ એજ રીતે બનાવી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ ને બાંધવાની ઝંઝટ વગર અને વણવાની ઝંઝટ વગર આપણે ચિલ્લી ગાર્લિક પરોઠા રેડી થઈ ગયા છે.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *