કાચી કેરીનું વઘાર્યું – ૧૫ મિનિટમાં બનાવી ને ૧૨ મહીના સ્ટોર કરાય એવું સ્વાદિષ્ટ અથાણું બટાક્યુ

આજે આપણે બનાવીશું કાચી કેરી નું વઘાર્યું.જે ૧૫ જ મિનિટ માં બનાવી ને ૧૨ મહિના સુધી સ્ટોર કરાય એવું સ્વાદિષ્ટ અથાણું.ઉનાળો આવે એટલે આપણને કેરી યાદ આવે.અને કેરી યાદ આવે એટલે તેના અથાણા યાદ આવે. બાર મહિના ના સુધી એવું ને એવું રહેતું ખૂબ જ સરળ તાથી બની જતું એવું આ કાચી કેરી નું વઘાર્યું જેને ઘણા લોકો બટાક્યું પણ કહે છે.એ ખૂબ જ સહેલી રીત થી બને છે અને બહુ ફટાફટ બની જાય છે. અને ફ્રીઝ ની બહાર બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને તેનો રંગ અને ટેસ્ટ સેજ પણ બદલાતા નથી. તો ચાલો શરૂ કરીએ.

સામગ્રી

  • કાચી કેરી
  • સરસિયાનું તેલ
  • દેશી ગોળ
  • લાલ મરચું
  • ધાણાજીરું પાવડર
  • હીંગ
  • હળદર
  • રાય
  • જીરું
  • તજ
  • લવીંગ

રીત

1- સૌથી પહેલાં બે ચમચી તેલ લઈશું. આપણે અહીંયા સરસીયા નું તેલ લીધું છે.હવે તેની અંદર એક ચમચી રાય નાખીશું. અને એક ચમચી જીરૂ નાખીશું. હવે તેની અંદર ચાર લવિંગ એડ કરીશું. અને એક તજ નો ટુકડો એડ કરીશું. આની અંદર તમે સૂકા લાલ મરચા નો પણ ઉપયોગ કરી શકો છો.

2- હવે તેમાં બે તમાલપત્ર ઉમેરી દઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલી હીંગ ઉમેરી શું. હવે કેરી ને મોટા મોટા કટ આપી દીધા છે. હવે તેને એડ કરી લઈશું.હવે તેને હલાવી લઈશું. હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. અથાણા માં મીઠું આગળ પડતું હોય છે. હવે તેને હલાવી લઈશું.અને ગેસ ધીમો જ રાખીશું.

3- હવે તેને ઢાકી ને ચડવા માટે મૂકી દઈશું.જ્યાં સુધી કેરી પોચી ના થાય ત્યાં સુધી કુક કરી લઈશું. હવે વચ્ચે ઢાંકણ ખોલી ને હલાવી લઈશું. અને ચેક કરી લઈશું.અને જો કેરી પોચી ના થઈ હોય તો તેને ફરી ઢાંકીને રહેવા દઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે હજુ પૂરી રીતે તે પોચી નથી થઈ તે જ સમયે ગોળ ઉમેરવાનો સાચો સમય છે.

4- હવે આપણે ગોળ ઉમેરી શું.જેટલું વજન કેરી નું હોય તેટલો ગોળ ઉમેરી શું. જો ૫૦૦ગ્રામ કેરી હોય તો ૫૦૦ ગ્રામ ગોળ ઉમેરી શું.એટલે કે કેરીના વજન જેટલો નહી પણ કેરી ના કટકા ના વજન જેટલો.કારણકે તેની છાલ અને ગોટલા કાઢી નાખીશું. જો તમારે તાજુ ખાવું હોય તો તેમાં ઓછો ગોળ ઉમેરી શકો છો. આપણે આમાં પાણી નથી ઉમેરવાના. આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.

5- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો ગોળ ઓગળી ગયો છે. આપણે અહીંયા દેશી ગોળ લીધો છે એટલે આપણું વઘાર્યું બ્રાઉન કલર નું થશે. હવે તેને આ રીતે ઉકળવા દઈશું. જ્યાં સુધી તેની અંદર એક તાર ની ચાસણી ના થાય. તે થતા વાર નઈ લાગે પાચ મિનિટ ની અંદર જ આની એક તાર ની ચાસણી બની જાય છે. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું.

6- આ અથાણું બહુ ટેસ્ટી લાગે છે. જે પેલી વાર અથાણું બનાવતું હસે એ પણ બહુ આરામ થી બનાવી શકશે. આમાં બગડવાની કોઈ ચિંતા નથી. ખાલી એક વસ્તુ ને ધ્યાન રાખવાનું કે ક્યાંય પાણી અડારવા નું નથી.બને ત્યાં સુધી કેરી કોરી કરી ને લેવાની છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બહુ સરસ ઉકળી રહ્યું છે. હવે ચાસણી ને ચેક કરી લઈશું.

7- હવે એક ચમચી થી ચાસણી ને કાઢી લઈશું.અને સેજ ઠંડી થાય એટલે ચેક કરી લઈશું. કે એક તાર થયો કે નઈ. અને તેના પછી જ આપણે બંધ કરીશું. ગેસ ને હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચાસણી ઠંડી થઇ ગઇ છે. હવે એક તાર થાય છે.આપણે આંગળી થી ચાસણી ને ખેંચીએ છે તો આખો એક તાર થાય છે. તો હવે ચાસણી થઈ ગઈ છે.હવે વઘાર્યું બની ગયું છે. હજુ મરચું ઉમેરવાનું બાકી છે.

8- હવે ચાસણી ઠંડી થયા પછી મરચું ઉમેરીશુ. નઈ તો આ સાવ કાળુ પડી જશે. આમાં આપણે દેશી ગોળ નાખ્યો છે એટલે તેનો કલર કાળો જ રહેશે. પણ આ ખૂબ જ હેલ્ધી અને બહુ ટેસ્ટી બને છે.હવે આપણે ગેસ બંધ કરી લઈશું. અને બીજા મસાલા એડ કરીશું એટલે રસો જાડો થશે.હવે વઘાર્યુ નવશેકું ઠંડુ થઈ ગયું છે. હવે તેની અંદર બે ચમચી ધાણજીરૂ પાવડર નાખીશું.

9- હવે બે ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મસાલા ઉમેરતા અને સેજ ઠંડુ પડતા આનો રસો છે તે બહુ સરસ જાડો થઈ જસે.

10- હવે આપણું વઘાર્યું તૈયાર થઈ ગયું છે. એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *