મિક્સ ફ્રૂટ રાયતું – ઉનાળામાં મળતા ફ્રેશ ફ્રૂટથી બનાવો આ યમ્મી રાયતું, ભોજનમાં લાગશે ચાર ચાંદ…

ઉનાળામાં અનેક રસાદાર ફ્રૂટ મળતા હોય છે અને શરીરમાં પાણીનું લેવલ જળવાઈ રહે એ આ ઉનાળામાં ખુબ જરૂરી હોય છે. તો ચાલો આજે ઉનાળુ સ્પેશિયલ મિક્સ ફ્રૂટ રાયતું બનાવવાની સરળ રીત જોઈશું. ગરમીઓ ની સિઝન માં કઈક ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવતી હોય છે.જે તમારી લંચ અને ડિનર ને એક્સ્ટ્રા ઓર્ડીનરી બનાવી દે છે.તો ચાલો બનાવવા નું શરુ કરીએ.

સામગ્રી

  • દહી
  • મિક્સ ફ્રૂટ
  • પાવડર સુગર
  • મીઠું
  • મરી પાવડર
  • સેકેલું જીરું પાવડર

રીત

1- સૌથી પહેલા એક કપ દહીં લઈશું.આ દહી બહુ ખાટું ના હોવું જોઈએ.તેને ફેટી લેવાનું છે.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.હવે તેમાં નાની ચમચી જીરું પાવડર એડ કરીશું.

2- હવે તેમાં એક નાની ચમચી મરી પાવડર એડ કરીશું.ત્યારબાદ એક ચમચી પાવડર સુગર નાખીશું.જો તમે ગળ્યું ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો.

3- હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે દહી તૈયાર છે.તમારે જે ફ્રૂટ નાખવા હોય એ નાખી શકો છો.હવે ફ્રૂટ તૈયાર કરીશું.પેહલા આપણે બ્લેક ગ્રેપ્સ લઈશું.તેને વચ્ચે થી કટ કરીશું.અને એડ કરીશું.ફ્રૂટ જ્યારે આપણે સર્વે કરીએ ત્યારે ફ્રૂટ એડ કરવાના.હવે ગ્રીન ગ્રેપ્સ લઈશું.તેને પણ વચ્ચે થી કટ કરી ને એડ કરીશું.

4- હવે તેમાં કેળા એડ કરીશું.તમારા બાળકો જે ફ્રૂટ ના ખાતા હોય તે ફ્રૂટ પણ એડ કરી દો.તો તેને ખબર પણ નહીં પડે. કેળા ને વચ્ચે થી કટ કરીશું.અને નાના નાના પીસ તેમાં એડ કરીશું.

5- હવે તેમાં સફરજન એડ કરીશું.તેને છાલ સાથે પણ એડ કરી શકો છો.હવે તેના નાના નાના ટુકડા કરી લઈશું.તે તેમાં એડ કરીશું.હવે તેમાં સ્ટ્રોબેરી એડ કરીશું.તેના પણ નાના નાના પીસ કરી લઈશું.

6- તેના પીસ એડ કરીશું.આમાં જ્યારે કેરી ની સીઝન હોય ત્યારે કેરી પણ સરસ લાગશે.હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.હવે તેને ફાયનલી ગાર્નિશ કરીશું. દાડમ ના દાણા થી.તો રેડી છે ઠંડુ ઠંડુ મિક્સ ફ્રૂટ રાયતા.આને જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *