ઓરિઓ ચોકલેટ કેક – નાના બાળકો માટે બિસ્કિટ તો ઘરમાં લાવતા જ હશો તો પછી બનાવો આ કેક…

ઓરિઓ ચોકલેટ કેક

બાળકોથી માંડીને વડીલો સુધી કેક સૌની પ્રિય હોય છે. બર્થ ડે અને મેરેજ એનિવર્સરી જેવા અનેક શુભ પ્રસંગોમાં હવે કેક કટિંગનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. આ ટ્રેન્ડના કારણે માર્કેટમાં પણ કેકની ડિમાન્ડ વધી છે.તો આજે મેં બિસ્કિટ માંથી કેક બનાવતા શીખવી છે ….અને બોવ જલ્દી બની જશે ….

સામગ્રી :

  • – પેકેટ ઓરિઓ બિસ્કિટ
  • – 2 કપ દૂધ
  • -1 /2 ચમચી ઇનો પાવડર
  • – ગાર્નિશ માટે ચોકલેટ સોસ
  • – 1 ચમચી બટર

રીત :

1. પ્રથમ ઓરિઓ બિસ્કિટ ને મિક્સર જાર માં ક્રશ કરી પાવડર તૈયાર કરો… હવે તેમાં બટર ઉમેરો …

2.હવે તેમાં જરૂર મુજબ ધીમે ધીમે દૂધ ઉમેરતા જઈ બિટર ની મદદ થી સારી રીતે મિક્સ કરો…

3.તેમાં ઇનો પાવડર મિક્સ કરી..છેલ્લે ઉમેરવું ….

4 .તૈયાર કરેલું કેક નું મિશ્રણ મેંદા અને ઘી થી ગ્રીસ કરેલા કેક ટીન માં પાથરી લો.. થોડું ટેપિંગ કરો જેથી અંદર રહેલી હવા બહાર નીકળી જાય.. હવે એક કૂકર માં તરીયે 200 ગ્રામ જેટલી રેતી અથવા નમક જે અનુકૂળ હોય તે પાથરી તેને પ્રિ હીટ કરી લેવું… પછી કેક નું મિશ્રણ ભરેલું કેક ટીન એમાં મૂકી ધીમી આંચ પર 20 મિનિટ માટે સેકી લો.. વચ્ચે એક વાર ચેક કરી લેવું.. આ કેક બનાવતી વખતે કૂકર માંથી સીટી કાઢી લેવી…

મેં અહીં માઇક્રો વેવ માં 180 ડિગ્રી પર 15- 20 મિનિટ માટે બેક કરી છે …

5.તૈયાર કેક ને બાર કાઢી લઇ સારી રીતે ઠંડી થાય પછી અનમોલ્ડ કરી લો.. ઉપર થી પીસેલી ખાંડ નું ડસ્ટીંગ કરી.. ચોકલૅટ સોસ અને મીઠી વરિયાળી થી ગાર્નિસ કરી સર્વ કરો…


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *