સ્પાયસી કેળા – મરચા – લંચ કે ડીનરમાં રોટલી, ભાખરી, પુરી, નાન કે પરોઠા સાથે સર્વ કરી શકશો..

સ્પાયસી કેળા – મરચા :

આપણે બધા માર્કેટમાં મળતા બધા શાક ભાજીઓમાંથી જુદી જુદી અનેક રીતે શાક કે સંભારા બનાવતા હોઇએ છીએ. એક જ પ્રકારનું શાક સમારીને મસાલા ઉમેરીને બનાવાતું રેગ્યુલર શાક, મસાલા ભરેલા શાક કે પછી ગ્રેવીવાળા સ્વાદિષ્ટ શાક દરેક ઘરોમાં બનતા હોય છે. શાક રોટલી, પરોઠા, પુરી, ભાખરી કે નાન સાથે સર્વ કરવામાં આવતા હોય છે.

ક્યારેક અમુક પાતળા રસાવાળા શાકો ભાત કે ખીચડી સાથે ખવાતા હોય છે.

જમરુખ, સફજન કે પાકા કેળા જેવા ફ્રુટમાંથી ઘણી વાર ફરાળી શાક, રાયતુ કે સલાડ કે પછી શેઇક, કે કેક જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવતી હોય છે.

પાકા કેળાની છાલ કાઢીને તેને સમારીને તેમાંથી ક્વીક-ઇસ્ટંટ શાક બનાવવામાં આવે છે. કેમકે પાકેલા કેળાને માઇલ્ડ જ કૂક કરવાના હોય છે. આ સ્વાદિષ્ટ શાક બધાને ખૂબજ ભાવતું હોય છે.

આજે હું અહીં પાકેલા-કેળા-મરચાના મસાલા ભરેલા સ્પાયસી શાકની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ સ્વાદિષ્ટ બનતું હોવાથી બધાને ખૂબજ ભાવશે. તેને ફ્રેશ લીલી મેથીના પાનથી વઘાર કર્યો છે તેથી તેમાંથી મેથીની સરસ અરોમા આવશે. તો તમે પણ આ સ્પાયસી કેળા-મરચાનું ફ્લેવરફુલ શાક તમારા રસોડે ચોક્કસથી બનાવજો.

સ્પાયસી કેળા-મરચા બનાવવા માટેની સામગ્રી :

  • 2 મોટા જાડા પાકેલા કેળા
  • 3 તીખા મરચા
  • 4 ટેબલ સ્પુન લીલા વટાણા – બોઇલ્ડ
  • 1 મોટી ઓનિયનની સ્લાઈઝ
  • 1 ટેબલ સ્પુન લસણ મરચાની પેસ્ટ
  • 1 ટેબલ સ્પુન લાલ મરચાની પેસ્ટ
  • 1 ટી સ્પુન લાલ મરચું
  • 1 ટેબલ સ્પુન ધાણાજીરું
  • પિંચ હળદર

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી:

  • 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ અથવા શેકેલું બેસન
  • 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્બ્સ
  • 1 ટેબલ સ્પુન શેકેલી શિંગનો અધકચરો ભૂકો
  • 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 2 ટેબલસ્પુન ધાણાજીરું
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન મીઠું – સ્વાદ મુજબ
  • 1 ટી સ્પુન ગોળ
  • 1 ટેબલ સ્પુન ઓઇલ – સ્ટફીંગમાં મિક્સ કરવા માટે

સ્પાયસી કેળા-મરચાનો વઘાર કરવા માટેની સામગ્રી:

  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • 3 લવિંગ
  • 3-4 તજના પીસ
  • 1 તજ પત્તુ
  • 1 સૂકુ લાલ મરચું
  • ½ ટી સ્પુન રાઇ
  • ½ ટી સ્પુન જીરું
  • ½ ટી સ્પુન હળદર
  • પિંચ હિંગ
  • 2 ટેબલ સ્પુન ફ્રેશ મેથીના બારીક સમારેલા પાન
  • 2 નંગ મીઠા લીમડાની સ્ટ્રીંગ

સ્પાયસી કેળા-મરચા બનાવવાની રીત:
સૌ પ્રથમ મરચાને ધોઇને તેના પર ઉભો કાપો પાડીને તેમાંથી બી કાઢી નાંખો.

બન્ને કેળાને ધોઇને કોરા કરીને તેના છાલ સહિત જ 3 મોટા પીસ કરી લ્યો.

વટાણા બાફી લ્યો.

તે બધા કરેલા પીસ પર ઉપરની બાજુ એક-એક ઉભો કાપી પાડી લ્યો. (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે).

હવે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલ લઈ તેમાં 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ અથવા શેકેલું બેસન, 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્બ્સ, 1 ટેબલ સ્પુન શેકેલી શિંગનો અધકચરો ભૂકો અને 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી ઉમેરો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો, 2 ટેબલસ્પુન ધાણાજીરું, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, અને ટી સ્પુન હળદર પાવડર ઉમેરો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન મીઠું અથવા તમારા સ્વાદ મુજબ મીઠું અને 1 ટી સ્પુન ગોળ ઉમેરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી સરસથી બધું મિક્સ કરી લ્યો.

કાપા પાડેલા મરચા અને કાપા પાડેલા કેળાના પીસમાં આ બનાવેલું સ્ટફીંગ ભરી લ્યો.

તડકા:

એક મોટા પેનમાં 3 ટેબલ વઘાર માટે ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ ગરમ થાય એટલે તેમાં 3 લવિંગ, 3-4 તજના પીસ, 1 તજ પત્તુ અને 1 સૂકુ લાલ મરચું તેમાં ઉમેરીને તતડ્વા દ્યો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન રાઇ અને ½ ટી સ્પુન જીરું ઉમેરો.તેને પણ તતડવા દ્યો.

હવે તેમાં પિંચ હિંગ, ½ ટી સ્પુન હળદર પાવડર, મીઠો લીમડો અને 2 ટેબલ સ્પુન ફ્રેશ મેથીના બારીક સમારેલા પાન ઉમેરી મિક્ષ કરો.

હવે મિડિયમ ફ્લૈમ પર જરા સંતળાય અને મેથીની સરસ અરોમા આવે એટલે તેમાં 1 ઓનિયનની સ્લાઇઝ અને બાફેલા વટાણા ઉમેરી મિક્ષ કરી લ્યો.

જરા કૂક થાય એટલે તેમાં સ્ટફીંગ કરેલા મરચા ઉમેરો. મિક્ષ કરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન લસણ મરચાની પેસ્ટ, 1 ટેબલ સ્પુન લાલ મરચાની પેસ્ટ, વઘાર પૂરતુ જ મીઠુ, 1 ટી સ્પુન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પુન ધાણાજીરું અને પિંચ હળદર ઉમેરી ફરીથી બધું મિક્ષ કરો.

હવે તેનાં પર કેળા-મરચા ભરતા વધેલું સ્ટ્ફીંગ ઉમેરી દ્યો. મિક્સ કરવાનું નથી.

તેમાં ½ કપ પાણી ઉમેરી 2-3 મિનિટ ઢાંકીને કૂક થવા દ્યો. તેમ કરવાથી સાથે સ્ટફીંગ પણ સરસ કૂક થઇ જશે.

ત્યારબાદ ઢાંકણ ખોલીને તેમાં બધું મિક્ષ કરી લ્યો.

હવે તેમાં સ્ટફીંગ કરેલા કેળા અને ½ ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરો.મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં ફરીથી ½ કપ પાણી ઉમેરી જરા હલકા હાથે સ્પુન ફેરવી મિક્ષ કરી લ્યો.

ઢાંકણ ઢાંકીને 2-3 મિનિટ મિડિયમ ફ્લૈમ પર કૂક થવા દ્યો.

હવે ઢાંકણ ખોલીને તેના પર કોથમરી સ્પ્રીંકલ કરીને બધું જરા મિક્ષ કરી લ્યો.

તો હવે સર્વ કરવા માટે રેડી છે ગરમાગરમ સ્પાયસી કેળા-મરચા.

કોથમરી અને ઓનિયનની સ્લાઇઝથી ગાર્નિશ કરો.

સ્પાયસી કેળા-મરચાને લંચ કે ડીનરમાં રોટલી, ભાખરી, પુરી, નાન કે પરોઠા સાથે સર્વ કરો.

બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *