ચોકલેટ કેક – નાના મોટા દરેકને પસંદ આવતી ચોકલેટ કેક હવે બનાવી શકશો ઘરે જ એ પણ બિસ્કીટમાંથી…

ચોકલેટનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જતું હોય છે.ચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. તો ઘરે કેવી રીતે સહેલાઇથી ચોકલેટ કેક બનાવાય તે અંગે અમે તમને જણાવિશ . તો કેટલાક લોકો વેજિટેરિયન હોવાના કારણે કેક ખાઇ શકતા નથી માટે એગલેસ કેક ઘરે સહેલાઇથી બનાવી શકાશે.

બાળકોની ઓલટાઈમ ફેવરીટ કેક એટલે ચોકલેટ કેક અને એમાં પણ આપણે ગુજરાતીઓ એગલેસ કેક જ પસંદ કરીએ. બહારથી મળતી કેક મોસ્ટલી એગ વાળી હોય અને જો એગલેસ માંગીએ તો ભાવ ઘણા વધી જાય. આવા સમયે, એગલેસ ચોકલેટ કેક જાતે ઘરે જ બનાવતા શીખીએ અને ટેસ્ટ બહાર જેવો જ.એકદમ સ્પોનજી સરસ થશે

ધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ આશ્ચર્યજનક ગણાશે. પણ ચીંતા કરવાની જરૂર નથી. ચોકલેટ કેક બાળકોને તથા મોટાઓને ખુશ કરવાનો એક સરળ ઉપાય છે અને કેક ફક્ત ૧ કલાક માં તૈયાર થાય છે. આ કેકની ખાસિયત એ છે કે તમાં બિસ્કિટ ,દૂધ અને ઈનો જેવી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી તમને છેલ્લી ઘડીએ વસ્તુઓ ખરીદવાની દોડાદોડી કરવાની જરૂર નથી પડતી. . એક શાનદાર ડેઝર્ટ બનાવીને પીરસી શકો છો.

ભલે તે જન્મદિવસ હોય, વર્ષગાંઠ હોય અથવા કેક ખાવાની તીવ્ર ઈચ્છા હોય, ચોકલેટ કેક લોકપ્રિય પસંદગી છે. તેમ છતાં, જો તમે ઇચ્છો છો કે તમારા અતિથિઓ અથવા પરિવારના સભ્યો ચોકલેટ કેકનો વાસ્તવિક સ્વાદ લેવો જોઈએ, તો ચાલો જોઈ લઈએ એકદમ સરળ અને સ્પોનજી બને છે એવી ચોકલેટ કેક ની રેસિપી.

“ચોકલેટ કૅક “ બનાવવા જોઈશે.

સામગ્રી

  • ૧) પાર્લે-જી બિસ્કીટના 4 પેકેટ
  • ૨) ૧ ચમચી વેનીલા એસેન્સ
  • ૩) દૂધ ૧ કપ
  • ૫) દળેલી ખાંડ 4 ચમચી.
  • 6) 1 નાની ચમચી ઈનો
  • ૭) ૧ કપ મેલ્ટેડ ચોકલેટ
  • ૮) ૪—૫ ચમચી ખમણેલી ચોકલેટ

રીત :

સ્ટૅપ ૧:

શરૂ કરતાં પહેલા માર્કેટ માથી પાર્લે બિસ્કિટ લઈને રાખો. સૌ પ્રથમ બિસ્કિટ ને મીક્ષરમાં ક્રશ કરી લો. એકદમ ઝીણો ભૂકો કરવો.

સ્ટૅપ ૨:

હવે બિસ્કિટ નો ભૂકો કર્યા બાદ. તેને એક વાસણ માં કાઢી લેવો. હવે તેમાં જરૂરયાત મુજબ ખાંડ ઉમેરવી. પછી તેમાં વેનીલા એસેન્સ નાખવું.

સ્ટૅપ ૩

ત્યારબાદ બધાને હલાવી ને સારી રીતે મિક્સર માં ક્રશ કરવું. પછી તેમાં દૂધ નાખવું.માપસર જાડું રાખવું બહુ પાતળું કરવું નહીં.

Step૪

પછી તેને ફેટવું સારી રીતે એકરસ થઈ ગયા પછી તેમાં ઈનો નાખો. ઈનો નાખવાથી બેટર એકદમ ફૂલી જશે.

સ્ટૅપ ૫

હવે તૈયાર થયેલા આ બેટર ને એક વાસણ માં નાખવું. બેટર નાખતા પહેલા વાસણ માં ઘી લગાડવું જેથી વાસણ માથી સરળતાથી કેક નીકળી જાય.ત્યાં સુધી ઓવેન ને ૧૮૦°પર 10 મિનિટ પ્રિ હિટ કરવું.

સ્ટૅપ ૬

બેટર ને ગ્રીસ કરેલા વાસણ માં ભરવું અને ઓવન માં ૧૮૦° પર ૨૦ મિનિટ બેક કરવા મૂકવું.

સ્ટૅપ ૭

૨૦ મિનિટ પછી ચેક કરવા માટે ટૂથ પીક ને કેકમાં નાખીને બહાર કાઢો જો ટૂથપિક ને કેક ના ચોટે તો કેક રેડી છે. હવે કૅક ને ઓવન માંથી બહાર કાઢી લેવી. અને પછી તેને કિનારીથી છુટ્ટી પાડવી પછી તેને એક ડિશ માં ઊંધું રાખવું જેથી કેક આરામથી નીકળી જશે.

સ્ટૅપ ૮

મેલ્ટેડ ચોકલેટ થી કેક પર ડેકોરેશન કરવું. અને ઉપર ખમણેલી ચોકલેટ ભભરાવવી. રેડી છે ચોકલેટ કેક.

કેક ખુબ ટેસ્ટી હોય છે સાથે જ બેકરી કરતાં સરસ અને એકદમ પોચી કેક તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો.

લગભગ એક કલાકમાં તમારી કેક બની જાય છે. ઘરના દરેક સભ્યોને તે પસંદ આવે છે. તેને તમે નાસ્તામાં કે ડેઝર્ટમાં પણ સરળતાથી પીરસી શકો છો

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *