ચોકલૅટ ટાર્ટ – નાના બાળકોથી લઈને મોટેરા સુધી દરેકને પસંદ આવશે આ વાનગી એકવાર જરૂર ટ્રાય કરજો.

ચાલો આ ઉનાળામાં નાના મોટા સૌને મજ્જા પડે એવુ ડેઝર્ટ બનાવીયે. કંઈક અલગ રીતે જ.. આ ડેઝર્ટ જરૂર બનાવજો ખરેખર ખુબજ ટેસ્ટી બને છે. આ ડેઝર્ટ ખાધા પછી ચોકોલેટ કરતા પણ આ ખાવાની વધારે મજ્જા પડશે. તો ચાલો જોઈ લઈએ “ચોકલૅટ ટાર્ટ” બનાવવાની રીત.

“ચોકલૅટ ટાર્ટ” બનાવવા માટે જોઈશે..

સામગ્રી : (૫ ટાર્ટ બનશે )

  • પારલે જી બિસ્કીટનું ૧ પેકેટ (૧૪૦ગ્રામ )
  • ૩ ચમચી માખણ
  • કોઈપણ ચોકલેટ
  • ૨ ચમચી ક્રીમ (મલાઈ)
  • ડેકોરેશન માટે સ્પ્રિંકલ, છીણેલી ચોકલેટ .

રીત :

પ્રથમ બીસ્કીટના ટુકડા કરી એને મિક્સરમાં ક્રશ કરી બારીક પાવડર બનાવો. બરાબર ક્રશ થવું જોઈએ. જો થોડા ટૂકડા રહ્યા હકી તો ફરી મિક્સર માં ક્રશ કરી લેવું.

ત્યારબાદ આ બિસ્કિટ પાવડરમાં ઓગળેલા માખણને મિક્સ કરો. તે મિશ્રણ સેમી સોલિડ હોવું જોઈએ. જેથી મોલ્ડ માં બરાબર સેટ થશે.

મોલ્ડને માખણથી ગ્રીસ કરો.

બિસ્કિટ ને મોલ્ડ શેપ બનાવવા માટે બીસ્કીટ પાવડર અને બટર મિક્સર કર્યું તેને મોલ્ડ ભરો ચારે બાજુ અને વચ્ચે એ રીતે દબાઈ ને ભરો જેથી મોલ્ડ શેપ થાય ..

તેને ૨-૩ કલાક માટે સામાન્ય ફ્રીઝમાં મૂકવું. , ફ્રીઝરમાં નહીં પણ ફ્રીઝ માં મૂકવું …

ત્યારબાદ ગેસ પર ક્રીમ ને એક vasam માં લઇ ગરમ કરો અને તેમાં ચોકલેટ નાંખો. ચોકલેટ અને ક્રીમ ને બરાબર મિક્સ કરવું . તેને ઓગળ્યા પછી, તેને રૂમ ટેમ્પરેચર માં ઠંડુ કરવા મૂકો.

ત્યાર પછી ફ્રીઝ માંથી મોલ્ડ ને ખૂબ જ કાળજીપૂર્વક કાઢી બિસ્કિટ મોલ્ડ કાઢવો. મેલ્ટેડ ચોકલેટ ને બિસ્કિટ મોલ્ડ માં ભરો. (ચોકલેટ અને બટર મિક્સર નાખો મોલ્ડ ma)..સ્પિનકલ્સથી સજાવટ કરો અને થોડી ચોકલેટ છીણી નાખો.

ફરી એને સામાન્ય ફ્રિજમાં સેટ કરો. તેને સેટ થતા ૩-૪ કલાક થશે .

“ચોકોલેટ ટાર્ટ ” રેડી છે ખાવા માટે.

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Published
Categorized as Sweets

Leave a comment

Your email address will not be published. Required fields are marked *