ચીઝ ગાર્લિક બ્રેડ – પીઝા ખાવા જાવ ત્યાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને બનાવવામાં સરળ…

ચીઝ ગાર્લિક બ્રેડ રેસીપી

હેલો દોસ્તો કેમ છો અત્યારે મારા છોકરા ને ડોમીનોસ ની ચીઝ ગાર્લિક બ્રેડ ખૂબ યાદ આવી હતી,તો મને થયું કે ચાલો આજે કંઇક નવું ટ્રાય કરીએ તો ઘરમાં થી જ મળતી વસ્તુ માંથી અને યિસ્ટ અને ઓવન વગર મે બનાવી ચીઝ ગાર્લિક બ્રેડ,પણ હા દોસ્તો એટલી સરસ બની ચીઝ ગાર્લિક બ્રેડ તો તમે પણ ટ્રાય કરજો.

સામગ્રી

  • ૧ બાઉલ મેંદો
  • ૩ ચમચી દહીં
  • ૧/૪ ચમચી ખાવાનો સોડા
  • ૧/૨ બાઉલ દળેલી ખાંડ
  • ૧/૪ ચમચી મીઠું
  • ૩ ચમચી તેલ
  • ૧૦ થી ૧૨ કડી લસણ
  • ૪ ચીઝ ક્યૂબ
  • ૪ ચમચી લીલા ધાણા
  • ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧ ચમચી ઓરેગાનો
  • ૬ ચમચી બટર

રીત

સૌપ્રથમ એક બાઉલમાં માં ખાવા નો સોડા, ખાંડ ,મીઠું અને મેંદો એક ચાયની થી ચાળી લો.

ત્યારબાદ તેમાં બે ચમચી તેલ ,ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.હવે દહી થી મુલાયમ લોટ બાંધી લો.

ત્યારબાદ લોટ ને એક કલાક માટે રેસ્ટ્ આપો.

હવે એક નાની કડાઈમાં બટર ગરમ કરી લો અને બટર ગરમ થાય એટલે તેમાં લસણ વાટીને નાખો. અને એ પછી ધાણા નાખો.

હવે લોટ ના લુવા કરીને તેની રોટલી વણી લો.

ત્યારબાદ તેની એક બાજુ જે આપણે લસણ નું સ્ટફિંગ બનાયું છે એ લગાવો અને એની ઉપર ચીઝ છીણી લો.અને રોટલી ને વાળી લો.

હવે કુકર મા નીચે મીઠું પાથરી ને ઉપર સ્ટેન્ડ મૂકી તેને ૫ મિનિટ પેલા ગરમ કરવા મૂકી દેવું.

કુકર ગરમ થાય એટલે એલ્યુમિનિમની ડિશ ને તેલ થી ગ્રીસ કરી લો.

અને આપની તૈયાર થયેલી ગાર્લિક બ્રેડ નેઉપર છરી થી કટ કરી બેક કરવા મૂકી દો.

તેને ૨૦ મિનિટ ધીમા ગેસ પર થવા દો. ત્યારબાદ તેને પ્લેટ માં ટોમેટો શૉશ જોડે સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *