ચોળા ની ખીચડી – ખીચડી પ્રેમીઓ માટે આજે અમે લાવ્યા છીએ એક નવીન અને મસાલેદાર ખીચડી…

કેમ છો. દોસ્તો, અત્યારે દેશભર માં કોરોના ચાલી રહ્યું છે.તો આપને રોજ સાંજે હળવો ખોરાક લઇ એ છે. હળવો ખોરાક એટલે આપણને સૌને પહેલા ખીચડી યાદ આવે.

આપણે રોજ મસાલા ખીચડી અને સાદી ખીચડી બનાવી એ છે.પણ આજે હું આ મારી મનપસંદ ચોળા ની ખીચડી ની રેસીપી લાવી છું. જે મને મારા પાડોશી બા એ શીખવાડી છે.એકદમ હેલ્ધી અને ફટાફટ બની જાય છે.

સામગ્રી

  • ૧ બાઉલ લાલ ચોળા
  • ૨ બાઉલ ચોખા
  • ૧ બટાટા
  • ૧ ડુંગળી
  • ૨ લીલા મરચા
  • ૧ ઇંચ આદુ નો ટુકડો
  • ૫ થી ૬ લસણ ની કડી
  • ૩ ચમચી કોપરા નું છીણ
  • 3 લવિંગ
  • ૧ તમાલપત્ર
  • ૨ વઘાર ના લાલ મરચા
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી મરચું
  • ૧/૨ ચમચી હિંગ
  • ૧/૨ ચમચી રાઈ
  • ૪ ચમચી તેલ
  • ૩ ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ
  • ૩ ચમચી લીલા ધાણા
  • ૧ તજ નો ટુકડો
  • ૨ તમાલપત્ર
  • મીઠું સ્વાદાનુસાર

રીત

ચોળા ને ૫ કલાક પહેલા પલાળી રાખવા.

સૌપ્રથમ એક તવી પર ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી. તે પછી તેની ઉપર એકાદ બે સેકન્ડ માટે કોપરાનું છીણ પણ શેકી લેવું.

હવે મિકસરમાં શેકેલી ડુંગળી કોપરાનું છીણ આદુ લસણ લીલા મરચાં ક્રશ કરી લેવી.

તે પછી કૂકરમાં ચાર ચમચી તેલ અને ત્રણ ચમચી ઘી લેવું.

તે ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી, હિંગ અડધી ચમચી રાઇ,વઘારના લાલ મરચાં લવિંગ , બે તમાલપત્ર અને એક તજ નો ટુકડો નાખો.

હવે તેમાં મિકસરમાં ક્રશ કરેલ પેસ્ટ નાખો. એને ૩ મિનીટ સાંતળી લો.ત્યાર પછી તેમાં પલાળેલા ચોળા એડ કરો. એ બધું સાંતળી લીધા પછી તેની અંદર 2 કપ ચોખા અને દોઢ ગ્લાસ પાણી એડ કરો.

હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, એક ચમચી મરચું ,એક ચમચી ગરમ મસાલો અને બે ચમચી ધાણા નાખીને કુકર બંધ કરી દેવું.

ત્રણ સીટી વાગે પછી ગેસ બંધ કરી દેવો. કુકર સીજી જાય એટલે તેને તેની દહી જોડે સર્વ કરવું.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *