કોર્ન ઉત્તપા – જો બાળકોને ચણાના લોટના પુડલા કે ચિલ્લા ના પસંદ હોય તો બનાવી આપો આ કોર્ન ઉત્તપા..

કોર્ન ઉત્તપા :

મુખ્ય સાઉથ ઇંડીયન ઉત્તપામાં વેરિયેશન લાવીને હવે ગૃહિણીઓ અનેક પ્રકારના લોટ અને શાક્ભાજીનું કોમ્બીનેશન કરીને ખુબજ હેલ્ધી અને ટેસ્ટી ઉત્તપા ઘરના રસોડે બનાવતા થયા છે. મેં અહીં બેસન, સોજી અને ચોખાના લોટના મિશ્રણ સાથે કોર્ન, કેપ્સીકમ, ડ્રાય અને ગ્રીન ઓનિયન તેમજ બીજી કેટલીક સામગ્રીના

કોમ્બિનેશનથી બનતા હેલ્ધી કોર્ન ઉત્તપાની રેસિપિ આપી છે. મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્ક્સ થી બનાવજો.ખુબજ જલદી બનતા આ મિનિ કોર્ન ઉત્તપા નાના બાળકોને લંચ બોક્ષમાં પણ આપી શકાશે.

આમાં વપરાયેલા કોર્નમાંથી કોર્ન સુપ, કોર્ન સબ્જી, પકોડા જેવી સેવરી ડીશ તેમજ કોર્ન હલવો, ખીર, બરફી વગેરે સ્વીટ ડીશ પણ બનાવવામાં આવતી હોય છે. કોર્નનો પીળો લોટ અને બારીક કોર્ન ફ્લોર પણ ખૂબજ ઉપયોગમાં લેવાતો હોય છે. મેં અહીં કાચા જ કોર્ન નો ઉપયોગ કર્યો છે.

કોર્ન ઉત્તપા બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ બારીક કાપેલા કોર્ન-મકાઇના દાણા
  • 4 ટેબલ સ્પુન ચણાનો લોટ
  • 4 ટેબલ સ્પુન સોજી
  • 2 ટેબલ સ્પુન ચોખાનો લોટ
  • 1 ટેબલસ્પુન કોથમરી બરીક કાપેલી
  • 2 ટેબલ સ્પુન લીલી ડુંગળી(સ્પ્રિંગ ઓનિયન)ના લીલા પાન
  • 1 ટેબલ સ્પુન બારીક કાપેલા લીલા મરચા
  • 4-5 મીઠા લીમડાના બારીક કાપેલા પાન
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સીકમ
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનીયન
  • ½ ટી સ્પુન સૂકા લસણની લાલ ચટણી
  • પિંચ ચાટ મસાલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ
  • પિંચ સોડા બાય કાર્બ
  • પાણી જરુર મુજબ – બેટર બનાવવા માટે
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • ઓઇલ – ઉત્તપા કુક કરવા માટે
  • એક સ્ટીલની રીંગ

કોર્ન ઉત્તપા બનાવવાની રીત :

સૌ પ્રથમ કાચો જ અમેરિકન કોર્ન લઇ તેના ઉપરના પાન કાઢી નાખો. કોર્નના દાણાની લાઇન પર ચપ્પુ વડે ઉભા કાપા પાડી લ્યો. (પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે). હવે તેને આડા સમારી લ્યો.એટલે બારીક કાપેલા અધકચરા કોર્ન બનશે.

એક મોટા મિક્સિંગ બાઉલમાં હવે આ 1 કપ બારીક કાપેલા કોર્ન ઉમેરો.

હવે તેમાં 4 ટેબલ સ્પુન ચણાનો લોટ અને 4 ટેબલ સ્પુન સોજી ઉમેરો.

બધું મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પુન કોથમરી બરીક કાપેલી, 2 ટેબલ સ્પુન લીલી ડુંગળી(સ્પ્રિંગ ઓનિયન)ના લીલા પાન, 1 ટેબલ સ્પુન બારીક કાપેલા લીલા મરચા, 4-5 મીઠા લીમડાના બારીક કાપેલા પાન ઉમેરો.

હવે લોટ અને કોર્નના મિશ્રણમાં આ બધું હલાવીને બરાબર મિક્ષ કરો.

આ મિશ્રણમાં 2 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સીકમ, 2 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનીયન, ½ ટી સ્પુન સૂકા લસણની લાલ ચટણી, પિંચ ચાટ મસાલા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં પિંચ સોડા ઉમેરી તેના પર લેમન જ્યુસ ઉમેરો.

તેના પર જરુર મુજબ પાણી ઉમેરી મિક્ષ કરી ઉત્તપા બની શકે તેવું બેટર બનાવો.

હવે છેલ્લે તેમાં 2 ટેબલ સ્પુન ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી મિક્ષ કરો.

હવે આ બેટરને 10-15 મિનિટ રેસ્ટ આપો.

10-15 મિનિટ બાદ ફરીથી થોડું ફીણી લ્યો.

જરુર પડે તો પાણી ઉમેરી ઉત્તપાના બેટરની કંસીસ્ટંસી સેટ કરો.

હવે નોન સ્ટીક ફ્લેટ તવાને ગરમ કરી ½ ટી સ્પુન જેટલું ઓઇલ ઉમેરો. હવે 1 સ્ટીલની નાની રીંગ લઇ તેને ઓઇલ ગ્રીસ કરી લ્યો.

હવે આ રીંગને ફ્લેટ તવામાં મૂકો. તેમાં ઉત્તપા બનાવવા માટે 1 મોટો ચમચો ભરીને બેટર ઉમેરો.

થોડું કૂક થાય એટલે મૂકેલી સ્ટિલની રીંગ કાઢી લ્યો. તેમ કરવાથી સરસ, નાના રાઉંડ એક સરખા માપના ઉત્તપા બનશે.

હવે રીંગ કાઢેલા ઉત્તપા પર ½ ટી સ્પુન જેટલું ઓઇલ સ્પ્રિંકલ કરો.

ઉત્તપા નીચેની સાઇડથી બરાબર કૂક થઇ ગોલ્ડન બ્રાઉન કલરના થઇ જાય એટલે ફ્લીપ કરી લ્યો.

હવે તેના ફરતે થોડું ઓઇલ મૂકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરો.

સર્વિંગ પ્લેટ્માં ગરમાગરમ સર્વ કરો.

ઓનિયનની સ્લાઈઝ ઉપર સૂકા લસણની લાલ ચટણીનું ડ્રોપ મૂકો.

બારીક સમારેલા કેપ્સિકમના થોડા પીસ, બારીક સમારેલી લીલી ઓનિયનના પાન અને ડ્રાય ઓનિયનના થોડા પીસથી ગાર્નિશ કરો. સાથે ડીપ કરવા માટે ટોમેટો કેચપ સર્વ કરો. સાથે અચાર, મસાલા કર્ડ વગેરે પણ સર્વ કરી શકાય છે.

ખૂબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવા આકોએન ઉત્તપા બધાને ખૂબજ ભાવશે. તો ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *