ક્લબ સેન્ડવીચ – હવે સાદી સેન્ડવીચ નહિ પણ ઘરે જ બનાવો આ યમ્મી ક્લ્બ સેન્ડવીચ…

કેમ છો? મજામાં ને? આજે સુરભી વસાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપીમાં આપણે શીખીશું  ક્લબ સેન્ડવીચ ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. ઘણા બધા મિત્રોના ઘરમાં ઘણીબધી વાર સેન્ડવીચ બનાવવા માટેની ફરમાઈશ આવતી હશે અને તમે બનાવતા પણ હશો પણ આજકાલ જે બહાર ક્લ્બ સેન્ડવીચ મળે  સેન્ડવીચ આપણે ઘણા પ્રયત્ન છતાં પણ નથી બનાવી શકતા તો આજે આપણે એકદમ પરફેક્ટ રીતે બનાવતા શીખી લઈએ આ સેન્ડવીચ એટલે હવે જયારે પણ ફરમાઈશ આવે કે આપણે આ નવીન સેન્ડવીચ બનાવીને ઘરમાં બધાને ખવડાવી શકીએ…

સામગ્રી

  • બ્રેડ
  • બટર
  • મેયોનિસ
  • ચીઝ
  • ખાંડ
  • ચાટ મસાલો
  • મરી પાવડર
  • કોબીજ
  • કલર કેપ્સિકમ
  • દહી
  • મલાઈ
  • ટામેટા નો સોસ
  • ટામેટું
  • મીઠું
  • પેરી પેરી મસાલો
  • ઓરેગાનો
  • પનીર

રીત

1- સૌથી પહેલા બે થી ત્રણ ચમચી ઘટ્ટ દહીં લઈશું.અને બે ચમચી મલાઈ પણ એડ કરીશું.ત્યારબાદ એક ચમચી મેયોનીસ પણ ઉમેરી શું.આને તમે સ્ટોર પણ કરી શકો છો.ત્યારબાદ એક ચમચી ટામેટા નો સોસ પણ એડ કરી શકો છો.

2- હવે તેમાં એક ચમચી મીઠુ એડ કરીશું.ત્યારબાદ એક ચમચી ખાંડ નાખીશું.હવે તેમાં બે ચમચી પેરી પેરી મસાલો નાખીશું.ત્યારબાદ અડધી ચમચી ઓરેગાનો નાખીશું.

3- હવે તેમાં ચપટી મરી પાવડર એડ કરીશું.ત્યારબાદ પા ચમચી ચાટ મસાલો એડ કરીશું.હવે આ મિશ્રણને ભ્લેન્ડ કરી લઈશું.હવે આ સોસ ને એક બાઉલ માં કાઢી લઈશું.હવે સ્ટફિંગ બનાવી લઈશું.

4-હવે આપણે અડધો કપ કલર કેપ્સિકમ લઈશું.હવે તેમાં બે ટેબલ સ્પૂન કોબીજ લઈશું.ત્યારબાદ એક ચપટી ઓરેગાનો લઈશું.ત્યારબાદ ચપટી મરી પાવડર એડ કરીશું.ત્યારબાદ ચપટી મીઠું એડ કરીશું.

5- હવે તેમાં અડધી ચમચી પેરી પેરી મસાલો નાખીશું.હવે જે સોસ બનાવ્યો હતો તે એક ચમચી એડ કરીશું.હવે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.હવે સેન્ડવીચ બનાવીશું.

6- સૌથી પહેલા બટર લગાવી લઈશું.હવે જે સોસ બનાવ્યો હતો તે લગાવી લઈશું.હવે સ્ટફિંગ એક ચમચી મુકીશું.હવે થોડું ચીઝ છીણી લઈશું.હવે તેના પર બીજી સ્લાઈસ મૂકી દઈશું.હવે તેની ઉપર પણ બટર લગાવી લઈશું.

7- હવે ટામેટા નું સ્લાઈસ મૂકી દઈશું.હવે તેની પર પનીર ની સ્લાઈસ મૂકી દઈશું.હવે તેની પર થોડું મરી પાવડર ભભરાવી લઈશું.અને ચાટ મસાલો ભભરાવી શું.અને થોડું લાલ મરચું પાવડર નાખીશું.

8- હવે ચપટી ઓરેગાનો ભભરાવી શું.ત્યારબાદ થોડું ચીઝ છીણી લઈશું.હવે આ સેન્ડવીચ ને શેકી લઈશું.તમે તવા પર પણ શેકી શકો છો.તેની પર થોડું બટર મૂકી દઈશું.બટર મૂકી સેન્ડવીચ ને શેકી લઈશું.

9- હવે આપણી કેફે સ્ટાઇલ સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે.તો ચોક્કસ થી ઘરે બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *