આદુ અને તુલસી ફ્લેવર ની આઈસ્ક્રીમ – આઈસ્ક્રીમ તો ખરો જ એ પણ હેલ્થી ટેસ્ટની સાથે સાથે સ્વાસ્થ્ય પણ રહેશે સારું…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “વિન્ટર સ્પેશિયલ આદું અને તુલસીની આઈસ્ક્રીમ” આઈસ્ક્રીમનું નામ આવે એટલે નાના બાળકોના મોઢામાં સૌથી પહેલા પાણી આવી જ જઈ જોતા જ ખાવાનું મન પણ થઈ જઈ એવી ઠંડી ઠંડી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠી મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી આઈસ્ક્રીમ એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે.એક આઈસ્ક્રીમ હજી પૂરી પણ નહિ થાય તો ત્યાં જ બાળકો બીજી સામેથી જ માગી લેશે એટલી મસ્ત મજેદાર લાગશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • આદુ
  • તુલસી
  • કન્ડેન્સ મિલ્ક
  • મિલ્ક પાવડર
  • અમુલ ક્રીમ

રીત

1- સૌથી પહેલા તુલસી ના પાન ને ધોઈ લઈશું.હવે એક આદુ નો ટુકડો લઈશું.હવે તેને રફલી હાથ થી તોડી ને મિક્સર જારમાં લઈ લઈશું.તેને બે કે ત્રણ પત્તા રહેવા દઈશું.

2- હવે આદુ ને ટુકડા કરી ક્રશ કરી લઈશું.હવે થોડું પાણી એડ કરી ને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું.હવે તેને ગાળી લઈશું.

3- હવે એક પેન લઈશું.હવે પેન માં બે ચમચી જેટલું પાણી નાખીશું.હવે તેમાં બે ચમચી ખાંડ નાખીશું.હવે તેમાં તુલસી નો જ્યુસ નાખીશું.હવે ખાંડ ને ઓગળવા દઈશું.

4- હવે ગેસ બંધ કરી દઈશું.અને તેને થોડું ઠંડુ થવા દઈશું.હવે એક બાઉલ લઈશું.અને બાઉલ કરતા એક મોટું વાસણ લેવાનું છે.જેમાં બરફ હોય અને તેમાં મીઠું નાખવાનું છે.

5- હવે બરફ વારા બાઉલ માં એક નાનો બાઉલ મુકીશું.હવે બાઉલ માં અડધો કપ કન્ડેન્સ મિલ્ક લઈશું.હવે અડધો કપ મિલ્ક પાવડર એડ કરીશું.અને એક કપ ફ્રેશ ક્રીમ નાખીશું.

6- હવે તેને મિક્સ કરી લઈશું.હવે વિસ્કર થી ફેટી લઈશું.હવે તુલસી ને આદુ નું જ્યુસ છે તે એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું.હવે તેને સેટ કરવા માટે મુકીશું.તેના માટે એક ડબ્બો લઈશું.

7- હવે તેને ફ્રીજર માં સેટ કરવા મુકીશું.કમસેકમ બાર કલાક સુધી રહેવા દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સેટ થઇ ગયો છે.તો ચાલો તેને સર્વે કરીશું.હવે તેને ગાર્નિશ કરીશું.ફ્રેશ તુલસી થી.તો ફ્રેશ જીંજર આઈસ્ક્રીમ તૈયાર છે.તો જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *