લીલી દ્રાક્ષ અને ટામેટાનું આ રિફ્રેશમેન્ટ આપતું જ્યુસ ઉનાળામાં જરૂર પીવું જોઈએ…

ઉનાળો શરુ થતા જ બાળકોને અને ઘરમાં બધાને દરરોજ ઠંડુ પીણું કે પછી જમ્યા પછી ઠંડક મળે એના માટે જ્યુસ, ઠંડા કરેલા ફ્રૂટ એવું ઘણું જોઈતું હોય છે. હવે ઘણીવાર અમુક ફ્રૂટ બાળકો ખાતા નથી હોતા ત્યારે આપણે જ કાંઈક નવીન તિકડમ લગાવીને તેમને ફ્રૂટ ખવડાવવું પડે છે તો આજે  આજે આપણે ઉનાળા માં પીવાની મજા આવે તેવા એકદમ ફ્રેશ જ્યુસ બનાવવાની રીત જોઈશું.

સામગ્રી

  • લીલી દ્રાક્ષ
  • સંચર પાવડર
  • મીઠું
  • ફુદીનો
  • આદુ

રીત

1- સૌથી પહેલા લીલી દ્વાક્ષ નું જ્યુસ બનાવીશું.તેના માટે મિક્સર જારમાં એક બાઉલ દ્રાક્ષ લઈ લઈશું.હવે તેમાં સાત થી આઠ ફુદીના ના પાન અને એક આદુ નો ટુકડો.ત્યારબાદ અડધી ચમચી સંચળ લઈ લો.

2- હવે તેમાં મીઠું તમારા સ્વાદ મુજબ એડ કરો.એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી નાખી દો.અને હવે મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે જ્યુસ ને પેલા ગાળી લઈશું.અને જે દ્રાક્ષ ટુકડા બચીયા હોય તેને ફરી થી ક્રશ કરી લો.અને તેને પણ ગાળી લઈશું.

3- હવે એક ગ્લાસ લઈશું.પેહલા એક ચમચી જેટલી ખાંડ નાખી શું.થોડા દ્રાક્ષ ના ટુકડા નાખી દો.હવે જે જ્યૂસ બનાવી ને તૈયાર કર્યું હતું તે એડ કરી દો.હવે ખાંડ ને એકદમ સરસ રીતે મિક્સ કરી લો.હવે તેની પર સંચર પાવડર ઉપર થી ભભરાવો.હવે તૈયાર છે દ્રાક્ષનું જ્યુસ.


2- હવે આપણે ટામેટાનો જ્યુસ બનાવીશું.

સામગ્રી

  • ટામેટા
  • આદુ
  • ફુદીનો
  • મીઠું
  • દળેલી ખાંડ
  • સંચળ પાવડર

રીત

1- હવે પાચ ટામેટા ને સમારી લઈશું.તેને પણ મિક્સર જારમાં લઈ લઈશું.હવે તેમાં સાત થી આઠ ફુદીના ના પાન અને એક આદુ નો ટુકડો લઈ લઈશું.

2- હવે તેમાં અડધી ચમચી સંચળ પાવડર નાખી શું. અને સ્વાદ મુજબ મીઠું નાખી શું. અને તેમાં ઠંડું પાણી નાખીશું. અને તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું.

3- હવે તેને પણ ગાળી લઈશું.હવે ટામેટા નું જ્યુસ તૈયાર છે તેના માટે ગ્લાસ લઈશું.હવે તેમાં દરેલી ખાંડ નાખીશું.અને થોડા ટામેટા ના ટુકડા નાખીશું.હવે જે જ્યૂસ બનાવીઓ હતો તે એડ કરીશું.હવે તેને મિક્સ કરી લો.હવે તેની પર સંચર પાવડર ભભરાવી દો. તો બિલકુલ તૈયાર છે ટામેટા નું જ્યુસ. ઉનાળામાં ફટાફટ બની જતા આ જ્યુસને જરૂરથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *