સ્ટ્ફ્ડ કોર્ન-પનીર ચિઝી પિઝા બન – નાના બાળકોથી લઈને ઘરના વડીલોને પણ ખુબ પસંદ આવશે..

સ્ટ્ફ્ડ કોર્ન-પનીર ચિઝી પિઝા બન :

હાલ કોર્ન માર્કેટ્માં ખૂબજ મળવા લાગ્યા છે. હેલ્થ માટે પૌષ્ટિક એવા આ કોર્ન આપણે અનેક રીતે ઉપયોગમાં લેતા હોઇએ છીએ. કોર્ન ને બાફીને કે શેકીને ખાવાથી પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગતા હોય છે. એ રીતે ખાવાથી તેની પૌષ્ટિક્તા જળવાઇ રહેતી હોય છે. તેમજ અનેક પ્રકારની સ્વીટ અને ફરસાણની વાનગીઓ તેમાંથી બનાવતા હોઇએ છીએ. મકાઈમાંથી હલવો, પુરણ પોળી, ખીર, કસ્ટર્ડ વગેરે જેવી સ્વીટ વાનગીઓ બનાવી શકાય છે તેમજ કોર્ન રોલ, ભજિયા, પકોડા, ઢોકળા, હાંડવો, પરોઠા, ટીક્કી, ચેવડા જેવા અનેક ફરસાણ બનાવવામાં આવે છે. કોર્નમાંથી બનતો કોર્નફ્લોર કેક, કૂકી, નાનખટાઇના બેટરમાં મિક્ષ કરવામાં આવે છે. તેમજ બાઈંડીંગ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આમ કોર્ન વાનગી બનાવવા માટેની એક ખૂબજ અગત્યની સામગ્રી કહી શકાય. રબડી, દૂધપાક કે ખીરમાં પણ કોર્નફ્લોર ઉમરેવામાં આવતો હોય છે.

મિલ્ક પાવડર, દરેક ફ્લેવર્ડના કસ્ટર્ડ પાવડર કે ચોકલેટ પાવડરમાં કોર્ન ફ્લોર ઉમેરી બનાવવામાં આવતા હોય છે. આમ કોર્નમાંથી બનતો કોર્નફ્લોર પણ વાનગીઓ માટે એક ખૂબજ અગત્યનું ઘટક છે.

આજે હું અહિં પનીર, ચિલી, ચીઝ અને કોર્ન નું સ્ટફીંગ બનાવી બનમાં સ્ટફ કરી, બેક કરી ખૂબજ સ્વાદિષ્ટ મસાલા બન બનાવવાની રેસિપિ આપ સૌ માટે આપી રહી છું. તેમાં પનીર, ચિલી અને ચીઝનું કોમ્બીનેશન હોવાથી બાળકો તેમજ યંગ્સ માટે આ ટેસ્ટી બન નાસ્તા તરીકે ખૂબજ હોટ રહેશે – ખૂબજ ભાવશે.

તો તમે પણ મારી આ સ્ટ્ફ્ડ કોર્ન-પનીર- ચિઝી પિઝા બન ની રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ઘરના બધા લોકો માટે બનાવજો.

સ્ટ્ફ્ડ કોર્ન-પનીર- ચિઝી પિઝા બન બનાવવા માટેની સામગ્રી :

 • 5 મોટા બન
 • ¾ કપ ક્રશ્ડ પનીર
 • ¼ કપ બાફેલા કોર્નના દાણા
 • ½ કપ ઓનિયન બારીક સમારેલી
 • ½ મોટું ટમેટું બારીક કાપેલું
 • ½ કપ કેપ્સીકમ બારીક સમારેલા
 • ½ કપ મોઝરેલા ચીઝ
 • સોલ્ટ સ્વાદ મુજબ
 • ½ ટી સ્પુન ચિલિ ફ્લેક્સ
 • ½ ટી સ્પુન મરી પાવડર
 • ½ ટી સ્પુન મિક્ષ હર્બ્સ
 • 1 ટેબલ સ્પુન ટોમેટો કેચપ

ગાર્લીક બટર બનાવવા માટેની સામગ્રી અને રીત :

 • 5 ફોલેલી લસણની કળી
 • ½ ટી સ્પુન ચિલી ફ્લેક્ષ
 • 1 ½ ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
 • ¼ કપ મેલ્ટેડ સોલ્ટી બટર

એક બાઉલમાં લસણની 5 કળી બારીક ક્રશ કરેલી લ્યો. હવે તેમાં ½ ટી સ્પુન ચિલી ફ્લેક્ષ ઉમેરો. મિક્ષ કરી તેમાં કોથમરી અને સોલ્ટ ઉમરો.( સોલ્ટેડ બટર વાપર્યુ ના હોય તો સ્વાદ મુજબ સોલ્ટ ઉમરેવું. હવે તેમાં ½ કપ બટર મેલ્ટ કરીને ઉમેરીને બરબર મિક્ષ કરી લ્યો. આ ગાર્લીક બટર હવે સ્ટ્ફ્ડ કોર્ન-પનીર- ચિઝી પિઝા બન પર લગાડવા માટે રેડી છે.

સ્ટ્ફ્ડ કોર્ન-પનીર- ચિઝી પિઝા બન બનાવવા માટે સ્ટફીંગ બનાવવાની રીત :

એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં ¾ કપ ક્રશ્ડ પનીર, ¼ કપ બાફેલા કોર્નના દાણા, ½ કપ ઓનિયન બારીક સમારેલી, ½ મોટું ટમેટું બારીક કાપેલું, ½ કપ કેપ્સીકમ બારીક સમારેલા, ½ કપ મોઝરેલા ચીઝ, સોલ્ટ સ્વાદ મુજબ, ½ ટી સ્પુન ચિલિ ફ્લેક્સ, ½ ટી સ્પુન મરી પાવડર, ½ ટી સ્પુન મિક્ષ હર્બ્સ અને 1 ટેબલ સ્પુન ટોમેટો કેચપ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. હવે આ મિશ્રણ બનમાં સ્ટફ કરવા માટે રેડી છે.

આ સામગ્રીના મિશ્રણ માંથી 5 મોટા બન બનશે.

ત્યારબાદ 5 મોટા બન લઈ બનની બોટમ સળંગ રહે તેમ ઉપરથી એક ઉભો અને એક આડો એમ શાર્પ ચપ્પુ વડે + આ પ્રમાણે કાપો પાડો. જેથી તેમાં સ્ટફીંગ સારી રીતે સ્ટફ થઈ શકે.

( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ). આ પ્રમાણે બધા બન કાપા પાડીને તૈયાર કરી લ્યો.

(વધારે મોટા બન હોય તો તેના પર 2 આડા અને 2 ઉભા એમ ચપ્પુ વડે કાપા પાડી તેમાં સ્ટફીંગ ભરો).

હવે બનમાં પાડેલા દરેક કાપાના ખાંચામાં બનાવેલું સ્ટ્ફીંગ જરા પ્રેસ કરીને સમાય તેટલું ભરી લ્યો. ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ). આ પ્રમાણે બધા બનમાં સ્ટફીંગ ભરીને રેડી કરી લ્યો.

હવે આ બધા બન પર ઓલ ઓવર ગાર્લીક બટરનું સારી રીતે બ્રશિંગ કરી લ્યો.

આ બનને કડાઇમાં અને ઓવનમાં બેક કરી શકાય છે.

કડાઇમાં બટર પેપર મૂકી તેને ગ્રીસ કરી ત્યારબાદ ગાર્લિકથી સારી રીતે બ્રશિંગ કરેલા બન તેમાં મૂકી સ્લો મિડિયમ ફ્લેમ પર 10 મિનિટ બેક કરી લ્યો અથવા સ્ટફીંગમાં રહેલું બટર સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી બેક કરો.

મેં અહીં ઓટીજીમાં આ પિઝા બન બેક કરેલા છે.

ઓવન ને 17૦* પર રાખી 10 મિનિટ બેક કરી લ્યો. ત્યારબાદ બેકીંગ ટ્રેમાં બટર પેપર જરા ગ્રીસ કરી તેના પર બધા સ્ટ્ફ્ડ કોર્ન-પનીર- ચિઝી પિઝા બન ગોઠવીને ટ્રેને ઓવનમાં મૂકી 17૦* પર 15 મિનિટ માટે બેક થવા મૂકો. જેથી સ્ટફિંગ્માં રહેલું ચીઝ સરસ મેલ્ટ થઈ જય અને ઉપરથી બટર પણ સ્ટફિંગમાં સરસ મિક્ષ થઈ જાય.

15 મિનિટ પછી બહાર કાઢીને સ્ટફ્ડ કોર્ન-પનીર-ચિઝી બન ગરમા ગરમ સર્વ કરો. ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય. ખૂબજ ટેસ્ટી એવા આ પિઝા બન બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ તમારા રસોડે બાનવવા ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *