વરસાદની સીઝનમાં ખાવાની મોજ પડે એવા ગરમાગરમ કાંદાના ભજીયા-Crispy Kanda Bhajiya

આજે આપણે વરસાદની સીઝનમાં ખાવાની મોજ પડે એવા ગરમાગરમ કાંદા ના ભજીયા બનાવીશું.જે વરસાદ મજા પડી જાય એવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી ભજીયા બનાવીશું.અને ઘર માં બધા ને ભાવશે.વરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો વરસાદ માં ગરમા ગરમ ભજીયા ખાવા ની બહુ જ મજા પડી જાય છે.તો એકવાર બનાવશો તો વારંવાર વાર બનાવશો.આ રેસિપી એકદમ સરળ છે અને એકદમ સહેલાઇ થી બની જાય છે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • લસણ
  • ડુંગળી
  • ચણા નો લોટ
  • તેલ
  • લીલા મરચા
  • લીલા ધાણા
  • સેકેલા જીરા નો પાવડર
  • મરી પાવડર
  • ગરમ મસાલો
  • આમચૂર પાઉડર
  • હળદર

રીત

1- કાંદા ના ભજીયા બનાવવા માટે બે ડુંગળી લઈ લઈશું.હવે ડુંગળી ને છોલી ને તેની સ્લાઈસ કરવાની છે,સ્લાઈસ બહુ પાતળી નઈ અને બહુ જાડી પણ નઈ તેવી કરવાની છે.જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે આ જ રીતે બધી ડુંગળી ની સ્લાઈસ કરી લઈશું. હવે બધી ડુંગળી ને એક બાઉલ માં કાઢી લઈશું.

2- હવે બધી ડુંગળી ની સ્લાઈસ પાડ્યા બાદ બધા લછા ને છુટા પાડી લઈશું.તેને હાથ થી મસળી ને એક એક લછાં છુટા પડી જાય તે રીતે મસળી લેવાનું છે.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા લછા બધા જ છુટા પડી ગયા છે.તેના થી આપણા કાંદા ના ભજીયા એકદમ ટેસ્ટી બને છે.

3- હવે આપણે આમાં મસાલા કરી લઈશું.હવે બે થી ત્રણ લીલા મરચા ને ઝીણા સમારીને એડ કરીશું.હવે ચાર કળી લસણ ને પણ ઝીણું સમારી ને એડ કરીશું.હવે એક મોટી ચમચી ધાણા અધકચરા વાટી ને લીધા છે.

4- હવે તેમાં એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ અડધી નાની ચમચી હળદર નાખીશું.ત્યારબાદ અડધી નાની ચમચી સેકેલા જીરા નો પાવડર નાખીશું.ત્યારબાદ અડધી નાની ચમચી મરી પાવડર નાખીશું.

5- હવે અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું.અને એક નાની ચમચી આમચૂર પાઉડર નાખીશું.આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.હવે બે ચમચી લીલા ધાણા સમારેલા તે એડ કરીશું. મીઠું આપણે પછી નાખીશું.

6- પહેલા આપણે બધા મસાલા કરી લઈશું.હવે હાથ થી બધું સરસ મસળી લઈશું જ્યાં સુધી ડુંગળી માંથી પાણી ના નીકળે ત્યાં સુધી.આ પકોડા માં કોઈપણ પાણી નો ઉપયોગ નથી કરવાનો.હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે તેને પણ હાથ થી મિક્સ કરી લઈશું.મસળી ને મિક્સ કરીશું એટલે ડુંગળી તેનું પાણી છોડી દેશે. હવે તેને ઢાંકી ને દસ મિનિટ માટે રહેવા દઈશું.

7- હવે દસ મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ આપણે તમે વીડિયોમાં જોઇ શકો છો કે ડુંગળી પાણી છોડી દીધું છે હવે જરૂર પડે એટલું બેસન નાખીશું.હવે આમાં બે ચમચી બેસન નાખીશું.તેને હાથ થી મસળી લઈશું. હજુ પણ બે ચમચી બેસન નાખીશું. જો તમે વધારે બેસન નાખશો તો તમારા પકોડા ક્રિસ્પી નઈ થાય.

8- આમાં આપણે ખારા નો ઉપયોગ નથી કરવાનો.આપણે બેસન નાખીએ ત્યારે જોઈ લેવાનું છે કે આપણા પકોડા વળે છે કે નઈ તે જોઈ લેવાનું,હજુ આમાં હજુ જરૂર લાગે છે તો આપણે બેસન એડ કરીશું.હવે તેને મિક્સ કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા ભજીયા વળી જાય છે તે રીત નું ખીરૂ રાખવાનું.

9- હવે આપણે ફ્રાય કરી લઈશું. તેલ એકદમ વધારે ગરમ હોવું જોઈએ.તો જ આપણા ભજીયા એકદમ ક્રિસ્પી થઈ જશે.જો તમે ધીમા તાપે ફ્રાય કરશો તો બધું તેલ ભજીયા માં જતું રહેશે.હવે એક ચમચી તેલ ભજીયા માં નાખીશું.હવે સરસ મિક્સ કરી લઈશું અને ભજીયા ને પાડી લઈશું.

10- બહુ વધારે નઈ પાડવાના અને એક બીજા ને ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા ભજીયા થવા લાગ્યા છે અને એકદમ ક્રિસ્પી અવાજ આવવાં લાગ્યો છે.હવે તેને ચમચી થી પલટાવી લઈશું.હવે તેને સતત હલાવતા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું.

11- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ અને ક્રિસ્પી ભજીયા થઈ ગયા છે તો હવે તેને કાઢી લઈશું. હવે તેને એક ટિસ્યુ પેપર પર કાઢી લઈશું.એકદમ સરસ ડુંગળી ના લછા પડ્યા છે અને જોઈ ને જ ખબર પડી જાય છે કે આ ડુંગળી ના જ ભજીયા છે.

12- આમાં કોઈપણ સોડા નો ઉપયોગ નથી કર્યા.બાકી ના આ જ રીતે ફ્રાય કરી લઈશું.ભજીયા ને વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપર ચાટ મસાલો ભભરાવી લઈશું.હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું.આ ભજીયા સાથે ખૂબ જ સરસ લાગે છે આપણા ડુંગળી ના ભજીયા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *