ઇઝી – ક્વિક કપ કેક – આ વિકેન્ડ પર બાળકોને કરી દો ખુશ ફટાફટ બનતી આ કેક દ્વારા…

ક્રીસમસ ફેસ્ટીવલ નજીક આવી રહ્યો છે તો બનાવો એઝી – ક્વિક કપ કેક

સામાન્ય રીતે કેક ની પ્રોસિઝર થોડી બોરિંગ લાગતી હોય છે. તેથી ગ્રુહિણીઓ કેક બનાવવાનું એવોઇડ કરતા હોય છે. તો તેનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આજે હું તમને ઇઝી- ક્વીક કપ કેક ની રેસિપિ આપી રહી છું. જેમાં ઘી કે બટરની જરુર પડતી નથી. તેથી આ કેક ખાવામાં પણ લાઇટ છે. સાથે આઇસિંગમાં પણ ક્રીમનો ઉપયોગ કર્યો નથી. એટલે વ્હિપક્રીમની પણ જરુર પડશે નહિ. રસોડા માં રોજીંદા વપરાશની સામગ્રીમાંથી જ કેક બની જશે. એટલે કેક બનાવવા માટે બજારમાંથી ખાસ કોઈ વસ્તુઓ લાવવાની જરુર પડશે નહિ. નાના સેંટર માં વ્હિપ ક્રીમ મળતુ હોતુ નથી. તો આ કેક ક્યાંય પણ – કોઇ પણ બનાવી શકે છે. આ કેકની રેસિપિ ઇનોવેટીવ છે.

તો ચાલો તમે પણ આ રેસિપિ પર્ફેક્ટ્લી ફોલો કરીને ઇઝી – ક્વિક કપ કેક ચોક્કસથી બનાવજો. કપ કેક સરળતાથી બાઇટ કરી શકાય છે. બાળકો ને લંચ બોક્સ માં આપવા માટે સરળ રહેશે. કટ કરવી પડતી નથી એટલે એમ પણ ઇઝી પડે છે.

ઇઝી – ક્વિક કપ કેક બનાવવા માટે ની સામગ્રી:

 • 1 કપ મેંદો
 • 1/4 કપ કોકો પાવડર (ઓપ્શનલ)
 • જો ચોકો ટેસ્ટની કેક બનાવવી હોય તો કોકો પાવડર ઉમેરવો.
 • કોકો ફ્લેવર ની કેક ના બનાવવી હોય તો કેક ના મેઝરમેંટ ને બેલેંસ કરવા માટે
 • ¼ કપ કોર્નફ્લોર લેવો.
 • ½ ટી સ્પુન સોલ્ટ (થોડો વધુ સોલ્ટી ટેસ્ટ ભાવતો હોય તો 1ટી સ્પુન સોલ્ટ ઉમેરવું.
 • ½ કપ સુગર – પાવડર નહિ કરો તો ચાલશે.
 • ½ ટી સ્પુન બેકિંગપાવડર
 • ½ ટી સ્પુન બેકીંગ સોડા
 • ¼ કપ સ્મેલ લેસ ઓઇલ
 • 1 કપ મિલ્ક
 • ½ કપ ટૂટી ફ્રૂટી
 • 3 ટેબલ સ્પુન સ્ટ્રોબેરી સ્ક્વોશ

આઇશિંગ માટે સામગ્રી :

 • 10 કેશ્યુ બટર સ્વીટ બિસ્કીટ- ગમેતે સ્વીટ બિસ્કીટ લઇ શકાય.
 • 3ટેબલ સ્પુન સ્ટ્રોબેરી સ્ક્વોશ
 • પિંચ રેડ ફુડ કલર
 • 1-2 ટેબલ સ્પુન કોલ્ડ મિલ્ક
 • 2ટેબલ સ્પુન લાઇટ ગ્રીન આઇશિંગ
 • ગાર્નિશિંગ માટે
 • મલ્ટી કલર્ડ સુગર વર્મિસિલી
 • સુગર સિલ્વર બોલ્સ
 • ચોકલેટ ચંક્સ – જરુર મુજબ

ઇઝી – ક્વિક કપ કેક બનાવવાની રીત :

સૌ પ્રથમ 180* સેંટીગ્રેડ પર ઓવન 10 મિનિટ પ્રીહીટ કરો.

એક મિક્સિંગ બાઉલ લ્યો. તેમાં 1 કપ મેંદો, 1/4 કપ કોકો પાવડર (ઓપ્શનલ) ( કેક નો કોકો ટેસ્ટ કરવો હોય તો), ના કરવો હોય તો તેના બદલે ¼ કપ કોર્નફ્લોર લેવો. ( મેં અહિં કોર્ન ફ્લોર ઉમેર્યો છે કેમકે કેક નો ચોકો ટેસ્ટ કર્યો નથી). ½ ટી સ્પુન સોલ્ટ, ½ કપ સુગર, ½ ટી સ્પુન બેકિંગપાવડર, ½ ટી સ્પુન બેકીંગ સોડા લ્યો.

હેન્ડ વ્હિપરથી બધું બરાબર મિક્સ કરો.

ત્યારબાદ તેમાં ½ કપ ટૂટી ફ્રૂટી ઉમેરી મિક્સ કરો.

તેમાં ¼ કપ સ્મેલ લેસ ઓઇલ ઉમેરી મિક્સ કરો. ( શિંગ તેલ, તલ તેલ જેવું સ્મેલવાળું ઓઇલ વાપરવું નહિ). બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં હુંફાળું મિલ્ક અને સ્ટ્રોબેરી સ્ક્વોશ ઉમેરી બધું મિક્સ કરો.

( જો કોકો પાવડર ઉમેરી કેક બનાવી હોય તો તેમાં વેનીલા એસેંસ ઉમેરવું. અને સ્ટ્રોબેરી સ્ક્વોશ ઉમેરવો નહિ. તેના બદલે તેટલો જ ચોકલેટ સોસ ઉમેરવો).

હવે કેક માટેનું મિશ્રણ તૈયાર છે. કપ કેક માટે ના સિલિકોન મોલ્ડ લો. અર્ધા કપ સુધી મિશ્રણ ભરી લો. આખુ મોલ્ડ ભરવું નહિ. કેમકે બેક થતા કેક બહાર નીક્ળી જશે.

બધા મોલ્ડ ભરાઇ જાય એટલે 18૦* સેંટિગ્રેડ પર 15 થી 20 મિનિટ બેક કરો.

20 મિનિટ બાદ ટૂથપિક વડે ચેક કરો. ટુથપિક ક્લીન બહાર આવે તો કપ કેક બરબર બેક થઇ ગઇ છે.

ઓવન માંથી બહાર કાઢી ઠંડી થવા દ્યો.

આઇશિંગ:

10 સ્વીટ બિસ્કીટ( અહિં નેઇમ – 20-20 કેસ્યુ બટર બિસ્કીટ વાપર્યા છે).

સૌ પ્રથમ બિસ્કિટ ને ગ્રાઇંડ કરી લ્યો.

ત્યારબાદ એક બાઉલ લઇ તેમાં 3 ટેબલ સ્પુન સ્ટ્રોબેરી સ્ક્વોશ લ્યો. તેમાં ગ્રાઇંડ કરેલા બિસ્કિટ ઉમેરો.

પિંચ રેડ કલર અને 1-2 ટેબલ સ્પુન કોલ્ડ મિલ્ક ઉમેરી મિક્સ કરો. રેડ આઇશિંગરેડીછે.

હવે બિસ્કીટ પાવડર થીક થાય એટલું જ કોલ્ડ મિલ્ક અને જરુર પૂરતો ગ્રીન ફુડ કલર ઉમેરી મિક્સ કરો. (ગમે તો વેનિલા એસેંસ ઉમેરી મિક્સ કરો). લાઇટ ગ્રીન આઇશિંગ રેડી છે.

બન્ને આઇસિંગને અલગ અલગ પાઇપિંગ બેગમાં ફીલ અપ કઈ દ્યો.

હવે ઠંડી થઇ ગયેલ કપ કેક પર રેડ અને ગ્રીન આઇશિંગથી મનપસંદ ડિઝાઇન કરો.

આઇશીંગ કરેલી કેક પર સિલ્વર બોલ્સ, કલર્ડ સુગર વર્મિસિલી અને ચોકલેટ ચંક્સ સ્પ્રીંકલ કરી ગાર્નિશ કરો.

તો ઘરે બનાવેલી સ્વીટ ઇઝી –ક્વિક કપ કેક રેડી છે. બાળકોના લંચ બોક્સ માં પણ આપી શકો છો. બ્રેક્ફાસ્ટમાં લઇ શકો છો. કપ કેક હોવાથી ટ્રાવેલીંગમાં પણ સાથે લઇ જવા માટે સરળ બનશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *