કર્ડ-મેથી ચના મસાલા – બાળકોને સાદા દેશી ચણાનું શાક નથી પસંદ તો આવીરીતે બનાવીને ખવડાવો…

કર્ડ-મેથી ચના મસાલા :

ચણા ઘણા પ્રકારના આવે છે. કાળા, લીલા, લાલ, સફેદ.. દરેકના પોષક તત્વોના વિવિધ ફાયદાઓ હોય છે.

*ચણામાં સારા પ્રમાણમાં ફાઇબર રહેલું છે, તેનાથી ડાયાબિટીઝવાળા લોકોને ફાયદો થાય છે. દરરોજ ઓછા માં ઓછા 30 ગ્રામ્સ ફાઇબર ખાવાથી ડાયાબિટીઝવાળા લોકોમાં ઇંફ્લેમેશન-બળતરા ઘટાડવામાં મદદ મળી શકે છે.

ઉચ્ચ ફાઇબરવાળા આહાર લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવામાં અને ટાઇપ -2 પ્રકારનું ડાયાબિટીઝ થવાનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

*ચણા માં રહેલ આયર્ન, કેલશિયમ અને અન્ય પોષક તત્વો, બધાં હેલ્ધી હાડકાની રચના અને શક્તિમાં મદદ રુપ થાય છે. ઓસ્ટિયોપોરોસિસને રોકવા માંગતા લોકોએ આહારમાં હંમેશા ચણા લેવા જોઇએ.

* ચણામાં રહેલું ફાઇબર, પોટેશિયમ, વિટામિન બી ,આયર્ન ,મેગ્નેશિયમ અને સેલેનિયમ બધાં હ્રદય ના આરોગ્યને ટેકો આપે છે. તેમજ ચણામાં રહેલું ફાયબર હ્રદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે, ચણામાં કોલેસ્ટરોલ હોતું નથી.

*ફ્રી રેડીકલ્સએ એ ઝેરી પદાર્થો છે. જે શરીરમાં એકઠા થઇ ચયાપચય અને અન્ય પરિબળોના પરિણામે, જેમ જેમ આ ઝેર ઉત્પન્ન થાય છે તેમ તે કોષોને નુકશાન પહોચાડે છે અને કેંસર સહિત વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરે છે. ચણાને આહારમાં લેવાથી તેમાં રહેલું સેલેનિયમ અને બીટા કેરોટિન એન્ટિ ઓક્સિડંટ્સનું કામ કરે છે. જે કેંસરથી બચાવવામાં મદદ કરે છે.

*ચણામાં કોલિન હોય છે. જે મગજ અને નર્વસ સિસ્ટમના કામમાં મદદ રુપ થાય છે. તે મૂડ, સ્નાયુ નિયંત્રણ, સ્ટડી અને મેમરીમાં તેમજ શરીરના મેટાબોલિઝમ – ચયાપચય માટે પણ સારી ભૂમિકા ભજવે છે.

* તેમાં રહેલા ડાયેટરી ફાઇબર્સ પાચનતંત્રમાં બલ્કિંગ એજંટસ તરીકે કામ કરે છે. જે ફિલિંગ ફુલરનું કામ કરે છે. પ્રોટીન સમાન અસર કરે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

*તેમાં રહેલું આયર્ન એનિમિયાની ઉણપ દૂર કરે છે.

ચણામાં રહેલા પોષક તત્વો મેળવવા માટે આપણે કોઇને કોઇ પ્રકારે તેનું આહારમાં સેવન કરવું જોઇએ.

તો તેનામાટે હું આજે કર્ડ-મેથી ચના મસાલા ની રેસિપિ આપી રહી છું તો મિત્રો, જરુરથી આ રેસિપિ બનાવજો.

કર્ડ-મેથી ચના મસાલા બનાવવા માટે ની સામગ્રી:

  • 1 કપ સૂકા ચણા
  • 1 બટેટુ
  • 1 ટમેટું
  • 1 ઓનિયન
  • 2 ટેબલ સ્પુન ચણાનો લોટ
  • 1 કપ કર્ડ –દહિં
  • ½ ટી સ્પુન હળદર
  • 1 ½ ટી સ્પુન ધાણાજીરું પાવડર
  • 1 ½ ટી સ્પુન લાલ મરચું પાવડર
  • 1 ટી સ્પુન ગરમ મસાલો
  • 2 ટેબલ સ્પુન લીલી મેથીની ભાજી
  • પિંચ સુગર
  • 2 ટી સ્પુન લેમન જ્યુસ
  • 1 ટી સ્પુન ગોળ
  • 1 તજ પત્તુ –તમાલપત્ર
  • 2-3 લવિંગ
  • 2 નાના તજ ના ટુકડા
  • 1 સૂકું લાલ મરચું
  • 1 લીલુંમરચું બારીક કાપેલું
  • 1 ચમચી ખમણેલું આદુ
  • 2-3 સ્ટ્રીંગ મીઠો લીમડો
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • 2 -3 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી

કર્ડ-મેથી ચના મસાલા બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ 1 કપ લાલ ચણાને પાણીથી ધોઇને 6-7 કલાક માટે હુફાળા પાણીમાં પલાળી ઢાંકી રાખો.

6-7 કલાક પલળી ગયા બાદ તેમાંથી પાણી કાઢી નીતારી લ્યો. પ્રેશર કૂકરમાં પાણી ગરમ મૂકી ત્યાર બાદ તેમાં જરુર હોય તો પિંચ સોડા ઉમેરી, ચણા અને 1 બટેટું સાથે બાફવા માટે મૂકી 1 ટી સ્પુન મીઠું ઉમેરી પ્રેશર કૂક કરો.

હવે તે દરમ્યાનમાં 1 ટમેટું અને 1 ઓનિયન અલગ અલગથી ખમણીથી ખમણી લ્યો.

ત્યારબાદ એક બાઉલમાં 1 કપ દહીં લઇ તેમાં 2 ટેબલસ્પુન ચણાનો લોટ – બેસન ઉમેરી મિક્સ કરી એક બાજુ રાખો.

ચણા અને બટેટું પ્રેશર કૂક થઇ જાય એટલે તેમાંથી પાણી નિતારી લ્યો.

*એ પાણી તમારે ચના મસાલા માં નાખવામાં ઉપયોગ કરવો હોય તો બટેટાની છાલ ઉતારી પછીથી ચણા સાથે બાફવા મૂકો.

હવે એક પેન ગરમ મૂકી તેમાં 2 ટેબલસ્પુન ઓઇલ વઘાર કરવા માટે મૂકો. ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઇ અને 1 ટી સ્પુન આખું જીરું ઉમેરી.

ત્યારબાદ તેમાં 1 તમાલપત્ર અને લાલ સૂકૂં મરચું મૂકો. એ જરા સંતળાય એટલે તેમાં મીઠા લીમડાની 2 સ્ટ્રીંગ અને ખમણેલું આદું ઉમેરો. એ પણ જરા સંતળાય એટલે તેમાં થોડી કોથમરી, ખમાણેલા ટમેટા અને ઓનિયન, બારીક કાપેલ લીલું મરચું ઉમેરો. બધું હલાવીને બરાબર મિક્સ કરી લ્યો.

તે થોડું કૂક થાય એટલે તેમાં ½ ટી સ્પુન હળદર, 1 ½ ટી સ્પુન ધાણાજીરું પાવડર, 1 ½ ટી સ્પુન લાલ મરચું પાવડર, 1 ટી સ્પુન ગરમ મસાલો,1 ટી સ્પુન ગોળ ઉમેરી મિક્સ કરો.

ત્યારબાદ બરાબર કૂક થવા દ્યો.

હવે પેનમાં જ, કૂક થયેલ મસાલો સાઇડમાં કરીને તેમાં મેથીની ભાજી ઉમેરી સાંતળી લ્યો અને મસાલા સાથે મિક્સ કરીને 1 મિનિટ કૂક કરો.

હવે તેમાં ચણાનો લોટ મિક્સ કરેલું દહીં ઉમેરી મિક્સ કરી દ્યો. કૂક કરો.

તેમાંથી ઓઇલ છૂટું પડતું લાગે અને સાઇડ છોડવા લાગે એટલે તેમાં બાફેલું બટેટું મેશ કરીને મિક્સ કરો.

ત્યારબાદ તેમાં બાફેલા ચણા ઉમેરી મિક્સ કરો.

હવે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી 2 મિનિટ કૂક કરો. જેથી બધો મસાલો ચણામાં બરાબર ચડી જાય અને ટેસ્ટ આવે.

હવે તેમાં 2 ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી મિક્સ કરો.

તો તૈયાર છે કર્ડ-મેથી ચના મસાલા….

સર્વિંગ બાઉલમાં કર્ડ-મેથી ચના મસાલા પરસીને તેના પર આદુંની છીણ અને કોથમરી થી ગાર્નિશ પુરી, પરોઠા સાથે પીરસો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *