કર્ડ રાઈસ – જે દક્ષિણ ભારતની બહુ પ્રખ્યાત ડીશ છે એકવાર જરૂર બનાવજો…

આજે આપણે જોઈશું કર્ડ રાઈસ. વધેલા ભાત માંથી તો ઘણું બધું બને છે પણ આ રાઈસ ખૂબ જ ઝડપ થી બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી છે તેમાં આપણે ટિપ્સ પણ જોઈશું એટલે આખો વિડિયો જરૂર થી જોજો તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • વધેલો ભાત
  • દહી
  • લીલા મરચાં
  • લીલા ધાણા
  • મીઠું
  • રાય
  • હીંગ
  • જીરું
  • દૂધ
  • સીંગદાણા
  • બુંદી
  • મીઠો લીમડો

રીત


1- સૌથી પહેલા આપણે દોઢ કપ જેટલો ભાત લઈશું જો વધેલો ભાત ના હોય તો તાજો ભાત પણ લઈ શકો છો તાજો ભાત હોય તો તેને ઠંડો કરી ને લઈ શકાય.

2- હવે તેમાં એક કપ દહી નાખીશું આ દહી સાવ મોરું નથી લેવાનું હવે બધું સરસ મિક્સ કરી લઈશું તમને ખાવું ગમે તેવું દહી લેજો દહી બવ જાડું હોય અથવા ખાટું હોય તો તમે તેમાં થોડું દૂધ એડ કરી શકો છો.

3- હવે તેમાં બે થી ત્રણ ચમચી દૂધ એડ કરી શકો છો હવે બધું મિક્સ કરી લઈશું આ તમે જમવા ની સાથે બનાવશો તો એક આઈટમ વધી જશે એમનમ નાસ્તા કે ટિફિન માં પણ બનાવી શકો છો.

4- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે તેનો વઘાર મુકીશું તેના માટે એક થી દોઢ ચમચી તેલ લઈશું તેને ગરમ કરવા મૂકીશું હવે તેમાં એક ચમચી રાય નાખીશું રાય ને તતડવા દઈશું જો રાતે ભાત બનાવી ને મૂકી દેશો તો સવારે ટિફિન માં બનાવી ને કર્ડ રાઈસ આપી શકશો.

5- હવે એક ચમચી જીરૂ નાખીશું અને પા ચમચી હિંગ નાખીશું હીંગ બહુ સ્વાદિષ્ટ લાગે છે હવે તેમાં મીઠો લીમડો અને બે થી ત્રણ લીલા મરચા સમારી ને નાખીશું તમે આખા લાલ મરચાં પણ નાખી શકો છો.

6- લીલા મરચા ની હલકી તીખાશ પણ સરસ આવે છે હવે આ વઘાર ને રાઈસ ની ઉપર નાખી દઈશું તમે રાતે ભાત બનાવી ને ફ્રીઝ માં મૂકી દો અને સવારે એમાં દહી નાખી ને બનાવી દો અને ટિફિન માં આપશો તો ક્યારે ક્યારે ટિફિન માં બાળક કે ઘર નું કોઈપણ ખાશે તો તેને ગરમ નથી એ વસ્તુ ની તકલીફ નઈ આવે.

7- હવે રાઈસ ને કોથમીર થી ગાર્નિશ કરી લઈશું અને આમાં દાડમ ના દાણા પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે આપણે અહીંયા સીંગ થી ગાર્નિશ કરીશું સીંગ બધા નથી નાખતા પણ અમારા ઘર માં બધા ને ભાવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે અને થોડી બુંદી નાખીશું ત્યારબાદ ઘણા લોકો સેવ પણ નાખે છે તો તે પણ સરસ લાગે છે આ કર્ડ રાઈસ ઠંડા ખાસો તો એટલી જ મજા આવશે અને તમે તેને બનાવી ને તરત જ ખાસો તો પણ એટલી જ મજા આવશે તો તમે પણ આ રેસિપી જોઈ ને ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *