ટેસ્ટી અને હેલ્ધી પાપડ પૌવાનો ચેવડો નાના મોટા દરેકને પસંદ આવશે આ યુનિક નાસ્તો…

આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી પાપડ પૌવાનો ચેવડો બનાવવાની રીત જોઈશું. આપણે નાયલોન પૌવા નો ચેવડો બનાવીશું આપણા ઘરે આ ચેવડો તો બનતો હોય છે. પૌવા એકદમ હેલ્ધી છે પણ ક્યાંય ક્યાંય તો મુશ્કેલી તો આવતી જ હોય છે ઘણી વાર મસાલો મિક્સ નથી થતો, ઘણી વાર ચેવડો તેલ વારો પણ રહી જતો હોય છે,પાપડ પૌવા નો ચેવડો ઘરે કઈ રીતે બને તે જોઈશું.તો ચાલો હવે શરૂ કરી દઈશું.

સામગ્રી

  • નાયલોન પૌવા
  • પાપડ
  • લાલ મરચું પાવડર
  • મીઠું
  • દરેલી ખાંડ
  • લીલા મરચાં
  • રાઈ
  • મીઠા લીમડાના પાન
  • હળદર
  • સીંગદાણા
  • તેલ

રીત

1- આપણે અહીંયા ત્રણ ટાઇપ ના પૌવા જોઈશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો, સૌથી પહેલા આપણે બટેકા પૌવાના પૌવા છે તેને પલાળી ને બનાવી શકીએ છીએ,અને તેને તરવા માં યુઝ કરાય છે તે સરસ ફૂલી જાય છે તેનો ચેવડો પણ ખૂબ સરસ બને છે.હવે બીજા જે પૌવા છે તે નાયલોન પૌવા છે.

2- નાયલોન પૌવા નો આપણે ચેવડો બનાવતા હોઈએ છીએ.આ પૌવા વઘારવા માં કામ નથી આવતા અને તળવા માં પણ કામ નથી આવતા જો તમે આ પૌવા ને તડસો તો તેલ વધારે ભરાય જશે.અને તે પોચા પણ નઈ બને,જો તમે બટેકા પૌવા બનાવવામાં યુઝ કરશો તો તે એકદમ પાણી વાળા થઈ જશે,એટલે તેના પણ સરસ પૌવા નઈ બને,એટલે આ પૌવા નો શેકેલો ચેવડો બને છે.

3- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ જે પૌવા છે તે મમરા ચૂર પૌવા કહેવામાં આવે છે ઘણા લોકો તેને મમરા ની જેમ પણ યુઝ કરે છે તેને તે રીતે વઘારી પણ શકાય છે.અને આ પૌવા નો ચેવડો પણ ખૂબ સરસ લાગે છે.હવે તમને ખ્યાલ આવી ગયો ને કયા પૌવા કયા છે હવે જ્યારે તમે માર્કેટ માં પૌવા લેવા જાવ ત્યારે તમને ખબર પડવી જોઈએ કે કયા પૌવા મારે લેવાના છે અને કઈ ટાઇપ ના હોય છે.

4- તો આજે આપણે નાયલોન પૌવા માંથી જ ચેવડો બનાવી લઈશું.કારણકે આ ખૂબ જ હેલ્ધી છે અમુકવાર સરસ રીતે મસાલો ચોંટે છે અમુક વાર સરસ રીતે મસાલો નથી ચોંટતો.અને ઘણી વાર એમ થાય કે બહાર જેવો ચેવડો ઘરે નથી બનતો.તો હવે ઘરે પણ બનશે જો આ રીત થી બનાવશો તો, સૌથી પહેલા આપણે પૌવાને શેકી લેવાના છે તમે તેને તડકા માં પણ તપાવી શકો છો. હવે તેલ લઈશું અહીંયા આપણે તેલ વધારે પ્રમાણ માં નથી લેવાનું જો વધારે લઈશું તો તેલ બહાર દેખાશે અને ચેવડો જરા પણ સરસ નઈ બને.હવે આપણે બે ચમચી તેલ લઈશું ત્યારબાદ એક ચમચી રાઈ લઈશું.

5- હવે તેમાં અડધી ચમચી હીંગ એડ કરીશું,આપણે હળદર પણ અત્યારે જ એડ કરી લઈશું,હવે એક ચમચી હળદર લઈશું હવે તેમાં એક લીલું મરચું એડ કરીશું,હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું,લીલા મરચા અને મીઠો લીમડો એ પહેલા એડ કરવાનું જેથી તેમાં પાણી નો ભાગ રહેલો હોય તે નીકળી જાય,ત્યારબાદ સીંગદાણા એડ કરીશું.હવે તેને બરાબર હલાવી લઈશું, હવે તેમાં એક ચમચી દાળિયા એડ કરીશું.હવે તેમાં કાજુ અને દ્રાક્ષ એડ કરીશું,હવે તેની સાથે એક પાપડ ના ટુકડા લીધા તે એડ કરીશું.

6- આપણે પાપડ ને સેકેલો નઈ એડ કરવાનો કાચો જ લેવાનો જેથી તેનો કલર સરસ આવે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે મીઠું પણ અત્યારે જ એડ કરીશું હમેશા ધ્યાન રાખવાનું છે કે મીઠું આ સ્ટેજ પર જ એડ કરવાનું જેથી પૌવા માં સરસ ભળી જાય તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. બસ જો આ નાની નાની વાત નું ધ્યાન રાખશો તો ચેવડો એકદમ સરસ બનશે જો તમે આ રીતે બનાવશો તો બહાર જેવો ટેસ્ટ અને કલર પણ બહાર જેવો જ આવશે.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો એકદમ સરસ કલર દેખાય છે તો હવે તેમાં લાલ મરચું પાવડર નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું,હવે તેમાં સેકેલા પૌવા એડ કરી લઈશું,હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ધીમે ધીમે તેનો કલર સરસ પકડાઈ રહ્યો છે જે મસાલો છે તે પૌવા પર સરસ કોટ થઈ રહ્યો છે હવે ફરી થી એક મિનિટ માટે ગેસ ચાલુ કરીશું જેથી પૌવા સરસ રીતે સેકાય જાય અને મસાલો જે છે તે સરસ રીતે ભળી જાય.

8- આપણે બહુ તેલ વાળું કે તળેલું ના ખાવું હોય અને કઈક ચટપટું જોઈતું હોય તો આ સેકેલાં પૌવા નો ચેવડો બનાવી શકાય આ એકદમ હેલ્ધી નાસ્તો છે તમે મસાલા એડ કરો ત્યારે ખાસ એ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે મસાલા બળી ના જાય,નઈ તો તેનો કલર કાળો પડી જશે.અને કાજુ છે કે દ્રાક્ષ છે એ પણ જ્યારે એડ કરીએ ત્યારે બહુ વધારે પ્રમાણ માં લાલ ના થવું જોઈએ.

9- તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે હવે ગેસ બંધ કરી દઈશું હવે તેમાં બે ચમચી દરેલી ખાંડ એડ કરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કરી શકો છો.અને જો તમને ખટાશ પણ ગમતી હોય ને તો તમે તેમાં લીંબુ ના ફૂલ નો પાવડર એડ કરી શકો છો.જો તમને ગમે તો તમે સેવ પણ એડ કરી શકો છો.

10- તમે જે તળેલી બુંદી આવે છે તે પણ એડ કરી શકો છો તો પણ સરસ લાગે છે હવે સરસ ચેવડો તૈયાર થઈ ગયો છે હવે તેને સર્વે કરી લઈશું તેને એક પ્લેટ માં કાઢી લઈશું,આ ચેવડો એકદમ બહાર જેવો જ બન્યો છેઅને એકદમ ટેસ્ટી લાગે છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.તો હવે બહાર જેવો જ ચેવડો ઘરે બનાવો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *