રસોઈની કેટલીક ચીજો કરશે બળેલા વાસણને સાફ, તમે પણ જાણીને કરો ટ્રાય

તમારી રસોઇમાં જો વાસણો ચમકતા હોય તો તમને ગમે છે. પણ જો ખાવાનું બનાવતા આ વાસણો બળી જાય છે તો તેને સાફ કરવાનું કામ તમારા માટે ઘણું મુશ્કેલ હોય છે. તમે તેને ઘસીને થાકી જાવ છો. આ સમયે અમે આપને માટે એવી કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જે તમારી મદદ કરી શકે, આ ચીજો તમને તમારી રસોઇમાં સરળતાથી મળી રહે છે. તો રાહ કોની જુઓ છો, લાગી જાઓ ફટાફટ તમારા બળેલા વાસણોને સાફ કરવા.

જાણો તમારી રોજની રસોઈમાં કઇ એવી ચીજો છે જેની મદદથી તમે ચપટીમાં તમારા બળેલા વાસણને સાફ કરી શકો છો…

ડુંગળી

નાની ડુંગળી અનેક મોટા કામ કરી લે છે. બળેલા વાસણને સાફ કરવા માટે ડુંગળીના નાના ટુકડા કરી તેને કાપીને બળેલા વાસણમાં નાંખો. તેમાં પાણી નાંખીને ગરમ કરો. થોડીવારમાં વાસણ પરથી બળેલી ચીજો પાણી પર તરવા લાગશે.

બેકિંગ સોડા

બળેલા વાસણમાં 1 ચમચી બેકિંગ સોડા, 2 ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી નાંખો. આ પછી તારના કુચડાથી સાફ કરી લો. તમારા વાસણો ફરી નવા જેવા ચમકવા લાગશે.

લીંબુનો રસ

નાનું અને ખાટું લીબું મોટો કમાલ કરે છે. આ માટે તમે એક કાચું લીંબુ લો અને વાસણના ડાઘ પર ઘસો. તેમાં 3 કપ ગરમ પાણી નાંખો અને પછી બ્રશથી બળેલા ડાઘ સાફ કરી લો. ફટાફટ તમારું કામ થઈ જશે અને મહેનત પણ ઓછી થશે.

મીઠું

બળેલા વાસણમાં મીઠું અને પાણી નાંખી 5 મિનિટ ઉકાળો. તેને તારના બ્રશથી સાફ કરી લો. તે ચમકી ઉઠશે.

ટામેટાનો રસ

તમારા ફ્રિઝમાં રહેલા ટામેટા પણ તમારા બળેલા વાસણને સાફ કરવામાં તમારી મદદ કરી શકો છો. તમે ભાગ્યે જ આ વાત જાણતા હશો. ટામેટાનો રસ અને પાણીને મિક્સ કરીને બળેલા વાસણમાં નાંખો અને તેને ગરમ કરો. તેને બ્રશથી સાફ કરી લો. તેની ચમક પાછી આવી જશે.

આમલીનો રસ

બળેલા વાસણને સાફ કરવામાં ખાટી આમલીનો રસ ઘણી મદદ કરે છે. તે ટામેટાના રસની જેમ કામ કરે છે. તેની ખટાશથી ચિકાશ અને વાસણની કાળાશ પણ દૂર થાય છે.

તો હવેથી તમે પણ રસોઈમાં વાસણ બળી જાય તો ચિંતા ન કરશો. તમારી રસોઈની આ નાની અને છતાં કામની ચીજોને યાદ રાખી લેશો તો તમારું કામ સરળ બની જશે અને તમારી મહેનત પણ ઓછી થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુ ગોસિપ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુ ગોસિપ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુ ગોસિપ

Published
Categorized as Tips

Leave a comment

Your email address will not be published. Required fields are marked *