દાલ પકવાન – બહાર મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર દાલ પકવાન શીખો પરફેક્ટ રેસિપી વિડિઓ દ્વારા..

ચાલો આજે આપણે બનાવીએ બહુ જ ફેમસ અને બધા ને પસંદ છે એવા દાલ પકવાન. આ એક સિંધી આઈટમ છે અને લોકો બ્રેકફાસ્ટ માં ખાતા હોય છે. તો ચાલો રેસીપી જોઈ લો અને આજે જ બનાવો તમારા ઘરે આ ફટાફટ બનતા ટેસ્ટી એવા દાલ પકવાન. સામગ્રી અને રીત જોઈ લઈએ.

સામગ્રી

દાળ બાફવા માટે

  • ૧ કપ ચણાની દાળ
  • મીઠું
  • હળદર
  • પાણી

વઘાર માટે

  • ૨ ચમચી તેલ
  • અડધી ચમચી રાય
  • અડધી ચમચી જીરું
  • મીઠો લીમડો
  • ૧ લીલું મરચું
  • અડધી ચમચી હળદર
  • હીંગ
  • ૧ જીણી સમારેલી ડુંગળી
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ કપ પાણી
  • ૧.૫ ચમચી આમલી ની ચટણી

પકવાન બનાવવા માટે

  • ૩ કપ ઘઉં નો લોટ
  • ૧/૨ આખું જીરું
  • ૧/૨ ચમચી મીઠું
  • તળવા માટે તેલ

ચણા ની દાળ ને કલાક માટે ગરમ પાણી માં પલાળી રાખો ,   પછી કુકર માં પલાળેલી દાળ થોડું મીઠું અને હળદર નાખી ૩ સીટી થાય ત્યાં સુધી બાફી લો.

પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે રાય અને જીરું નાખી ફૂટે એટલે મીઠા લીમડા ના પણ અને લીલું મરચું ટુકડા કરેલું નાખી દો પછી હળદર અને હિંગ નાખી સમારેલી ડુંગળી નાખી દો.

ડુંગળી નાખી અને ૨ મિનિટ સુધી સાંતળી લેવાની છે. પછી તેમાં બફાઈ ગયેલી દાળ નાખી દો, દાળ ની સાથે બાફવા માં જે પાણી બચ્યું હોય તે પણ નાખી દેવાનું છે સાથે.

પછી તેમાં ગરમ મસાલો , લાલ મરચું પાઉડર , મીઠું સ્વાદ મુજબ નાખી બરાબર મિક્સ કરી લો , ૧ કપ જેટલું પાણી નાખી દો , પછી તેમાં આમલી ની ચટણી નાખી હલાવી લઇ ઢાંકી અને ૨ મિનિટ માટે દળ ને ચડવા દેવાની છે. દાળ બની જાય એટલે એક સાઈડ રાખી દઈ અને પકવાન બનાવી લેવાના છે.

પકવાન બનાવવા માટે ઘઉં નો રોટલી નો લોટ લઇ તેમાં જીરું , મીઠું , તેલ નાખી બરાબર મિક્સ કરી લો અને જોઈએ તેટલું પાણી નાખતા જઈ સોફ્ટ પુરી જેવો લોટ બાંધી લેવાનો છે. પછી પુરી જેટલા લુઆ કરી લો, પાટલી ઉપર થોડો કોરો લોટ લઇ અને પુરી વણી લેવાની છે , સાઈઝ તમે નાની કે મોટી તેમ પસંદ હોય તેમ રાખો. પુરી વણાઈ જાય એટલે તેમાં કાણા પાડી દેવાના છે જેથી ફૂલે નઈ પુરી તળતી વખતે.

તેલ ગરમ થાય એટલે તેમાં પુરી નાખતા જઈ ધીમે ધીમે દબાવી અને લાઈટ બ્રાઉન કલર અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનું છે. આ રીતે બધા પકવાનને બનાવી લેવાના છે.

બસ તૈયાર છે એકદમ ટેસ્ટી એવા દાળ પકવાન , દાળ ઉપર થોડી આમલી ની ચટણી અને જીની સમારેલી ડુંગળી થી ગાર્નિશ કરી ને સર્વે કરો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *