દાળ પલાળવાની કે પિસવાની મહેનત વગર આથા વગર ના ઢોસા નું ખીરું અને ઇન્સ્ટન્ટ ઢોસા

આજે આપણે દાળ પલાળવાની કે પિસવાની મહેનત વગર આથા વગર ના ઢોસા નું ખીરું અને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું. જ્યારે આપણે ઢોસા બનાવવા હોય ત્યારે આપણે આગલા દિવસે થી પ્લાનિંગ કરવું પડે છે કે કાલે ઢોસા બનાવવાના છે તો દાળ અને ચોખા પલાળવા પડે.પણ આજે આપણે એવા ઢોસા બનાવીશું કે કોઈ જ પ્લાનિંગ ની જરૂર નથી કઈક જ વિચારવાની જરૂર નથી તમે સાત વાગે નક્કી કરો કે આજે ઢોસા બનાવવાના છે એટલે તે ઢોસા બની જાય છે એટલે કે આજે આપણે આથા વગર ના ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાના છે.આ ઢોસા એટલા સરસ બનસે ને એટલે એમ થશે કે હવે થી મારા ઘરે આ જ ઢોસા બનશે. આજે આપણે સાદા ઢોસા બનાવીશું,પણ તમે પીઝા ઢોસા પાઉંભાજી ઢોસા બવ બધા બનાવી શકો છો.તો ચાલો હવે શરૂ કરી દઈએ.

સામગ્રી

  • સોજી
  • મીઠું
  • ખાટી છાશ
  • ચણા નો લોટ
  • ચોખા નો લોટ
  • ઘી

રીત

1- સૌથી પહેલા આપણે એક કપ સોજી લઈશું.આપણા ઘર માં હાજર હોય તે જ રવો લઈશું જેમાંથી આપણે ઉપમા બનાવીએ છીએ હવે એક કપ ચણા નો લોટ લઈશું ત્યારબાદ પા કપ ચોખા નો લોટ લઈશું.

2- હવે બધું મિક્સ કરી લઈશું,હવે એક કપ ખાટી છાસ એડ કરીશું,હવે બધું મિક્સ કરી લઈશું,હવે આ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આ ખીરા ને પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું જેથી સોજી છે તે સરસ રીતે ફૂલી જાય અને સોજી વધારે પાણી પીશે ત્યારે થોડું ઘટ્ટ થઈ ગયું હશે.

3- જો ખીરું વધારે કડક થઇ જાય તો તેમાં થોડું પાણી એડ કરવાનું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખીરું એકદમ ઘટ્ટ થઈ ગયું છે છાસ એડ કરી હતી તે સોજી પી લીધી છે તો હવે તેમાં થોડું પાણી એડ કરીશું,હવે આપણે તેમાં મીઠું એડ કરીશું.

4- હવે બધું મિક્સ કરી લઈશું હમેશા આપણે ઢોસા નું ખીરું તૈયાર કરતા હોય ત્યારે ખીરું થોડું ઘટ્ટ રાખવાનું બવ ઢીલું નઈ રાખવાનું.તો ઢોસા એકદમ સરસ બનશે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને એકદમ લાલ પણ બનશે.

5- હવે ઢોસા ક્રિસ્પી બને તે માટે ની એક સિક્રેટ ટિપ્સ જોઈશું,પહેલા આપણે તવી ને એકદમ સરસ ગરમ કરી લેવાની છે તેની પર એક ચમચી જેટલું મીઠું ફેલાવી લઈશું હવે તવી ને એક કપડાં થી સાફ કરી લઈશું,હવે જે મીઠું હતું તેને બહાર કાઢી લઈશું.હવે તવી માં એક ચમચી જેટલું ઉપર ઘી એડ કરીશું.

6- હવે તવી માં થોડું પાણી છાંટી લઈશું,હવે તેને સાફ કરી લઈશું હવે તમારો તવો ઢોસા બનાવવા માટે એકદમ સરસ રેડી થઈ ગયો છે આ રીતે તમે કરશો તો તમારા ઢોસા ક્રિસ્પી બનશે અને લાલ પણ બનશે.હવે ઢોસા ઉતારી લઈશું,તેને વચ્ચે થી લઇ એકદમ સરસ ફેલાવતા જવાનું છે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ જાળી દેખાય રહી છે.

7- ઢોસા તમારે ઘી માં બનાવવાના તેનો સ્વાદ સરસ આવે છે.અને બહાર જેવો જ ઢોસા નો સ્વાદ આવે છે તમે અલગ અલગ વેરિએસન પણ કરી શકો છો અત્યારે આપણે તો સાદા ઢોસા બનાવીએ છીએ,મેસુર મસાલો ઉપર સ્પ્રેડ કરી શકો છો.

8- હવે આપણા ઢોસા તૈયાર થઈ ગયા છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો તો આજ રીતે તમે સાંજના બનાવજો અને ક્રિસ્પી અને લાલ બન્યા છે હવે તેની સાથે સંભાર સર્વે કરી લઈશું, નારિયેળ ની ચટણી પણ સાથે સર્વે કરી લઈશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ટિપ્સ ને પણ ફોલો કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *