દાલ તડકા – બહાર રેસ્ટોરન્ટમાં મળે છે એવી જ દાલ તડકા હવે બનશે તમારા રસોડે…

આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી દાલ તડકા બનાવીશું.આ દાલ તડકા તમે દાલ ક્યારેય નઈ ખાધી હોય તેવી ટેસ્ટી બનશે.તો ચાલો જોઈ લઈએ તે કઈ રીતે બને છે.

સામગ્રી :

  • સૂકું લાલ મરચું
  • તુવેર દાળ
  • હીંગ
  • હળદળ
  • તેલ
  • ઘી
  • રાઈ
  • જીરું
  • તમાલપત્ર
  • લવિંગ
  • લીલા મરચાં
  • લસણ ની પેસ્ટ
  • આદુ
  • ડુંગળી
  • ટામેટું
  • કાશ્મીરી લાલ મરચું
  • ગોળ
  • લીલા ધાણા
  • ગરમ મસાલો

રીત

1- આપણે બે કપ તુવેર દાળ ને ધોઈ ને પંદર મિનિટ માટે પલાળી ને રાખી હતી જેથી દાળ એકદમ સરસ પલળી જાય અને બફાઈ પણ ફટાફટ જાય તો હવે આપણે ત્રણ કપ પાણી એડ કરીશું.

2- હવે તેમાં ૧/૪ ટેબલ સ્પૂન હીંગ નાખીશું,ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું, ત્યારબાદ અડધી ચમચી મીઠું નાખી મિક્સ કરી લઈશું અને ધીમા ગેસ પર ત્રણ સીટી વગાડી લઈશું.

3- જો તમે દાળ પલાળી નથી રાખી તો ચાર સીટી વગાડી લેવાની,હવે કૂકર નું ઢાંકણ બંધ કરી દઈશું હવે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈશું,તો એક કડાઈ માં બે ચમચી તેલ લઈશું અને બે ચમચી ઘી ગરમ કરવા મૂકી દઈશું.

4- હવે ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરૂ એડ કરીશું ત્યારબાદ બે તમાલપત્ર,બે સૂકા લાલ મરચા ત્યારબાદ બે થી ત્રણ લવિંગ નાખી દઈશું,હવે બધું મિક્સ કરી લઈશું ત્યારબાદ બે ચમચી લીલા મરચા અને લસણ ની પેસ્ટ નાખીશું.

5- હવે તેમાં ૧/૪ ટેબલ સ્પૂન હીંગ નાખીશું એક આદુ નો ટુકડા ને ખમણી લઈશું હવે બધી વસ્તુ ને એક મિનિટ માટે સાંતળી લઈશું અને ગેસ ને ધીમો જ રાખીશું હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું એક મિનિટ જેવું તેને સાંતળી લઈશું.

6- હવે એક ઝીણું સમારેલું ટમેટું એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી હળદર નાખી ને મિક્સ કરી લઈશું હવે ઢાંકી ને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બે થી ત્રણ મિનિટ પછી ટામેટા સરસ કુક થઈ ગયા છે.

7- હવે તેમાં દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી ને મિક્સ કરી લઈશું હવે જે દાળ જે બફાય ગઈ છે તેને એડ કરીશું હવે દાળ એડ કરીશું દાળ તમારે જેટલી પાતળી કરવા માગતા હોય તેટલું પાણી એડ કરી શકો છો.

8- હવે એક ચમચી ગોળ નાખી તેને ત્રણ થી ચાર મિનિટ માટે ઉકાળી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે દાળ ઉકળી ગઈ છે હવે તેમાં એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું.

9- હવે તેમાં થોડું કાશ્મીરી લાલ મરચું ભભરાવી લઈશું અને ઉપર બે થી ત્રણ ચમચી ગરમ તેલ એડ કરો.તો બસ આપણી ટેસ્ટી દાલ તડકા તૈયાર છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો,હવે તેને સર્વે કરીશું થોડા લીલા ધાણા નાખી તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *