પનીર બટર મસાલા – નાના મોટા દરેકને પસંદ આવશે આ સબ્જી, એકવાર બનાવશો તો વારંવાર બનાવશો…

આજે આપણે રેસ્ટોરેન્ટના સ્વાદ ને પણ ભુલાવી દે એવું પનીર બટર મસાલા બનાવીશું.આ તમે એકવાર ઘરે બનાવશો તો નાના બાળકો થી લઈ મોટા વડીલો સુધી સૌકોઈ આંગળા ચાટતા જ રહી જશે તો તમે ઘરે એકવાર અચૂક થી બનાવજો.તો આ વીડિયો ને અંત સુધી જોજો.તો ચાલો આપણે બનાવી લઈએ પનીર બટર મસાલા.

સામગ્રી:

  • ઘી
  • લસણ
  • ડુંગળી
  • ટામેટા
  • કાજુ
  • બટર
  • ધાણાજીરું પાવડર
  • કાશ્મીરી લાલ મરચું
  • મીઠું
  • ગરમ મસાલો
  • ફ્રેશ ક્રીમ
  • ખાંડ
  • પનીર
  • કોથમીર

રીત

1- સૌથી પહેલા એક મોટી ચમચી ઘી લઈશું તમે તેલ પણ લઈ શકો છો.હવે તેમાં ચાર કડી લસણ નાખીશું હવે લસણ ને થોડી વાર સાંતળી લઈશું હવે તેમાં એક મોટી ડુંગળી સમારી ને એડ કરીશું મોટા ટુકડા ચાલશે કારણકે આ બધા ની આપણે પેસ્ટ બનાવવાની છે.

2- હવે આને પણ સરસ રીતે સાંતળી લઈશું હવે ડુંગળી સંતળાય ગઈ છે હલકી ગુલાબી કલર ની થઈ ગઈ છે હવે તેમાં બે ટામેટા સમારી ને એડ કરીશું તેના પણ મોટા મોટા ટુકડા કરી લીધા છે હવે તેને પણ સાતળી લઈશું હવે તેમાં આપણે લગભગ દસ થી બાર કાજુ એડ કરીશું.

3- આ તમારી ગ્રેવી ને ઘટ્ટ કરશે પાણી નો ભાગ અલગ અલગ ના રહે જો તમારે કાજુ ના નાખવા હોય તો તમે મગજતરી ના બી પણ નાખી શકો છો, પણ કાજુ નો સ્વાદ વધારે સારો લાગશે.હવે તેને સરસ કુક કરી લઈશું એટલે તેને ઢાંકી દઈશું અને સરસ કુક થવા દઈશું.

4- હવે પાચ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી ને જોઈ લઈએ એકવાર હલાવી લઈશું હવે ચમચા થી દબાવી જોવો ટામેટા સોફ્ટ થયા છે કે નઈ હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ થોડું ઠંડુ થાય એટલે તેની સ્મૂથ પ્યુરી બનાવી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ પ્યુરી થઈ ગઈ છે.

5- હવે એજ પેન માં એક નાની ચમચી ઘી લઈ લઈશું હવે ઘી ગરમ થાય એટલે જે પ્યુરી બનાવી છે તે તેમાં એડ કરીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી પ્યુરી કેટલી સ્મુથ છે હવે તેને બરાબર મિક્સ કરી લઈશું આપણી ગ્રેવી થોડી વાર કુક થએલી છે પણ જેટલી વધારે કુક થશે ગ્રેવી એટલો જ સ્વાદ વધારે આવશે,એટલે તેને હજુ થોડી વાર કુક થવા દઈશું,ત્યારબાદ તેમાં મસાલા કરી લઈશું.

6- હવે એક મોટો ચમચો બટર એડ કરીશું હવે તેને હલાવી લઈશું આના થી ક્રીમી થશે, હવે આમાં બધા મસાલા એડ કરીશું હવે ગેસ ધીમો કરી દઈશું હવે તેમાં એક ચમચી ધાણાજીરૂ પાવડર એડ કરીશું ત્યારબાદ તેમાં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું,હવે આને બરાબર મિક્સ કરી લઈશું.

7- આને આપણે વારંવાર હલાવતા રહીશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે પેન ની સાઈડ પર ઘી છૂટું પડ્યુ છે હવે આ સ્ટેજ પર આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું હવે આપણે ક્રીમ નાખીશું તમે બહાર થી પણ લાવી શકો છો અથવા તમારા ઘરે જે દૂધ માંથી મલાઈ નીકળે તે પણ તમે નાખી શકો છો.

8- હવે આપણે એક મોટી ચમચી ક્રીમ નાખીશું હવે આને મિક્સ કરી લઈશું હવે ફરી તેલ છુટુ પડે ત્યાં સુધી તેને હલાવતા રહીશું, ક્રીમ ને કુક થવા દઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પેન ની સાઈડ પર ઘી છૂટું પડ્યું છે આ સ્ટેજ પર આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું.

9- હવે આપણે તેમાં થોડી ખાંડ એડ કરીશું હવે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને કુક થવા દઈશું હવે પાચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ૧૦૦ ગ્રામ પનીર લઈ લઈશું અને તેના મોટા ટુકડા કરી લઈશું હવે તે ગ્રેવી માં એડ કરીશું.

10- હવે પનીર નાખ્યા પછી બે મિનિટ ઢાંકી ને કુક થવા દઈશું હવે બે મિનિટ થઈ ગઈ છે અને પનીર સરસ કુક થઈ ગયા છે હવે ગેસ બંધ કરી દઈશું હવે આને આપણે સર્વે કરી લઈશું આ તમે નાન સાથે ખાય શકો છો,તમે રાઈસ સાથે પણ ખાય શકો છો હવે તેને લીલા ધાણા થી ગાર્નિશ કરીશું તો રેડી છે પનીર બટર મસાલા તો ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *