વરસાદની સીઝનમાં ખાવાની મજા પડે એવા ગરમાગરમ તીખા દાબડા

આજે આપણે વરસાદ ની સીઝન માં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ તીખા દાબડા બનાવીશું.વરસાદ આવતા ભજીયા ખાવાનું મન તો બધા ને થાય છે તો ચાલો એક અલગ ટાઇપ ના ભજીયા બનાવીએ.જે છે તીખા દાબડા.તો ચાલો હવે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • બાફેલા બટાકા
  • બેસન
  • ચોખા નો લોટ
  • ચાટ મસાલો
  • લસણ ની ચટણી
  • ખાવા નો સોડા

રીત

1- હવે એક કપ બેસન લઈ લઈશું. હવે તેમાં એક મોટી ચમચી ચોખા નો લોટ ઉમેરી શું.ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન હળદર ઉમેરી શું.ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

2- હવે તેમાં ચપટી હીંગ નાખીશું.હવે તેમાં અડધી ચમચી અજમો હાથ માં લઇ ને મસળી લઈશું.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.હવે ધીમે ધીમે પાણી નાખી ને સ્મૂથ બેટર રેડી કરીશું.

3- હવે તમે વીડિયોમાં જોઇ શકો છો કે આ પ્રમાણે નું બેટર હોવું જોઈએ.આ બેટર બહુ જાડું કે પાતળું ના હોવું જોઈએ.હવે આને થોડી વાર રેસ્ટ આપી દઈશું.ત્યાં સુધી બટેકા ને રેડી કરી લઈશું.

4- આપણે અહીંયા બટેકા ને બાફી ને તેની છાલ કાઢી ને તૈયાર કરેલા છે હવે એક સાઈડ બટેકા ની લઈ લઈશું.તેની પર લસણ ની ચટણી લાગવી લઈશું.હવે બીજી સાઈડ તેની ઉપર મૂકી દઈશું.

5- હવે આ રીતે બધા બટેકા ની સાઈડ માં લસણ ની ચટણી લાગવી લઈશું.હવે આ પ્રમાણે બધા બટેકા ને રેડી કરી લઈશું,લસણ ની ચટણી તમે વધારે કે ઓછી કરી શકો છો.

6- હવે બધા બટેકા ની સાઈડ રેડી થઈ ગઈ છે હવે બેટર માં કોટ કરી ને ફ્રાય કરી લઈશું.હવે તેલ ને ગરમ કરવા મૂકી દીધું છે તો હવે ડીપ કરી ને ફ્રાય કરી લઈશું.હવે બેટર માં કોટ કરી ગરમ તેલ માં ફ્રાય કરી લઈશું.

7- હવે તેને ટિસ્યુ પેપર પર કાઢી લઈશું. હવે આપણે દાબડા તૈયાર થઈ ગયા છે તેની ઉપર ચાટ મસાલો ભભરાવી લઈશું.તો રેડી છે ગરમા ગરમ તીખા દાબડા.આ ચોમાસા માં જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *