કચ્છી દાબેલીનો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી – Kachchi Dabeli No Masalo

આજે આપણે કચ્છી દાબેલી નો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું.આપણે પરફેક્ટ માપ સાથે અને સરળ રીત થી ઘર માં કચ્છી દાબેલી નો મસાલો બનાવીશું,આ મસાલા ને બે મહિના સુધી ફ્રીઝ માં રાખી શકો છો તો હવે દાબેલી ઘર માં બનાવવી ખૂબ જ સરળ છે.એ પણ ઘર ના મસાલા થી તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • સૂકા ધાણા
  • જીરું
  • આખી વરિયાળી
  • ઈલાયચી
  • લવિંગ
  • આખા મરી
  • તજ
  • તમાલપત્ર
  • સૂકા લાલ મરચા
  • બાદીયા
  • તલ
  • સૂકા કોપરા નું છીણ
  • લાલ મરચું પાવડર
  • સંચળ પાવડર
  • લીંબુ ના ફૂલ
  • ખાંડ
  • સીંગતેલ

રીત

1- હવે એક પેન લઈ લઈશું,હવે તેમાં બે મોટી ચમચી સૂકા ધાણા લઈશું, અહીંયા આપણે પાંચ થી છ વ્યક્તિ ને થાય એટલો મસાલો બનાવીશું, ત્યારબાદ એક મોટી ચમચી જીરૂ એડ કરીશું,હવે એક મોટી ચમચી આખી વરિયાળી લઈશું.

2- હવે તેમાં એક મોટી ઈલાયચી લઈશું, ત્યારબાદ ચાર લવિંગ લઈશું, ત્યારબાદ એક નાની ચમચી આખા મરી લઈશું,ત્યારબાદ બે નાના ટુકડા તજ લઈશું,ત્યારબાદ એક તેજ પત્તુ લઈશું, ત્યારબાદ બે આખા સૂકા લાલ મરચા લઈશું.

3- હવે તેમાં બે આખા બાદિયા લઈશું, તમે આખા પણ લઈ શકો છો, ત્યારબાદ એક મોટી ચમચી તલ લઈશું. હવે આબધુ ધીમા તાપે શેકી લઈશું ધ્યાન રાખવાનું છે કે બળે નહી,થોડો કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને શેકી લઈશું તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણો મસાલો સરસ શેકાય ગયો છે અને સુગંધ પણ સરસ આવી રહી છે.

4- હવે તેમાં બે મોટી ચમચી સૂકા કોપરા નું છીણ એડ કરીશું હવે આને પણ એક મિનિટ માટે શેકી લઈશું,ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે હવે મસાલો સરસ શેકાય ગયો છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

5- તમે વધારે બનાવી ને ફ્રીઝ માં પણ રાખી શકો છો એટલે જ્યારે દાબેલી બનાવવી હોય ત્યારે આ મસાલો નો ઉપયોગ કરી શકો છો.હવે ગેસ બંધ કરી દઈશું,હજુ આપણો મસાલો ગરમ છે એટલે તેમાં આપણે એક ચમચી તીખું લાલ મરચું પાવડર નાખીશું,તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.

6- હવે આ મસાલા ને બરાબર ઠંડો થવા દઈશું,ત્યારબાદ મિક્સર માં ક્રશ કરી લઈશુ,હવે મસાલો સરસ ઠંડો થઈ ગયો છે હવે તેને એક મિક્સર બાઉલ માં લઇ લઈશું હવે તેમાં એક મોટી ચમચી સંચળ પાવડર નાખીશું.

7- હવે પા ચમચી લીંબુ ના ફૂલ નાખીશું,તમે ચાહો તો આમચૂર પાઉડર પણ લઈ શકો છો,હવે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું,ને તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણો દાબેલી નો મસાલો તૈયાર થઈ ગયો છે.

8- તેનો કલર પણ સરસ અને એકદમ ફ્લેવર્સ થી ભરપુર બન્યો છે હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું,હવે તેમાં બે મોટી ચમચી ખાંડ નાખીશું, દાબેલી ના મસાલા માં ગળપણ વધારે જ હોય છે તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.

9- હવે એક મોટી ચમચી સીંગતેલ લઈશું,હવે સરસ મિક્સ કરી લઈશું, હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણો દાબેલી નો મસાલો તૈયાર થઈ ગયો છે આટલા મસાલા માંથી પાંચ થી છ વ્યક્તિ ની બનાવી શકો છો,હવે તેને એક બાઉલ માં ભરી લઈશું.તેલ એટલે નાખવાનું કે જેથી આપણો મસાલો લાંબા સમય સુધી સારો રહે છે.

10- આ મસાલા ને કોઈ પણ બોટલ માં ભરી ને રાખી શકો છો અને તેને સ્ટોર પણ કરી શકો છો.જ્યારે તમારે દાબેલી ખાવી હોય ત્યારે આ મસાલો નો યુઝ કરી શકો છો તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *