સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ સૂકી ચટણી બનાવવાની રીત – South Indian Special Suki Chutney

આજે આપણે સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ સૂકી ચટણી બનાવવાની રીત જોઈશું.આ તમે ઈડલી ઢોંસા અને રાઈસ સાથે ખાઈ શકો છો, આને તમારે મૂકી રાખવી હોય તો પણ મૂકી રાખી શકો છો,જ્યારે જોઈએ ત્યારે યુઝ કરી શકો છો.તો ચાલો બનાવવાનું શરુ કરીએ.

સામગ્રી

  • તેલ
  • તુવેર દાળ
  • અડદ ની દાળ
  • મીઠા લીમડાના પાન
  • સૂકા લાલ મરચા
  • હીંગ
  • મીઠું

રીત

1- પહેલા આપણે એક કડાઈ માં અડધી ચમચી તેલ લઈ લઈશું.વધારે નથી લેવાનું,હવે આપણે અડધી વાડકી તુવેર ની દાળ લઈશું તેને તેલ માં ડ્રાય રોસ્ટ કરીશું આપણી દાળ મોએલી છે. મોએલી ના હોય તો પણ ચાલશે.

2- આ દાળ ને બવ ફાસ્ટ ગેસ પર નથી શેકવા ની તેને ધીમા ગેસ પર જ શેકવાની છે,આને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું આ ચટણી બહુ સરસ લાગે છે તમે સાઉથ ઈન્ડિયન ડિશ બનાવો ત્યારે બીજી બધી ચટણી તો બનાવો જ છો.

3- આ ચટણી પરમેન્ટ ચટણી હોય શકે છે આ ચટણી બનાવી ને મૂકી રાખી શકો છો જ્યારે આવું કંઇક બનાવો ત્યારે યુઝ કરી શકો છો આ ચટણી પૌષ્ટિક પણ બહુ છે.કારણકે આમાં આપણે પ્રોટીન વધારે યુઝ કરીએ છીએ જેથી કરી ને આ ચટણી હેલ્ધી થઈ જાય છે.

4- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે તેને ધીમા તાપે શેકતા રહીશું હવે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે એટલે આ રોસ્ટ થઈ ગઈ છે હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું હવે આજ રીતે અડદ ની દાળ શેકી લઈશું.

5- હવે આપણે અડધો કપ તુવેરની દાળ લીધી હતી તો અડધો જ કપ હવે અડદ ની દાળ લઈ લઈશું હવે તેને પણ ડ્રાય રોસ્ટ કરી લઈશું એકદમ થોડું તેલ રોસ્ટ કરી લઈશું આને પણ ધીમા ગેસ પર રોસ્ટ કરીશું.

6- જો તમારી પાસે કાળી અડદ ની દાળ હોય તો તે પણ તમે લઈ શકો છો તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે અહીંયા આપણે તુવેર ની દાળ અને અડદ ની દાળ લીધી છે, જો તમારે ચણા ની દાળ એડ કરવી હોય તો તમે કરી શકો છો.જો તમારે નાખવી હોય તો તમે આ જ માપ લઈ ને એડ કરી શકો છો.

7- આપણે અહીંયા નથી એડ કરતા તમે વીડિયોમાં જોઈ શકો છો કે આતો બહુ જલ્દી શેકાય ગઈ છે હવે તેજ બાઉલ માં આપણે કાઢી લઈશું હવે આપણે સૂકા લાલ મરચા પાંચ લઈશું, તેને પણ ડ્રાય રોસ્ટ કરી લઈશું આમાં તેલ મૂકવાની જરૂર નથી.આપણે લાલ મરચું નથી નાખતા આ ચટણી માં જે તીખાશ આવશે એ આ મરચા ની આવશે.

8- આ ચટણી નું નામ છે ઘન પાવડર. ઘન પાવડર એટલે ધુમાડા કાઢી નાખે એવું,પણ જો ઘર માં બાળકો વધારે તીખું ના ખાઈ શકે તો આજે જોઈ છે તે નોર્મલ માપ છે તે લઈ શકો છો.હવે મરચા થઈ જવા આવે એટલે મીઠા લીમડાના પાન એડ કરીશું,આને પણ ડ્રાય રોસ્ટ કરવાના છે એટલે મરચા થોડા થઈ જાય ત્યારે તેમાં ઉમેરી દઈશું અને તેને પણ રોસ્ટ કરી લઈશું.

9- સાઉથ ઈન્ડિયન રેસિપી માં મીઠા લીમડાના પાન નો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે એટલે તમે સારા એવા પ્રમાણમાં નાખી શકો છો આ સરસ શેકાય ગયા છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે રીતે આપણે પાન ને તોડી ને ચેક કરી લેવાનું. પાન ક્રિસ્પી થઈ ગયા હોય છે,હવે ગેસ બંધ કરી દઈશું.

10- હવે તેને પણ બાઉલ માં મિક્સ કરી લઈશું,આ બધું સરસ ડ્રાય રોસ્ટ થઈ ગયું છે હવે તેમાં મસાલા એડ કરીશું,હવે તેમાં એક ટેબલ સ્પૂન ધાણાજીરુ પાવડર નાખીશું, ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન હીંગ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું,હવે આને બધું મિક્સ કરી લઈશું.આને દરદળુ ક્રશ કરી લઈશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધું મિક્સર માં ક્રશ કરી લીધું છે હવે આ રેડી છે આને બરણી માં ભરી લઈશું.

11- આ ચટણી ને ફ્રીઝ માં મૂકવાની જરૂર નથી,તેને બહાર જ મૂકી શકો છો.આ ચટણી બગડશે નહી કારણકે આમાં પાણી નો ભાગ બિલકુલ નથી હવે આ સૂકી ચટણી રેડી છે તો આને હવે કઈ રીતે યુઝ કરવાની એ જોઈ લઈશું તો ઘન પાવડર રેડી છે તો આપણે ખાવા બેસવું હોય તો આપણે પાસે ત્યારે ઈડલી છે તો એક ચમચી ઘન પાવડર લઈશું અને તેમાં ઘી અથવા તેલ લઈશું,આપણે અહીંયા ઘી લઈશું.

12- આ ચટણી પેસ્ટ જેવી બનશે ઈડલી માં લઇ ને ખાય શકો છો જે તમે વીડિયોમાં જોઈ શકો છો.આ જ રીતે ઢોસા સાથે ખાય શકો છો અને આજ રીતે રાઈસ સાથે પણ ખાય શકો છો તો તમે જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *