ડાકોર માં કોણ છે રાજા રણછોડ છે આજે બનાવતા શીખો મગસનો પ્રસાદ, ટ્રીકી છે પણ ધ્યાન આપશો તો સરળ છે…

“ડાકોર માં કોણ છે રાજા રણછોડ છે ” એવાં ડાકોર નો famous પ્રશાદ એવો મગસ આજે હું તમને શીખવીશ .જે થોડાં ટ્રીકી છે પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ …

મને મારા મોટા સાસું અને મમ્મી ના હાથ નો મગસ એટલો બધો ભાવે છે .આજે જ્યારે જાતે મગસ બનાઉ છુ ત્યારે એ દિવસો યાદ આવે છે. ચાલો ગળ્યા ગળ્યા ગોળ ગોળ મગસ બનાવવાની રીત જાણીએ. હું તો આ મગસ દિવાળી માં બનાવ છું .તમને જયારે મન થાય તયારે હવે બનાવી શકો છો ….

સામગ્રી:

– 500 ગ્રામ ચણાનો લોટ

– 500 ગ્રામ ખાંડ

– 2 ટેબલસ્પૂન ઈલાયચી પાવડર

– 10 બદામ

– 250 ગ્રામ ઘી

બનાવવાની રીત :

સ્ટેપ :1

– એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ચણાના લોટ નું મિશ્રણ ઉમેરો.

સ્ટેપ :2

– ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યા સુધી શેકો.ધીમી આંચ પર શેકોવું અને બાજુમાં મૂકી દો.

સ્ટેપ :3

– હવે બીજી એક મિક્સર જાર માં ખાંડ ને અધકચરી પીસી લેવી આ અધકચરી પીસેલી ખાંડ ને ચણાના શેકેલા લોટમાં મિક્સ કરો.તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.

સ્ટેપ :4


– એક થાળીમાં ઘી લગાડીને રાખો અને આ મિશ્રણ તેમાં પાથરી દો.મગસ પર બદામ સજાવી દો અને ઠંડો પડે એટલે નાના ટુકડા કરી લો.અથવા ગોળ લાડુ ના શેપ માં વળી લો . આ મગસ તમે એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે.

નોંધ :

ચણનાં લોટ માં તમે ખાંડ ને અધકચરી ને બદલે આખી ખાંડ પણ લઇ શકો છો …

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *