પૌષ્ટિક દલીયા અપ્પમ – અવનવી વેરાયટી ખાવી પસંદ છે? તો હવે અપ્પમ બનાવો તો આ જરૂર ટ્રાય કરજો..

પૌષ્ટિક દલીયા અપ્પમ

સામગ્રી :

  • પૌષ્ટિક દલીયા મિક્સ 1 કપ
  • (મગ ફાડા, મગછળી દાળ ઘઉં ફાડા, ચોખાની કણકી,બાજરી, અજમો, સફેદ તલ)
  • દહીં 2 ચમચા
  • આદુ-મરચાંની પેસ્ટ 1 ચમચી
  • સાજીના ફુલ ચપટી
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી અડધો કપ
  • તેલ જરૂર મુજબ

રીત : સૌ પ્રથમ પૌષ્ટિક દલીયા મિક્સ ને મિક્સરમાં કરકરું દળી લેવું, દહીં અને પાણી ઉમેરી 6 – 7 કલાક આથો આવવા મૂકી દેવું. હવે આથો આવી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું આદું-મરચાંની પેસ્ટ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવું, થોડું તેલ ચપટી સાજીના ફુલ ઉમેરી જરૂર લાગે તો પાણી ઉમેરી મધ્યમ ઘાટું ખીરું તૈયાર કરવું.


હવે અપ્પમ પાત્રને ગરમ થવાં મૂકો, જરા જરા તેલ ઉમેરી ચમચી વડે ખીરું પાથરી અપ્પમને ધીમાં તાપે ચડવા દો, થોડીવાર રહીને ચમચીની મદદથી સાઇડ પલટાવી સેકી લો.


લો તૈયાર છે પૌષ્ટિક દલીયા મિક્સમાંથી બનાવેલાં પૌષ્ટિક અપ્પમ… સિંગદાણા મરચાંની ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે પીરસો.

રસોઈની રાણી : હીરલ હેમાંગ ઠકરાર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *