ત્રિરંગી ઢોકળા – દરેક ગુજરાતીઓની પસંદ એવા ઢોકળા બનાવો આ નવીન અને નેચરલ કલર ઢોકળા…

ગુજરાતી વાનગીઓની વાત કરું તો ઢોકળા,ફાફડા, ખાખરા, ખાંડવી, ઊંધિયું વગેરે આપણી ફેમસ ગુજરાતી વાનગીઓ છે જે અવારનવાર આપણે જાતે બનાવીને કે પછી ફરસાણની દુકાનમાંથી લાવીને ખાતા હોઈએ છીએ. એમાંય વળી ઢોકળાની વાત આવે તો ભાગ્યે જ કોઈક એવું હશે કે જેને આ ઢોકળા ના પસંદ હોય. આ ઢોકળા ઘણી-બધી રીતે બનતા હોય છે, આજે હું આપણી સાથે તિરંગી ઢોકળા બનાવવાની રેસિપી શેર કરવાની છે.

આ ઢોકળાને અલગ અલગ કલર આપવા માટે મેં ફ્રેશ કોથમીર તેમજ ગાજર યુઝ કર્યા છે જે સરસ ટેમ્પટિંગ કલર તો આવે જ છે, પણ સાથે ઢોકળાને તેટલા જ હેલ્ધી પણ બનાવે છે તો ચાલો બનાવીએ ત્રિરંગી ઢોકળા.

સામગ્રી :

ખીરા માટે :

  • v 1 કપ (150 ગ્રામ) સુજી
  • v 1 કપ દહીં
  • v 4 ટેબલ સ્પૂન કોથમીર ની પેસ્ટ
  • v 4 ટેબલ સ્પૂન ગાજર ની પેસ્ટ
  • v મીઠું સ્વાદ અનુસાર
  • v 1/2 ટેબલ સ્પૂન ખાંડ

વઘાર માટે :

  • Ø 1 ટેબલ સ્પૂન તેલ
  • Ø ચપટી રાઈ
  • Ø ચપટી જીરું
  • Ø ચપટી હિંગ
  • Ø 1/2 ટેબલ સ્પૂન તલ
  • Ø 1 લાલ મરચું
  • Ø 1 લીલું મરચું
  • Ø 2 ટેબલ સ્પૂન તાજા કોથમીર
  • Ø સૂકું લાલ મરચું
  • Ø મીઠો લીમડો

રીત :

1) ત્રિરંગી ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ ખીરું તૈયાર કરવાનું છે તો તે માટે બાઉલમાં સુજી અને દહીં મિક્સ કરી લો.

2) ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. અત્યારે શિયાળો હોવાથી પાણી અહીં હુંફાળું લેવું જેથી આથો સરસ આવે.

3) ખીરું તૈયાર કરી 30 મિનિટ માટે ઢાંકીને રાખી દો જેથી આથો સરસ આવી જાય. આથો આવે ત્યાં સુધીમાં કોથમીર તેમજ ગાજરની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવી.

4) 30 મિનિટ પછી ખીરામાં સ્વાદ અનુસાર મીઠું તેમજ ખાંડ એડ કરી મિક્સ કરી લો.

5) મિક્સ કરી લીધા બાદ તેના ત્રણ સરખા ભાગ કરી લો, એક ભાગમાં બે ચમચી બેટર વધારે રાખવું. આ સમયે ઢોકળાને સ્ટીમ કરવા માટેનું પાણી ગરમ કરવા મૂકી દેવું.

6) એક ભાગમાં ગ્રીન પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો. મિક્સ કરી લીધા બાદ ચપટી ઈનો ઉમેરી ફરી મિક્સ કરવું.

7) મોલ્ડ કે પ્લેટને તેલથી ગ્રીસ કરી ગ્રીન બેટર સેટ કરી લો.

8) મોલ્ડને સ્ટીમ કરવા મૂકી દો, પાંચેક મિનિટ માટે સ્ટીમ થવા દો. ઢાંકણ પર કોટનનું કપડું બાંધી લેવું જેથી સ્ટીમ ઢોકળા પર પડે નહીં.

9) પાંચેક મિનિટ પછી પ્લેઇન સફેદ બેટરમાં ઈનો એડ કરી ગ્રીન લેયર ઉપર સ્પ્રેડ કરી દો.

10) બરાબર સ્પ્રેડ કરી ફરી ઢાંકણ ઢાંકીને સ્ટીમ થવા દો.

11) ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધીમાં કેસરી લેયર માટે બેટરમાં ચાર ટેબલ સ્પૂન ગાજરની પેસ્ટ તેમજ ઈનો એડ કરી મિક્સ કરી લો.

12) પાંચેક મિનિટ પછી સફેદ લેયર પર કેસરી બેટર સ્પ્રેડ કરી સેટ કરી લો.

13) 18 થી 20 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને સ્ટીમ થવા દો.

14) 18 થી 20 મિનિટ પછી ઢાંકણ ખોલી ટૂથપિક પોઇન્ટ કરી ચેક કરી લો, જો ટૂથપિક સાફ આવે તો સમજો ઢોકળા બરાબર સ્ટીમ થઈ ગયા છે.

15) તો સ્ટવની ફ્લેમ ઑફ કરી મોલ્ડને બહાર કાઢી થોડું ઠંડુ પડવા દો. થોડું ઠંડુ પડતા ઢોકળાને મોલ્ડમાંથી કાઢી લેવા.

16) હવે વઘાર માટે 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું,હિંગ,તલ, લાલ લીલું મરચું અને મીઠો લીમડો એડ કરી થોડું મિક્સ કરી લો,

17) આ વઘારને ચમચીની મદદથી ઢોકળા પર સ્પ્રેડ કરી લો.તેમજ તાજા કોથમીરથી ગાર્નિશ કરી લો.

18) તો મિત્રો, તૈયાર છે આ ટેસ્ટી અને હેલ્ધી ત્રિરંગા ઢોકળા. તો આ રી-પબ્લિક દિવસ પર અચૂક બનાવજો અને સાથે ઢોકળાનો ફોટો પણ કમેન્ટમાં ટેગ કરજો. Happy Republic Day || Jai Hind || Jai Bharat

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *