સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ લીલા નારિયેળ ની ચટણી…

સાઉથ ઇન્ડિયન ડીશ લગભગ દરેક ની પસંદ હશે અને તેમાં સાથે સર્વ થતી નારિયેળ ની ચટણી તો ખાસ જેના વગેરે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ નો સ્વાદ અધૂરો છે। આજે આપણે એકદમ ટેસ્ટી લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રેસીપી જોવાના છીએ, જે તમારા બનાવેલા ડોસા , ઈડલી કે ઉત્તમપ સાથે સર્વ કરી શકો। તો ચાલો રેસીપી જોઈ લઈએ

સામગ્રી:

  • ૧ નારિયેળ
  • ૧ લીલું મરચું
  • મીઠું સ્વાદ મુજબ
  • ૨ ચમચી દાળિયા

વઘાર માટે

  • ૨ ચમચી તેલ
  • થોડા મીઠા લીમડાના પાન
  • ૧ લાલ સૂકું મરચું
  • ૧ ચમચી અડદ ની દાળ

સૌ થી પેલા એક મિક્સર જાર લઇ લો તેમાં ટોપરું ધોઈ અને સાફ કરેલું નાખી દો, તેમાં સાથે લીલું મરચું , દાળિયા , મીઠું આટલી વસ્તુ નાખી દો

મરચા તમે તીખી ચટણી પસંદ હોય તો વધારે લેવા। આ બધી વસ્તુ ને મિક્સર માં પીસી લેવાની છે। થોડું પાણી નાખવું અને ચટણી પીસી લેવી

પીસાઈ જાય એટલે એક બાઉલ માં નીકળી લો , હવે વઘાર કરી લેવાનો છે , વઘાર કરવા માટે એક પેન માં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થઈ એટલે થોડા લીમડાના પાન , લાલ સૂકું મરચું અને અડદ ની દાળ નાખી દો

અડદ ની દાળ બ્રાઉન કલર થી થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રેવાનું છે, બ્રાઉન કલર થઇ જાય એટલે વઘાર ને ધીમે ધીમે ચટણી પર રેડી દેવાનો છે

આ ચટણી ને તમે ફ્રેશ પણ ખાઈ શકો ચો , અને એર ટાઈટ કન્ટેનર માં ભરી અને ૧ અઠવાડિયા સુધી રાખી શકો છો। આ ચટણી માં તમે સાથે થોડી કોથમીર પણ એડ કરી શકો છો, તેના થી પણ સારો ટેસ્ટ આવશે

અને થોડા અલગ ટેસ્ટ માટે આ ચટણી સાથે થોડું દહીં મિક્સ કરી ને ખાઈ શકો છો ખુબ જ સરસ ટેસ્ટ આવે છે।તો આ જ ની આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ લીલા નારિયેળ ની ચટણી જરૂર થી ટ્રાય કરજો અને કોમેન્ટ માં પણ જણાવો કે તમને આજ ની આ રેસીપી કેવી લાગી



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *