છૂટોછૂટો દાણાવાળો ફ્લેવર્સ થી ભરપુર એવો વેજીટેબલ પુલાવ…

આજે આપણે એકદમ ચોખા નો છૂટોછૂટો દાણાવાળો ફ્લેવર્સ થી ભરપુર એવો વેજીટેબલ પુલાવ બનાવીશું.તમે આ રીતે બનાવશો તો એક એક દાણો છૂટો બનશે અને ફ્લેવર્સ થી ભરપુર અને વેજીટેબલ થી ભરપુર આ પુલાવ બહુ ટેસ્ટી હોય છે તેને જોતા જ ખાવાનું મન થઈ જાય.તો ચાલો બનાવી લઈએ વેજ પુલાવ.

સામગ્રી:

  • બાસમતી ચોખા
  • ફણસી
  • વટાણા
  • ગાજર
  • ડુંગળી
  • ફ્લાવર
  • બટેકા
  • મીઠું
  • લીલા મરચા
  • જીરું
  • કાળા મરી નો પાવડર
  • આદુ
  • કાજુ
  • ઘી
  • સૂકા લાલ મરચા
  • તમાલપત્ર
  • તજ
  • બાદીયા
  • લવિંગ
  • બે નાની ઈલાયચી
  • એક મોટી એલચી
  • મીઠું
  • ગરમ મસાલો

રીત

1- સૌથી પહેલા આપણે બાસમતી ચોખા ને અડધો કલાક પલાળી ને રાખ્યા હતા,હવે તેને કુક કરી લઈશું. તેના માટે પાણી ગરમ કરવા મૂકી દઈશું. લગભગ ચાર ગ્લાસ પાણી લીધું છે પાણી ઉકળે પછી ચોખા નાખીશું.

2- તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાણી સરસ ઉકળી ગયું છે.હમેશા ધ્યાન રાખવાનું છે કે પાણી ઉકળે પછી જ ચોખા એડ કરીશું.અને ચોખા નું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.

3- હવે આને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળી લઈશું.આ ચોખા એકદમ જલ્દી કુક થઈ જાય છે છૂટોછૂટો દાણો રે તે રીતે જ કુક કરવાનો છે.એટલે ઉભરો આવે એટલે બે થી ત્રણ મિનિટ માં જ ઉતારી લઈશું.હવે આપણું ચોખા નું પાણી ઉકળવા લાગ્યુ છે.

4- હવે આને ફકત બે મિનિટ માટે જ ઉકાળી લઈશું. ખાસ એ વાત નું ધ્યાન રાખવાનું છે કે ચોખા એકદમ લોચો ના થઈ જાય.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ને આપણા ચોખા એકદમ સરસ કુક થઈ ગયા છે.

5- દાણો એકદમ સરસ લાંબો થઈ ગયો છે અને ચડી પણ ગયો છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.જો તેને વધારે કુક કરી લેશો તો અને ઓસાવસો અને તેની ગરમી થશે તો તેમાં એકદમ લોચો થઈ જશે.હવે ગેસ બંધ કરી દઈશું.હવે ઓસાવા માટે ચારણો લઈ લીધો છે હવે પાણી અને ચોખા ને અલગ કરી લઈશું.

6- હવે ત્યારબાદ તેને ચમચા થી થાળી માં કાઢી લઈશું.જેથી તેમાં થોડું પણ પાણી ના રહે જેથી તે છુટા થઈ જાય. આ રીતે કરવાથી એકદમ છૂટો રાઈસ થઈ જશે હવે તેને ઠંડા થવા દઈશું.હવે આપણે પુલાવ નો વઘાર કરી લઈશું. હવે પેન માં બે થી ત્રણ ચમચી જેટલું ઘી નાખીશું.

7- ઘી ગરમ થાય એટલે તેનો વઘાર કરી લઈશું.હવે તેમાં એક મોટી ચમચી જીરૂ નાખીશું ત્યારબાદ ખડા મસાલા નો વઘાર કરી લઈશું.હવે તેમાં બે સૂકા લાલ મરચા લીધા છે તે નાખીશું, ત્યારબાદ એક તેજ પત્તુ નાખીશું ત્યારબાદ બે બાદીયા એડ કરીશું. તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે.હવે એક મોટી ઈલાયચી એડ કરીશું.ત્યારબાદ એક તજ નો ટુકડો નાખીશું.

8- હવે તેમાં બે નાની ઈલાયચી નાખીશું, અને ત્રણ લવિંગ નાખીશું, આની સુગંધ આવે ત્યાં સુધી સાંતળી લઈશું.હવે તેમાં કાજુ ના ટુકડા નાખીશું કાજુ સરસ ગોલ્ડન થાય ત્યા સુધી તેને સાંતળી લઈશું.હવે ત્રણ લીલા મરચા ને ઉભા સમારી લીધા છે.હવે તેને સાંતળી લઈશું.હવે તેમાં ડુંગળી એડ કરીશું. ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લઈશું.

9- હવે તેમાં થોડા આદુ ના ટુકડા નાખીશું,તમે છીણી ને પણ નાખી શકો છો.હવે ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે હવે જે શાક ને વધારે સમય લાગે કુક થવા માં તે પહેલાં એડ કરીશું,તો આપણે પહેલા બટેકા નાખીશું. બટેકા ને આપણે ઊભા કટ કરી લીધા છે.અને તેની સાથે ફણસી પણ નાખીશું.તેને પણ ઊભી કટ કરી લીધી છે.આપણે આને કાચા ખાઈ નથી શકતા જેમકે વટાણા છે ગાજર છે તે કાચા ખાઈ શકીએ છે જેથી તે પહેલાં એડ કરીશું.

10- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે બટેકા અને ફણસી સરસ કુક થઈ ગયું છે તો તેમાં ફ્લાવર નાખીશું.હવે તેની સાથે ગાજર નાખીશું ત્યારબાદ વટાણા પણ સાથે જ નાખી દઈશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.આને ધીમા ગેસ પર જ કુક કરી લઈશું.હવે સરસ બફાઈ ગયા છે હવે તેમાં કાળા મરી નો પાવડર નાખીશું.ત્યારબાદ એક નાની ચમચી ગરમ મસાલો નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું.

11- આ કુક થઈ જાય પછી તેમાં રાઈસ નાખીશું.હવે રાઈસ પણ સરસ ઠંડા થઇ ગયા છે એક એક છૂટોછૂટો અને લાંબો દાણો છે ધીરે ધીરે તેને મિક્સ કરી લઈશું,ધ્યાન એ રાખવાનું છે કે દાણો તુટવો ના જોઈએ.આને મિક્સ કરી લઈશું.હવે તેમાં આદુ ની સ્લાઈસ નાખીશું.આને પણ મિક્સ કરી લઈશું.તો તૈયાર છે વેજીટેબલ પુલાવ. આને તમે કઢી સાથે અને રાયતા સાથે ખાઈ શકો છો.એમનેમ પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે.

12- હવે તેને સર્વે કરી લઈશું.પુલાવ ને એક પ્લેટ માં કાઢી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે પુલાવ એકદમ વેજીટેબલ થી ભરપુર અને છૂટોછૂટો દાણો દેખાય છે.જોઈ ને જ ખાવાનું મન થઈ જાય એવો પુલાવ બન્યો છે.તો તૈયાર છે પુલાવ.તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *