મેગી પીઝા – હવે બાળકો મેગી ખાવાની ફરમાઈશ કરે તો તેમને આ પીઝા બનાવીને સરપ્રાઈઝ આપજો…

મેગી તો તમે બાળકોની એક ફરમાઈશ પર ફટાફટ બનાવી આપતા હશો પણ શું મેગી પીઝા બનાવ્યા છે? તો આજે આપણે મેગી પીઝા તવા પર ઘરે બનાવીશું. આ એક વાર બનાવશો તો વારંવાર બનાવશો, જોતા જ મોઢા માં પાણી આવી જાય એવા ટેસ્ટી પીઝા બનાવીશું,આવા પીઝા ક્યારેય નઈ બનાવ્યા હોય,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • મેગી
  • ચિલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • ચીઝ
  • ટામેટા
  • કેપ્સિકમ
  • પીઝા સોસ
  • ડુંગળી
  • ઘી

રીત

1- સૌથી પહેલા મેગી ને બોઈલ કરી લઈશું,હવે આપણું પાણી ગરમ થઇ ગયું છે અને અહીંયા આપણે ૧૦ રૂપિયા વાળા બે પેકેટ લીધા છે, તે એડ કરી લઈશું,તેમાં આવેલો મેગી મસાલો બન્ને સાથે એડ કરી દઈશું.

2- હવે પાણી બળી જાય ત્યાં સુધી રહેવા દઈશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી મેગી બની ને રેડી છે તો તેને હવે સાઈડ માં મૂકી દઈશું, હવે નોનસ્ટિક તવા ઉપર ઘી લગાવી લઈશું.હવે મેગી બનાવી છે તેમાંથી અડધી મેગી લઈ રાઈન્ડ સેપ આપી દઈશું.

3- હવે ત્રણ થી ચાર મિનિટ ગોલ્ડન થાય ત્યા સુધી રહેવા દઈશું,ગેસ એકદમ ધીમો જ રાખીશું,હવે સાઈડ બદલી કાઢીશું,હવે તેની ઉપર ટામેટા કેચપ કે પીઝા સોસ સારી રીતે લગાવી લઈશું.

4- હવે ઉપર ચીઝ મુકીશું,ત્યારબાદ કેપ્સિકમ ને કટ કરી ને તેની ઉપર મુકીશું,સાથે ડુંગળી પણ મુકીશું,હવે ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી લઈશું. ત્યારબાદ ટામેટા ની પાતળી સ્લાઈસ લીધી છે તે પણ મૂકી દઈશું.

5- હવે તેને ઢાંકીને ચીઝ ઓગળે ત્યાં સુધી કુક કરી લઈશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચીઝ ઓગળી ગયું છે.હવે મેગી પીઝા બિલકુલ તૈયાર છે તેને એક પ્લેટ માં લઇ લઈશું.

6- આવી જ રીતે બાકી ની મેગી માંથી પીઝા રેડી કરી લેવાના છે.તો જોઈ ને જ ખાવાનું મન થઈ જાય એવા મેગી પીઝા તૈયાર છે હવે જ્યારે પણ મેગી બનાવો ત્યારે આ રીતે પીઝા જરૂર થી બનાવજો.આ નાના બાળકો ને અને મોટા ને બધા ને મજા પડશે તો એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *