મિક્સ વેજ સબ્જી – બાળકો જોઈને જ ખાવા માટે લલચાઈ જશે એકવાર જરૂર ટ્રાય કરજો…

રેગ્યુલર પંજાબી રેડ ગ્રેવીમાં મુખ્ય સામગ્રીમાં બાફેલી ફણસી, બાફેલા ગાજર અને અમેરિકન મકાઈ સાથે આ સબ્જી બનાવી છે… સ્વાદમાં તો લાજવાબ છે જ…સાથે બહુ બધા વેજિટેબલ્સ વપરાયા હોવાથી પૌષ્ટિક પણ છે…

સમય: 45 મિનિટ, સર્વિંગ: 3 વ્યક્તિ

ઘટકો:

🥘ગ્રેવી બનાવવા માટે,

  • • 3 મોટા પાકા લાલ ટામેટાં
  • • 1 મોટી ડુંગળી
  • • 8-10 કળી લસણ
  • • 1 મોટો ટુકડો આદું
  • • 2 ટેબલ સ્પૂન મગસ્તરીના બીજ
  • • 1/4 કપ કાજુના ટુકડા
  • • 1 તમાલપત્ર
  • • 1 તજનો ટુકડો
  • • 3-4 લવિંગ
  • • 1 એલચો
  • • 1 ચક્રફૂલ
  • • 1 ટીસ્પૂન જીરુ
  • • 2 સૂકા લાલ મરચા
  • • 1 કપ શાક બાફતા નીકળેલું પાણી(વેજીટેબલ સ્ટોક)
  • • 1 ટીસ્પૂન મીઠું
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • 1 ટેબલ સ્પૂન ઘી

🥘સબ્જી બનાવવા માટે,

  • • 100 ગ્રામ ફણસી
  • • 1 નાનું ગાજર
  • • 1/4 કપ અમેરિકન મકાઈના દાણા
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • 1 ટેબલ સ્પૂન ઘી
  • • 2 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  • • 1/4 ટીસ્પૂન હળદર
  • • 1 ટેબલ સ્પૂન ધાણાજીરુ પાઉડર
  • • 1/4 ટીસ્પૂન ગરમ મસાલો
  • • 1/4 ટીસ્પૂન કિચનકીંગ મસાલો
  • • 1/2 ટીસ્પૂન ખાંડ
  • • 1 ટેબલ સ્પૂન કસુરી મેથી પાઉડર
  • • 2 ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ કે મલાઈ
  • • થોડીક સમારેલી કોથમીર
  • • જરુર મુજબ પાણી

રીત:

➡️મકાઈના દાણા ને પ્રેશર કુકરમાં 2 વ્હીસલ આવે ત્યાં સુધી બાફી લેવા. ફણસી અને ગાજરને નાના ચોરસ ટુકડા માં સમારી લેવા. પાણી ગરમ મૂકી તેમાં મીઠું ઉમેરી ફણસી અને ગાજરને 5-7 મિનિટ ઉકળવા દેવા. ચડી જાય ત્યાં સુધી કુક કરવાના છે. એટલે કે પારબોઇલ કરવાના છે.

➡️આ ત્રણે શાકને ગરણીથી ગાળી લેવા. નીકળેલું પાણી ફેંકવાનું નથી. ગ્રેવી બનાવવા આ જ પાણી વાપરવું. 1-1 ચમચી બાફેલા શાક અલગ કાઢી લેવા ઉપરથી ડેકોરેશન માટે..

➡️બીજા મસાલા અને તેજાના તૈયાર રાખવા. ટામેટાં,ડુંગળી,આદું ને રફલી સમારી લેવા. ગ્રેવી માટે, એક પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી અને 1 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકી બધા ખડાં મસાલા શેકવા.

➡️પછી તેમાં ડુંગળી ઉમેરી સાંતળવી. પારદર્શક થાય એટલે આદું, લસણ અને ટામેટાં નાખી 3-4 મિનિટ માટે ચડવા દેવું. પછી તેમાં કાજુના ટુકડા અને મગસ્તરીના બીજ નાખી શેકવા.

➡️બધું બરાબર શેકાઇ જાય એટલે 1 કપ જેટલો વેજીટેબલ સ્ટોક ઉમેરવો. મીઠું ઉમેરવું. અને ઢાંકીને 10 મિનિટ માટે કુક થવા દેવું.પાણી લગભગ થોડુંક બાકી રહે ત્યાં સુધી ચઢાવવું. તે પછી 5-10 મિનિટ ઠંડું કરી સૂકા લાલ મરચા સિવાયના બધા ખડાં મસાલા કાઢી લેવા.

➡️મિશ્રણને જરુર મુજબ પાણી નાખી મિક્સરમાં પીસીને સ્મૂધ પેસ્ટ બનાવવી. બનેલી પેસ્ટ ને સૂપની ગરણીથી ગાળી લેવી. ગ્રેવી તૈયાર છે.

➡️હવે સબ્જી માટે, પેનમાં ફરી 1-1 ટેબલ સ્પૂન ઘી અને તેલ ગરમ મૂકી તેમાં લાલ મરચું, ધાણાજીરુ અને હળદર નાખવી. તરત બનેલી ગ્રેવી ઉમેરવી. જરુર મુજબ પાણી નાખી 5 મિનિટ માટે કુક કરવી.

➡️પછી તેમાં બધાં બાફેલા શાક ઉમેરવા. મિક્સ થાય પછી ગરમ મસાલો, કિચનકીંગ મસાલો, ખાંડ, ફ્રેશ ક્રીમ અને કસુરી મેથી નાખવી. મીઠું જરુર લાગે તો જ થોડું નાખવું.

➡️ઉપરથી સમારેલી કોથમીર ઉમેરવી. મુખ્ય ફણસી સાથેની પંજાબી સબ્જી તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં કાઢી બાફેલા શાક, કોથમીર,સલાડથી ડેકોરેટર કરવું. ગરમાગરમ રોટલી, પરોઠા, નાન સાથે સર્વ કરવી.

➡️આ સબ્જીમાં તમે તમારી પસંદગીના કોઇપણ શાક ઉમેરી શકો છો.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *