ઢાબા સ્ટાઇલ – પનીર દો પ્યાઝ હવે જયારે પણ બહાર ઢાબામાં મળે છે એવી પનીરની સબ્જી ખાવાનું મન થાય તો ઘરે જ બનાવો…

ચાલો તો ફટાફટ તૈયાર થઇ જાઓ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી ની રેસીપી બનાવવા માટે. આજે આપણે જોઇશુ પનીર દો પ્યાઝ રેસીપી. આ સબ્જી બનાવામાં ખુબજ સરળ છે રોજ બરોજ બનતા શાક થી અલગ બનાવવું હોય તો આ રેસીપી ચોક્કસ થી ટ્રી કરજો

૩-૪ ચમચી તેલ

૨ ચમચી ઘી

૧૦૦ ગ્રામ પનીર

૨-૩ તમાલપત્ર

તજ ના ૨ નાના ટુકડા

૨ આખી ઈલાયચી

૨ કપ – જીણી સમારેલી ડુંગળી

૧ ડુંગળી – લેયર છુટ્ટા પડી ને મોટા ટુકડા કરેલી

૨ – જીણા સમારેલા ટામેટા

મીઠું

૨ ચમચી આદુ – લસણ – મરચા ની પેસ્ટ

અડધી ચમચી હળદર

૧ ચમચી – લાલ મરચું પાઉડર

૧ ચમચી – ધાણાજીરું પાઉડર

૧ ચમચી ગરમ મસાલો

પાણી ૧.૫ કપ

કસૂરી મીઠું સ્પ્રિન્કલ કરવા માટે

તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં પનીર ના ટુકડા નાખી દેવાના છે. પનીર ને ફેરવતા જઈ લાઈટ બ્રાઉન કલર ના સ્પોટ આવે ત્યાં સુધી સાંતળી લેવાના છે. બ્રાઉન કલર ના થવા આવે એટલે બધા જ પનીર ના ટુકડા એક પ્લેટ માં નીકળી લેવાના છે.


હવે એજ કડાઈ માં તમાલપત્ર , તજ, ઈલાયચી નાખી દો , તેમાં સાથે નાખી દો જીણી સમારેલી ડુંગળી, અડધી ચમચી મીઠું , આદુ – લસણ – મરચા ની પેસ્ટ , હળદર , હવે બધું બરાબર મિક્સ કરી ઢાંકી દઈ ૩-૪ મિનિટ સુધી ચડવા દેવાનું છે.


પછી તેમાં ટામેટા નાખી ફરી થી ઢાંકી અને જ્યાં સુધી ટામેટા સોફ્ટ થઇ જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. ૫ મિનિટ જેવું લાગશે પછી ચેક કરી લો સાઈડ માં થી તેલ છુટ્ટુ પડવા લાગે એટલે ટામેટા અને ડુંગળી બંને બરાબર ચડી ગયા છે.


હવે તેમાં સ્વાદ મુજબ મીઠું , લાલ મરચું , ધાણાજીરું , ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો


હવે ૧.૫ કપ જેટલું પાણી નાખી દઈ સાંતળીને રાખેલા પનીર ના ટુકડા , અને મોટા ટુકડા કરેલી ડુંગળી નાખી ઢાંકી દઈ ૫ મિનિટ માટે ચડવા દેવાનું છે જેથી ગ્રેવી , પનીર અને ડુંગળી બધું બરાબર મિક્સ થઇ જાય. ૫ મિનિટ પછી કસૂરી મેથી સ્પ્રિન્કલ કરી દો . અને ગરમ ગરમ રોટલી , પરોઠા કે નં સાથે પીરસો.

આ રેસીપી માં બે અલગ અલગ રીતે ડુંગળી નો ઉપયોગ કરેલો હોવા થી જ આ સબ્જી નું નામ પનીર દો પ્યાઝ છે.

તો ખુબજ ઝડપ થી બનતી અને ટેસ્ટી એવી આ રેસીપી જરૂર થી ટ્રાય કરો અને તમારો અભિપ્રાય જણાવો. ચાલો ફરી મળીશુ નવી રેસીપી સાથે.

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *