ડાયટ કેમ ફેઈલ જાય છે ? જાણો આજે યોગ્ય ડાયટની રીત ….

હોળી પતતા પરીક્ષાની સીઝન શરૂ થઈ જાય છે અને પરીક્ષા પતતાં જ વેકેશનની. વેકેશનમાં બહારગામ જવાના પ્લાન બધાના ઘરમાં બનવા માંડે છે. હવે તો ફોરેન જવાનું ઘણુ બધું વધી ગયું છે. ત્યારે બહારગામ જતા પહેલાં, બધાને થોડું વજન ઉતારવાનો વિચાર આવી જતો હોય છે. ઘરમાં લગ્ન આવતા હોય કે ખાસ કોઈ પ્રસંગ આવતો હોય. લગભગ કોઈપણ તહેવાર માટે વજન ઉતારવુ એ એક ફેશન થઈ ગઈ છે.
અત્યારનું અત્યારે કરી લઈ પછીની વાત પછી. આવી આપણી માનસિકતાના લીધે આપણે ક્યારેય લાંબાગાળાનો વજન ઉતારવાનો ફાયદો લઈ શકતા જ નથી. અત્યારે વજન ઉતારવામાં આપણે કાંઈપણ કરી લઈશું અન પછી પ્રસંગ પતતાં પાછા હતા ત્યાંને ત્યાં આવી જઈશું.

આપણી પદ્ધતિમાં કાંઈક ખુટે છે.આપણે જે ડાયટની પદ્ધતિઓ અપનાવીએ છીએ તેમાં લાંબા સમયનો વિચાર કરતા જ નથી. 21% લોકો પહેલા બે મહિનમાં જ ડાયટનો વિચાર માંડી વાળે છે. મોટાભાગના લોકો ડાયટ કરીને પાછુ વજન વધારી દે છે. આવું કરવા પાછળનો આપણો ટેમ્પરરી જુસ્સો છે. જે વખત જતાં ઓછો થઈ જાય છે અને લોકો પાછી પોતાની ખોટી ખાવાની રીત પર ચાલુ થઈ જાય છે.

મોટા ભાગના ડાયટમાં ફક્ત કેલરી ગણવામાં આવે છે.મોટા ભાગના ડાયટ કરવાની પદ્ધતિમાં ફક્ત કેલેરી ગણી અને લોકોને ડાયટ લખવામાં આવે છે. કદાચ વ્યવસ્થિત ડાયેટીશિયન પાસે જવામાં આવે તો આવું ઓછુ બને છે. પરંતુ કેલેરી ઇન અને કેલેરી આઉટ ગણીને લોકો કેલેરી ગણવામાં પોષણની ગણતરી લેતાં જ નથી. શરીરને અવારનવારના ડાયટના લીધે પોષકતત્ત્વોની ખામી ઉભી થાય છે. આના લીધે વ્યક્તિનું મેટાબોલીઝમ ધીમું પડે છે અને અવારનવાર ડાયટના લીધે પોષકત્ત્વોની ખામી ઉભી થાય છે. આના લીધે વ્યક્તિનું મેટાબોલીઝમ ધીમુ પડે છે અને અવારનવાર કરવામાં આવતાં ખોટા ડાયટના લીધે શરીર વજન ઉતારવાનું ધીમુ પાડી દે છે. શરીર ઓછી કેલેરીથી ચલાવવાનું શીખી જાય છે અને ફેટ ડીપોઝીશન વધી જાય છે.
ધીમા પડેલા મેટાબેલીઝમના લીધે વ્યક્તિ પાછી જુની ખાવાની ટેવો અપનાવે ત્યારે વધુ જલદીથી વજન વધે છે અને ડાયટ વખતે હતું તેના કરતા પણ વધુ વજન વધી જાય છે. વારંવાર ડાયટ કરીને વજન વધારવાની અને ઘટાડવાની પદ્ધતિને લીધે જુદા જુદા રોગોનો શીકાર બની શકાય છે એ બહુ જરૂરી છે કે આપણે ફક્ત કેલેરી ગણી ડાયટ કરવાનું બંધ કરીને આપણે શરીરના પોષણની જરૂરિયાતને સમજીએ અને તેને જોઈતા દરેક તત્ત્વો દરરોજ શરીરને પૂરા પાડવાનો પ્રયત્ન કરીએ. એક હેલ્ધી ડાયટમાં વ્યવસ્થીત પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, મીનરલ્સ, વાઇટામીન્સ, પાણી, પ્રમાણસરની ઉંઘ અને કસરત વણેલા હોવા જ જોઈએ. તો જ આપણે ડાયટ કરીને હેલ્ધી રહી શકીએ છીએ.

વધુ પડતી ઓછી કેલેરીવાળા ડાયટથી ડિપ્રેશન આવી શકે છે
ઘણીવખત ન ખાવાનું નક્કી કરીન આપણે સોશિયલ પ્રસંગોમાં હાજરી આપવાનું ટાળીએ છીએ. તે ઉપરાંત બહાર જવાનું ટાળીને ઘરે રહીને અથવા ખૂબ જ ઓછો ખોરાક ખાઈને ડિપ્રેશન જેવા રોગોનો શીકાર થઈ શકીએ છે. અને ડિપ્રેશનમાં વ્યક્તિ ખોટું અને વધુ પડતુ ખાઈને પાછુ વજન વધારી દે છે.

મોટા ભાગના ડાયટમાં કાયમી ફેરફાર કરી શકાતો નથી.
આજકાલ પ્રવર્તતા ડાયટોમાં કોઈ દવાઓનો ઉપયોગ કરીને વજન ઉતારે છે તો કોઈ ઉપવાસનો કરીને. એવી રીતે ઉતારેલુ વજન કાયમી રહી શકતુ જ નથી આપણે કાયમી રીતે કોઈપણ દવાઓ લઈ શકવાના નથી. લગભગ દરેક દવા તેની આડઅસરો સાથે જ આવે છે. અમુક દવાઓ લઈ ફક્ત ડાયેરીયા જ થતાં હોય છે જે આંતરડાને નબળા પાડી શકે છે. તે ઉપરાંત કાયમી ગેસ, અપચો, એસીડીટી વિગેરે રોગો થઈ શકતા હોય છે. તેનો અર્થ એવો નથી થતો કે બધા ડાયટો ખરાબ જ હોય છે પરંતુ જો કાયમી રીતે કરી શકાય તેવું કોઈ ડાયટ કરીએ તો કાયમ માટે વેઇટ લોસ મળી શકે. જેમ કે જંકફૂડ ખાવાનું ઓછું જ રાખીએ. દરરોજ બહાર નીકળીને પાણીપૂરીની લારી પર ઉભા રહેવાને બદલે તે અઠવાડિયે એકવાર કરીએ. ઘરની રસોઈમાં ઓછુ તેલ, ઘી, લેવાનું શરૂ કરીએ. ગુજરાતી ભોજનમાં નાખવામાં આવતા મોણની પ્રથા છોડી દઈએ અથવા ઓછું નાખીએ, બને તેટલું હેલ્ધી ખાવાનું પ્રયત્ન કરીએ.

કસરતને હંમેશા જીવનનો એક મહત્ત્વનો અંશ ગણોદિવસમા ઓછામાં ઓછી 30 મીનીટની કસરત કરવાનો આગ્રહ રાખીએ તે સવારનો સમય હોય કે સાંજનો. જમ્યા પછી તરત કસરત ના કરવી જોઈએ. પરંતુ સમયના મળતો હોય તો 20-20 મીનીટમાં વહેંચીને પણ કસરત કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અઠવાડિયામાં 4-5 દિવસ કસરત અવશ્ય કરવી જ. કસરત કરવાથી ઉતારેલા વજનને મેઇન્ટેઇન કરવામાં પણ મદદ મળે છે. અને ઉતરેલુ વજન જલદીધી વધતું નથી.

લેખક – લીઝા શાહ

Join the discussion

Your email address will not be published. Required fields are marked *