ઘઉંના લોટના ડોનટ્સ અને ચોકલેટ અપ્પમ બાળકોને આપો હેલ્થી સરપ્રાઈઝ ખુશ થઇ જશે…

આજે આપણે બાળકોને ખાસ પસંદ પડે તેવા ડોનટ્સ બનાવવાની રેસિપી જોઈશું. બહાર ડોનટ્સ જનરલી મેંદાના મળતા હોય છે. આજે આપણે ઘઉંના લોટમાંથી જ બનાવવાના છે

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • તજ પાવડર
  • મીઠું
  • ઘી
  • દળેલી ખાંડ
  • બેકિંગ સોડા
  • વેનીલા એસન્સ

રીત-


1- સૌથી પહેલા 1 કપ ઘઉંનો લોટ લઈશું. ત્યાર બાદ અડધો કપ દળેલી ખાંડ લઈશું. ત્યારબાદ એક ચમચી બેકિંગ સોડા નાખીશું. ત્યારબાદ એક ચપટી મીઠું નાખી શું અને એક ચપટી તજનો પાવડર નાખી શું.

2- હવે તેમાં અડધી ચમચી વેનીલા એસેન્સ લઈ લો. ત્યારબાદ બે ચમચી ઘી લઈશું. તમે તેલ પણ લઈ શકો છો. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું દહીં નાખી સોફ્ટ લોટ બાંધી લઈશું.

3- હવે તેની પર બટર લગાવી અથવા ઘી લગાવી વધુમાં વધુ એક કલાક અથવા અડધો કલાક રેસ્ટ આપી દેવાનો છે. હવે આપણે 40 મિનિટ જેટલો રેસ્ટ આપી દીધો છે. હવે તેને હાથ થી મસળી લઈશું.

4- હવે આપણે એક સરખા લુઆ તૈયાર કરી લઈશું. હવે પાટલી ઉપર કોરો લોટ લઈ વણી લઈશું. હવે આપણે કોઈપણ ગ્લાસ લઈ તેને કટ કરી લઈશું. ત્યારબાદ વચ્ચે થી કોઈપણ બોટલ ના ઢાંકણ થી કટ કરી લેવાનું છે.

5- હવે તેલ ગરમ થઇ ગયું છે. ફ્રાય કરવા માટે. હવે ધીમા તાપે ડોનર્સ ને તળી લેવાના છે. ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. હવે ડોનર્સ તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ પણ બન્યા છે.

6- હવે આપણે ડેકોરેશન કરીશું. હવે એક ડોનર્સ લઈ લો તેના પર ચોકલેટ સીરપ થી ડેકોરેટ કરો. ઉપર થોડા કલરફુલ સુગર બોલ્સ સ્પ્રિંગલ કરી દો. બીજા ડોનર્સ પર ચોકલેટ સીરપ ડેકોરેટ કરો ત્યારબાદ તેની ઉપર કોપરાનું છીણ એડ કરો. તો હવે આપણા ડોનર્સ તૈયાર થઈ ગયા છે તો તમે ચોક્કસથી બનાવજો.

આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ચોકલેટ એપામ કેક. આ કેક બનાવી બહુ ઇઝી છે.તો ચાલો રેસીપી જોઈ લઈએ.


સામગ્રી

  • દહીં
  • પાવડર સુગર
  • ઘઉંનો લોટ
  • દૂધ
  • વેનીલા એસન્સ
  • બેકિંગ સોડા
  • બેકિંગ પાવડર
  • ચોકલેટ સીરપ
  • ચોકલેટ પાવડર
  • તેલ

રીત-

1- સૌથી પહેલા એક બાઉલમાં અડધો કપ દહીં લઈ લઈશું. ત્યાર બાદ અડધો કપ તેલ લઈશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. અડધો કપ પાવડર સુગર લઈશું. હવે બરાબર મિક્સ કરી લઈશું.

2- હવે આપણે એક ચમચી વેનીલા એસેન્સ નાખી શું. ત્યારબાદ ૧ કપ ઘઉંનો લોટ નાખી શું. અને એક ચમચી બેકિંગ પાઉડર નાખી શું. ત્યારબાદ અડધી ચમચી બેકિંગ સોડા નાખીશું. બેથી ત્રણ ચમચી ચોકલેટ પાવડર એડ કરીશું.

3- હવે બધું મિક્સ કરી લઈશું. થોડું થોડું દૂધ નાખી મિક્સ કરતા જઈશું. ટોટલ આપણે અડધો કપ દૂધ યુઝ કર્યુ છે. હવે અપામ બનાવવાના પેન માં તેલ થી ગ્રીસ કરી લઈશું. હવે તેની અંદર બેટર એડ કરતાં જઈશું. હવે ધીમા ગેસ પર બે મિનિટ ઢાંકીને કુક કરી લઈશું. ત્યારબાદ બે મિનિટ થઈ ગયા પછી તેને ફેરવી લઈશું.

4- હવે આપણે ફરીથી એક મિનિટ માટે કુક કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બીજી બાજુ પણ સરસ કુક થઈ ગયા છે. તો હવે આપણે કાઢી લઈશું. તેવી જ રીતે બધા બેટર માંથી આપણે કેક બનાવી દઈશું.

5- હવે જો તમારી પાસે ચોકલેટ સીરપ હોય તો ઉપર ડેકોરેટ કરી દેવાની. તો તમે ચોક્કસથી બનાવો. આ ખૂબ ઈજી રીત થી બને છે.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *