ફક્ત 1 ચમચી તેલ માંથી બનાવો રાજકોટના ફેમસ હેલ્ધી ગ્રીન પુડલા બનાવવાની પરફેક્ટ રેસિપી

આજે આપણે ફક્ત એક ચમચી તેલ માંથી બનાવો રાજકોટના ફેમસ હેલ્ધી ગ્રીન પુડલા બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું. જેમાં લીલી ડુંગળી, લીલા ધાણા, લીલું લસણ નો ઉપયોગ કરી ને બનાવીશું. અને ટેસ્ટી બને છે અને એકદમ હેલ્ધી છે. ફક્ત એક ચમચી તેલ લઇ ઝટપટ બની જતો નાસ્તો જેને તમે ડિનરમાં નાસ્તામાં પણ ખાય શકો છો. તો ચાલો બનાવીએ લઈએ ગ્રીન પુડલા.


સામગ્રી

  • લીલી મેથી
  • લીલું લસણ
  • લીલી ડુંગળી
  • ઝીણી સમારેલી પાલક
  • લીલા ધાણા
  • લીલા મરચા
  • લીંબુ
  • ચણા નો લોટ
  • આદુ

રીત-

1- સૌથી પહેલા આપણે એક બાઉલ માં બધી સમારેલી ભાજી જે છે તે એડ કરીશું. પુડલા બનાવતી વખતે બધી ભાજીને ધોઈને કોરી કરી લેવાની છે.અને બધું ઝીણું ઝીણું સમારી ને લેવાનું છે.

2- હવે બધી ભાજી એડ કર્યા પછી આદુને છીણી લઈશું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠુ નાખી શું. હવે બધું સરસ આપણે મિક્સ કરવાનું છે. મીઠું નાખવાથી ભાજી માંથી બધું પાણી છૂટવા માંડશે.હવે તેમાં બે વાડકી બેસન નાખીશું.

3- તમારે બેસન જોડે બીજો લોટ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. ત્યારબાદ પા ચમચી હળદર નાખીશું. ત્યારબાદ ૧ ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ અડધા લીંબુનો રસ નાખી શકો છો.


4- હવે બધું જ પહેલા ચમચી થી મિક્સ કરી લઈશું. પાણી વગર જ બધું મિક્સ કરવાનું છે. આ પુડલા ઝડપથી બની જાય છે.હવે આપણે એક વાડકી પાણી એડ કરીશું.તે માપ રાખીશું.હવે આપણે તેને સરસ મિક્સ કરી લઈશું.ખીરું બહુ ઘટ્ટ નઈ અને બહુ પાતળું નહીં તેવું ખીરું તૈયાર કરવાનું છે.

5- હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે.હવે આપણે એક તવી મૂકી દઈશું.તમે ચાહો તો નોનસ્ટિક પણ લઈ શકો છો.તેમાં થોડું તેલ નાખી અને થોડા પાણી ના છાંટા નાખવાના.અને ત્યારબાદ ટીસ્યુ થી આપણે સાફ કરી લઈશું. આમ કરવાથી પુડલા ચોટતા નથી.

6- હવે એક થી દોઢ ચમચા બેટર નાખીશું.આ પુડલા બહુ પાતળા નથી હોતા થોડા થીક હોય છે.અને તેને હાથ થી ફેલાવી લેવાના છે.અને હાથ થી ઇઝિલી ફેલાઈ જશે.આપણે ગેસ ધીમો રાખીશું.

7- જ્યારે પુડલો તૈયાર થશે એટલે તેમાં હોલ પડી જશે.બધું જ ખીરું સુકાઈ જશે.હવે પુડલા ને આપણે પલટાવી લઈશું.ધ્યાન રાખવાનું છે કે પુડા ઉખડે નઈ તો ધીમે થી ઉખાડી લેવાનો છે.હવે બીજી સાઈડ પર પણ ધીમા તાપે કુક થવા દઈશું.હવે ઉપર એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું.

8- હવે તેને પલટાવી લઈશું.અને તેની પર પણ તેલ નાખીશું.બંનેવ સાઈડ તેલ નાખી તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું.હવે બંનેવ સાઈડ પુડલા ચડી ગયા છે.હવે આપણા પુડલા તૈયાર થઈ ગયા છે. અને તેનો કલર પણ સરસ ગ્રીન આવ્યો છે. બંનેવ સાઈડ થી તેને પલટાવતા પલટાવતા એકદમ સરસ કુક થઈ જાય ત્યાં સુધી તેને કુક કરી લેવાના છે.

9- હવે આપણો પુડલો કુક થઈ ગયો છે.અને ક્રિસ્પી પણ થઈ ગયો છે.તો તેને એક થાળી માં કાઢી લઈશું. અને આ જ રીતે બાકીના બધા બનાવી લઈશું. તો રાજકોટના ફેમસ પુડલા તૈયાર થઈ ગયા છે.એકદમ ગ્રીન અને હેલ્દી ફક્ત 1 મોટી ચમચી તેલ નો ઉપયોગ કરી આપણે પુડલા બનાવ્યા છે. તમે દહીં સાથે કે ચા સાથે કે ચટણી સાથે ખાઈ શકો છો.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *