ડ્રાય ફ્રૂટ ડેટ્સ રોલ – ડાયાબેટીક વ્યક્તિ પણ આ સ્વીટ ખાઇ શકે છે તો આજે જ સમય કાઢીને બનાવો…

ડેટ્સ – ખજુરનો પણ હેલ્ધી ડ્રાયફ્રુટમાં સમાવેશ કરવામાં આવે છે. ખજુરમાં ફિટ અને હેલ્ધિ રહેવા માટેના જરુરી મિનરલ્સ અને એનર્જી થી ભરપૂર છે. તો હેલ્ધી ખજુર વિષે થોડી માહિતિ મેળવી લઇએ.

*સુગર કરતા પણ વધારે લાગે તેવી મિઠાશ ધરાવતા ખજુરમાં ફાયટોનટ્રીએન્ટ્સ, વિટામિન્સ અને સમૃધ્ધ ખનિજો રહેલા હોવાથી નોર્મલ વિકાસ થી માંડીને એકંદર તંદુરસ્તી માટે ખૂબજ ફાયદાકારક છે.

*ફ્રેશ નરમ ખજુરમાં ફ્રુક્ટોઝ અને ડેક્સ્ટ્રોઝ જેવી જલ્દીથી પચે તેવી સુપાચ્ય શર્કરા રહેલી છે તેથી જ્યારે ખાવામાં આવે એટલે તરત જ શરીરને ફરી એનર્જી થી ભરી દ્યે છે. અને શરીરને તાત્કાલિક જિવંત બનાવે છે. તેના આ ગુણોને લીધે જ પરંપરાગત રીતે રમઝાન મહિનામાં ઉપવાસ તોડવા માટે ખજુર ખાવામાં આવે છે.

*ખજુર ફાઇબર થી સમૃધ્ધ હોવાથી આંતરડાનું મ્યુક્સ મેમ્બ્રેન કેંસર પેદા કરતા રસાયણોથી આંતરડાને બચાવે છે.

*ખજુર માં હેલ્થ ને ફાયદાકારક એવા ફ્લેવોનોઇડ પોલિફેનોલિક એંટિઓક્સિડન્ટ્સ રહેલા છે, જે ટેનીન તરીકે ઓળખાય છે. ટેનીન એન્ટી-ઇંફેક્ટીવ, એન્ટી-ઇંફ્લેમેટરી અને એન્ટી-હેમોરહેજીક ( રક્ત્સ્ત્રાવની વ્રુત્તિઓને અટકાવે) જેવા ગુણધર્મો રહેલા છે.

*તેમાં રહેલું વિટામિન એ આંખ અને સ્કીન માટે જરુરી છે. એ ફેફસા અને મૌખિક પોલાણથી પણ બચાવે છે.

*ખજુર આયર્નનો ઉત્તમ સ્ત્રોત હોવાથી હિમોગ્લોબિન વધારેછે અને લોહિની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા વધારેછે

*ખજુરમાં રહેલું પોટેશિયમ સેલ અને શરીરના પ્રવાહીનું એક મહત્વપૂર્ણ ઘટક છે. જે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. સ્ટ્રોક અને કોરોનરી હ્રદાય રોગો સામે રક્ષણ આપે છે.

*ખજુર કેલ્શિયમ, મેંગેનિઝ, કોપર અને મેગ્નેશિયમ જેવા ખનીજોથી ભરપૂર છે. કેલ્શિયમ હાડકા અને દાંત માટે બહુ આવશ્યક છે. તે સ્નાયુઓના સંકોચન, લોહી ગંઠાઇ જવું અને ચેતા આવેગ વહન માટે બહુ જરુરી છે. રક્ત કણોના ઉત્પાદન માટે કોપર જરુરી છે.

આમ જોઇએ તો બીજા ડ્રાય ફ્રૂટ કરતા ખજુર અતિશય આવશ્યક એવા હેલ્ધી ગુણધર્મો ધરાવે છે. તેની સાથે બીજા ડ્રાયફ્રૂટ જેવા કે કાજુ, બદામ, પિસ્તા મગજતરીના બી, કોપરું વગેરે સાથેના કોમ્બિનેશનથી બનાવેલી રેસિપિ ની ન્યુટ્રીયંટ વેલ્યુ ઘણીબધી વધી જાય છે જે હેલ્થ માટે ખૂબ જરુરી છે. ડ્રાયફ્રૂટ ડેટ્સ રોલ ની એવી જએક રેસિપે હું આપ સૌ મિત્રો ને આપી રહી છું તો મારી આ સ્વીટ રેસિપિ ફોલો કરીને તમે ચોક્કસ થી બનાવજો.

ડ્રાય ફ્રૂટ ડેટ્સ રોલ બનાવવામાટેની સામગ્રી :

  • 4 કપ ઠળિયા કાઢેલો ખજુર
  • 12-15 અંજિર
  • ½ કપ કાજુના મોટા ટુકડા
  • ½ કપ બદામના મોટા ટુકાડા
  • 1 ટેબલસ્પુન 3/4 કપ (પોણો) કપ પિસ્તાના પાતળા સ્લિવર્સ
  • ½ કપ મગજતરીના બી
  • ½ કપ કોપરાનું જાડું ખમણ
  • 1+1+1 ટેબલ સ્પુન ઘી

ડ્રાય ફ્રૂટ ડેટ્સ રોલ બનાવવાની રીત :

સૌ પ્રથમ અંજીર્ને ધોઇ લ્યો. ત્યાર બાદ તેના નાના ટુકડા કરી લ્યો.

પાણીમાં 15-20 મિનિટ પલાળી રાખો. વધારે ટાઇમ પાણીમાં પલાળવા નહિ. કેમકે તેમ કરવાથી અંજીરમાં પાણી વધારે ચડી જાશે.

ત્યારબાદ અધકચરા ગ્રાઇંડ કરી લો.

ટિપ્સ : પલાળતા બાઉલ ના તળિયે વધેલું પાણી અંજીર ગ્રાઇંડ કરવા માં સાથે એડ કરવું નહી, તેમ કરવાથી અંજીર સંતળાતા ટાઇમ વધારે લાગશે.

ત્યારબાદ ખજુરના ઠળિયા કાઢી જીણા સમારી લ્યો.

થીક બોટમવાળા પેનમાં સૌ પ્રથમ જાડું કોપરાનું ખમણ ડ્રાય રોસ્ટ કરી લ્યો.

તેને એક નાના બાઉલમાં ટ્રાંસ્ફર કરી લ્યો.

તેમાં 1 ટેબલ સ્પુન ઘી મૂકી કાજુ-બદમ ના ટુકડા લાઇટ બદામી કલર ના થાય ત્યાં સુધી રોસ્ટ કરી લ્યો.

બાઉલમાં ટ્રાંસ્ફર કરી લ્યો.

તેમાંજ 1 ટેબલ સ્પુન ઘી ગરમ મૂકી, તેમાં ગ્રાઇંડ કરેલા અંજીર બધું જ પાણી બળી જાય ત્યાંસુધી સાંતળો.

તે જ પેનમાં અંજીર સાથેજ તેમાં બારીક કાપેલો ખજુર એડ કરી 1 ટેબલ સ્પુન ઘી મૂકી, ખજુર તેમાંથી થોડું મોઇશ્ચર ઓછું થઇ જાય ત્યાં સુધી રોસ્ટ કરો. બધું સાથે મિક્સ જશે.

હવે ફ્લૈમ બંધ કરી ને ખજુર-અંજીરનું મિશ્રણ ગરમ હોય ત્યારેજ તેમાં રોસ્ટ કરેલું કોપરાનું ખમણ, રોસ્ટ કરેલા કાજુ-બદામના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો.

ટિપ્સ : રોલમાં ખજુર ઉમેરેલો હોવાથી બીજી કોઇ ફ્લેવર તેમાં ઉમેરવાની જરુર નથી.

હથેલીઓ જરા ઘી થી ગ્રીસ કરીને ડ્રાય ફ્રૂટ ડેટ્સના મિશ્રણમાંથી પ્રથમ નાના બોલ્સ બનાવી લ્યો.

ત્યારબાદ એક બાઉલમાં પિસ્તાના પાતળા સ્લિવર્સ લ્યો.

બોલ્સને બે હથેળી વચ્ચે રાખી જરા પ્રેસ કરીને બધાજ બોલ્સ માંથી રોલ્સ બનાવી લ્યો.

ટિપ્સ : બોલ્સમાંથી રોલ્સ બનાવામાં સરળતા રહેશે.

હવે બધાજ રોલ્સને વન બાય વન અથવાતો રોલ બનતાની સાથેજ એકેક એમ, બાજુમાં રાખેલા પિસ્તાના સ્લિવર્સના બાઉલમાં રોલ ને ફરતે પિસ્તા ના સ્લિવર્સ લાગી જાય એ રીતે રોલ કરો.

હવે ફરી એકવાર રોલને હથેળીમાં રાખી હલ્કા હાથે રોલ કરો જેથી પિસ્તા સ્લિવર્સ રોલ પર બરાબર સ્ટિક થઇ જાય.

તો તૈયાર છે પૌષ્ટિક ડ્રાય ફ્રુટ ડેટ્સ રોલ. બધાને ચોક્કસ થી બહુજ ભાવશે.

લાંબી ટુર કે ટ્રાવેલીંગ માં પણ આ સ્વીટ તમે સાથે લઇ જઇ શકો છો.

તેમજ ડાય્બેટિક વ્યક્તિ પણ આ સ્વીટ ખાઇ શકે છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *